________________
૧૭
અન્ય રસને તેની સાથે સુભગ સમન્વય સધાયો છે. ભાષાનું સ્વાભાવિક માધુર્ય અને વર્ણની ચિત્રાત્મકતા કાવ્યરસિકના હૃદયને સ્પર્શી જાય છે. વળી આમાં કવિએ ઉપમા, ઉભેક્ષા, દીપક, દૃષ્ટાંત, રૂપક અને અતિશયોક્તિ જેવા અલંકારની સુંદર યોજના કરી છે. આ બધું જોઈને જ પ્રાકૃત થાશ્રય'ના ટીકાકાર પૂર્ણકલશગણિ આરંભે જ બોલી ઊઠે છે
ચઃ પ્રાતવ્યાવાર નુ જે साहित्यसर्वस्वमिवार्थभगया । स द्वयाश्रयः काव्यपनल्पबुद्धि
યઃ વથ માદા gવ નથઃ ” શબ્દોએ કરીને જે પ્રાકૃત વ્યાકરણ છે; અને અર્થની દૃષ્ટિએ જે સંપૂર્ણ સાહિત્યરૂપ છે–તે બહુ બુદ્ધિવાળાએથી સમજાય તેવું દયાશ્રયકાવ્ય મારા જેવાને કયાંથી સમજાય ?”
આ બંનેં મહાકાવ્યમાં પરંપરાનુસારી સુંદર વર્ણન અને અલંકારયોજના જેવા મળે છે. પરંતુ બંનેમાં સંસ્કૃત મહાકાવ્યમાં અપેક્ષિત નાયકના સર્વાગી ચરિત્રનિરૂપણની શરત આ કૃતિ સંતોષે છે એમ ભાગ્યે જ કહી શકાય. ગુજરાતની અસ્મિતા, તેજસ્વિતા, અને સત્વશીલતા માટે આ કાવ્યનું કથાવસ્તુ ચિરસ્મરણીય રહેશે. આપણે માટે દુર્ભાગ્યની બાબત એ છે કે “સંસ્કૃતકથાશ્રય” મહાકાવ્યનું સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ કરેલું ભાષાંતર આજે અપ્રાપ્ય છે અને પ્રાકૃતકવાશ્રયનું ગુજરાતી ભાષાંતર હજી સુધી થયું નથી.
‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર' એટલે ત્રેસઠ શલાકાપુરુષોનાં ચરિત્ર. ભગવાન ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના ચેવીસ તીર્થંકર, ભરત, સગર, સનતકુમાર, સુભૂમ, હરિષેણ જેવા બાર ચક્રવર્તી, કૃષ્ણ, ત્રિપૃષ્ઠ, સ્વયંભૂ, દત્ત, નારાયણ વગેરે નવ વાસુદેવ, અચલ, વિજય, સુદર્શન, આનંદ, રામ અને નંદન વગેરે નવ બળદેવ, રાવણ, પ્રહલાદ,
જરાસંધ, બલિ વગેરે નવ પ્રતિ વાસુદેવ એમ કુલ ત્રેસઠ શલાકાપુરુષોનાં ચરિત્રો આ * કાવ્યગ્રંથમાં આલેખાયાં છે. જે મહાપુરુષોના મોક્ષ વિશે હવે સંદેહ નથી એવા પ્રભાવક
પુરુષોને શલાકાપુરુષ તરીકે ઓળખવામાં આવે છે. કુમારપાળ મહારાજાની વિનંતી સ્વીકારીને મહાભારત અને પુરાણેની બરાબરી કરી શકે તે ૩૬,૦૦૦થી વધુ શ્લોમાં લખાયેલો આ કાવ્યગ્રંથ છે. આ કાવ્યગ્રંથની રચના અનુષ્ણુપ છંદમાં દસ પર્વોમાં કરવામાં આવી છે. પ્રથમ પર્વમાં ઋષભદેવ તીર્થકર અને ભરત ચક્રવતનું જીવન વર્ણવાયું છે અને છેલ્લા દસમા પર્વમાં મહાવીર સ્વામીનું ચરિત્ર વિગતે નિરૂપાયું છે. વિશાળ સાગર જેવા આ ગ્રંથમાં મહાપુરુષોનાં ચરિત્રો ઉપરાંત બીજી અનેક નાની-મોટી પૌરાણિક આખ્યાયિકાઓ છે. ઈતિહાસ અને તત્વજ્ઞાન, ધાર્મિક અને સામાજિક ઉત્સ, રીતરિવાજો, દેશસ્થિતિ, લોકોની રીતભાત અને ગુજરાતની પરિસ્થિતિ વગેરેનું તાદશ
નિરૂપણ થયું છે. શ્રી મોતીચંદ કાપડિયાએ નોંધ્યું છે કે આ ગ્રંથ સાવંત વાંચવામાં છે તે સંસ્કૃત ભાષાના આખા કેશને અભ્યાસ થઈ જાય તેવી એના રચયિતાએ
ગોઠવણ કરી છે. ૨૧ “ત્રિષષ્ઠિશલાકાપુરૂષચરિત્ર' એટલે જૈન કથાનકો, ઈતિહાસ, પૌરાણિક