SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ ઈ. સ. ૧૯૩૯ની ૯મી એપ્રિલ અને રવિવારે પાટણમાં યેાજાયેલા હેમસારસ્વત સત્રના પ્રમુખસ્થાનેથી વક્તવ્ય આપતાં શ્રી કનૈયાલાલ મુનશીએ કહ્યું હતુ કે હવે ભંડારામાં ભરેલું જ્ઞાન દુનિયાભરમાં ફરતું કરવાનું છે. ૩ ૧ : કળિકાળસÖન હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના જોતાં જણાય છે કે તેઓ સ ંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના મહાન સર્જક, સંગ્રાહક અને સંયાજક હતા. એમની રચનાઓમાં એક બાજુ પોતીકી અસ્મિતા, સાલકીયુગની ગિરમા અને સરસ્વતીપૂજકની યુયુત્સા પ્રગટ થાય છે તેા ખીજી બાજુ ત, વિચાર, વ્યાકરણ, સાહિત્ય, દર્શન સુધીને વ્યાપ મળે છે. કવિ, સંપાદક, કેશકાર, વ્યાકરણશાસ્ત્રી, ઇતિહાસકાર અને સમાજસુધારકી માંડીને યાગનાં ઊંચાં શિખરે સુધી એમની દૃષ્ટિ ફેલાયેલી છે અને બધે જ એમની પ્રતિભા સમ પણે વિહરે છે. એમના વિપુલ ગ્રંથભંડાર વિશાળ નાકાશ જ લાગે. એમની કૃતિએ એટલી બધી છે કે કોઈ એક વ્યક્તિ આજીવન નહિ બલ્કે કેટલીયે વ્યક્તિએ એકસાથે મળીને જીવનભર સંશાધન કરે એટલુ રચનાસામર્થ્ય એમાં છે. કળિકાળન હેમચદ્રાચાનું ગંભાર જ્ઞાન, ઉચ્ચ સાધુતા, સ્વ–પરશાસ્ત્રોમાં પારંગતતા, વ્યવહારકુશળતા અને રાજનૈતિક દક્ષતા દૃષ્ટિગાચર થાય છે. એમણે વિદ્વત્તા સાથેની સાધુતાની ઊંચીં કિ’મત અંકાવી. હેમચંદ્રાચાય ના શિષ્ય દેવચંદ્રના શબ્દોમાં કહીએ તા વિચારમારિધિન થમ રગિરિ શ્રી દેમત્રદ્રોનુઃ ।” છે. વિ. સં. ૧૨૨૯માં કળિકાળસજ્ઞ હેમચંદ્રાચાર્ય કાળધમ પામ્યા. એ અંગે ‘કીતિ કૌમુદી’ના રચયિતા સામેશ્વર કહે છે, “વૈદુચ વિપતાશ્રય. ખ્રિતસિ શ્રીહેમચન્દ્રે વિમ્ ।” અર્થાત્ હેમસૂરિના સ્વર્ગવાસ થતાં વિદ્વત્તા આશ્રયવિહાણી બની જાય છે. ૮૪ વર્ષની વયે કળિકાળસન હેમચંદ્રાચાર્યે એમનું અક્ષરજીવન સ ંકેલી લીધું, પરંતુ એમનું વિપુલ અક્ષરજીવન જોતાં આદરપૂણૅ આશ્ચર્ય સિવાય બીજો કોઈ ભાવ થતા નથી. સદભસૂચિ ૧. હેમચંદ્રાચાર્ય નું શિષ્યમંડળ' લે. ભાગીલાલ જ. સાંડેસરા, શ્રી હૈમ સારસ્વત સત્ર અહેવાલ અને નિબંધસંગ્રહ', પૃ. ૧૨૨. ૨. હેમચંદ્રાચાય ”, લે. ૫. ખેચરદાસ દોશી, પૃ. ૧૧૦, ૩. ‘શ્રી હેમચંદ્રાચાર્ય', લે. ધૂમકેતુ, તૃતીય આવૃત્તિ, પૃ. ૧૬૭. ૪. શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય', લે. શ્રી મેાહનલાલ દલીચંદ દેસાઈ, શ્રી હૈમ સારસ્વત સત્ર: અહેવાલ અને નિબંધસંગ્રહ', પૃ. ૭૪. ૫. શ્રી હેમચંદ્રાચાય ', લે. ધૂમકેતુ, તૃતીય આવૃત્તિ, પૃ. ૧પર. ૬. આચાર્ય હેમચંદ્રસૂરિ : તેમની સગ્રાહી વિદ્વત્તા' લે. દ. ખા. કૃષ્ણલાલ મે. ઝવેરી, શ્રી હૈમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસંગ્રહ' પૃ, ૨૦૩,
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy