SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮. કથાઓ, જૈન સંપ્રદાયના સિદ્ધાંતો અને તત્ત્વજ્ઞાનને સર્વસંગ્રહ. યાશ્રય કરતાં આ ગ્રંથમાં રચયિતાએ વિશેષ વૈવિધ્ય સાધ્યું છે અને આની રચના ઉત્તરાવસ્થામાં થઈ હોવાથી એક પ્રકારની પ્રૌઢતા પણ તેમાં જોવા મળે છે. આની પ્રશસ્તિમાં મહારાજા કુમારપાળે શ્રી હેમચંદ્રસૂરિને નીચે પ્રમાણે વિનંતી કરી : પૂર્વે મારા પૂર્વજ સિદ્ધરાજની ભક્તિયુક્ત યાચનાથી આપે વૃત્તિથી યુક્ત એવું સાંગ વ્યાકરણ રચેલું છે, તેમજ મારે માટે નિર્મળ ગશાસ્ત્ર રચેલું છે અને લોકોને માટે ઠવાશ્રયકાવ્ય, ઈદનુશાસન કાવ્યાનુશાસન અને નામસંગ્રહ પ્રમુખ બીજા શાસ્ત્રો પણ રચેલાં છે. હે સ્વામી, જે કે તમે સ્વયમેવ લોકોના ઉપર ઉપકાર કરવાને અર્થે સજજ થયા છે, તથાપિ મારી પ્રાર્થના છે કે મારા જેવા મનુષ્યોને પ્રતિબોધ થવાને માટે આપ ત્રિષષ્ઠિશલાકાપુરુષોનાં ચરિતને પ્રકાશ કરો.”૨૨ આ રીતે ધર્મોપદેશના પ્રયોજનથી ગ્રંથની રચના હેમચંદ્રાચાર્યો કરી છે. ઉત્તરાવસ્થામાં આ વિરાટ ગ્રંથ રચવ તે કોઈ સામાન્ય બાબત નથી. ધાર્મિક દૃષ્ટિએ આમાંથી જનધર્મ, તત્ત્વજ્ઞાન અને પ્રણાલીને પરિચય પ્રાપ્ત થાય છે. તે એતિહાસિક દૃષ્ટિએ પણ દસમા પર્વના બે વિભાગો અત્યંત ઉપયોગી છે. છંદ, અલંકાર અથવા કાવ્યશાસ્ત્ર કે શબ્દશાસ્ત્રની દષ્ટિએ આ મહાકાવ્ય અભ્યાસીઓને મબલક સામગ્રી પૂરી પાડે છે. કવિના મુખેથી કાવ્યપંક્તિઓ છંદોબદ્ધ વાણીમાં કેટલી સરળ અને પ્રવાહી રીતે વહેતી હશે તેની પ્રતીતિ આ મહાકાવ્ય કરાવે છે. શ્રી મધુસૂદન મોદી નોંધે છે, “હેમચંદ્રાચાર્યનું કલિકાલસર્વજ્ઞનું બિરુદ આ એકલો ગ્રંથ પણ સિદ્ધ કરી શકે એવો એ વિશાળ, ગંભીર, સર્વદર્શી છે.”૨૩ ત્રિષષ્ઠિરશલાકાપુરુષચરિત્રની રચના કર્યા પછી હેમચંદ્રાચાર્યે તેર સર્ગમાં પરિશિષ્ટપર્વની રચના કરી. આ ગ્રંથમાં એમણે પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથને આધાર લઈ આમાંની ઘણી માહિતી એકત્રિત કરી લીધી છે. આમાં ભગવાન મહાવીરના નિર્વાણ પછીના સુધર્મસ્વામી, જંબુસ્વામી, ભદ્રબાહુસ્વામી, વજ સ્વામી વગેરે જેનપરંપરાના સાધુઓને વૃત્તાંત બીજી અનેક નાનીમોટી કથાઓ સાથે વર્ણવવામાં આવ્યો છે. શ્રેણિક, સંપ્રતિ, ચંદ્રગુપ્ત, અશોક વગેરે રાજએને ઈતિહાસ એમણે તેમાં ગૂંથી લીધે છે. “ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર'નાં દસ ૫ર્વ પછી એને જ અનુસંધાનમાં એ જ શૈલીએ લખાયેલાં આ ચરિત્રોને ગ્રંથકર્તાએ ‘પરિશિષ્ટપર્વ' તરીકે ઓળખાવ્યાં છે. પ્ર. યાકેબી આ ગ્રંથને સ્થવિરાવલિ' તરીકે ઓળખાવે છે. પરંતુ સામાન્ય રીતે “પરિશિષ્ટપર્વ' તરીકે તે વધુ જાણીતું છે. આમાંનાં કથાનકો હેમચંદ્રાચાર્યું અન્ય ગ્રંથમાંથી લીધાં છે, પરંતુ એને કાવ્યને માધુર્ય અને કાવ્યનું સ્વરૂપ હેમચંદ્રાચાર્યું આપ્યું છે. જંબુસ્વામીથી આરંભી વજસેન સુધીના પટ્ટધરોની કથા અને આનુષંગિક એતિહાસિક કથાનકો પદ્યરૂપે હેમચંદ્રાચાર્યું આપ્યાં છે, જે તેમનું અસાધારણ પદ્યરચનાકૌશલ દર્શાવે છે. આમાં સમાવિષ્ટ કેટલીક લકથાઓ અને અમુક દૃષ્ટાંતો અત્યંત રસદાયક છે. જન પટ્ટધરોના ઈતિહાસની દૃષ્ટિએ પણ તેનું મહત્ત્વ છે. અનુછુપ છંદમાં કુલ ૩૫૦ શ્લોક આપ્યા છે. જંબુસ્વામી અને સ્થળભદ્રનાં ચરિત્રો ધ્યાનપાત્ર છે. આમાં માત્ર આચાર્યોની નામાવલિ આપવાને બદલે એને સંબંધિત નાની-મોટી કથાઓ પણ મૂકી છે.
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy