SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાકરણની વિશિષ્ટતા દર્શાવવા માટે રચવામાં આવેલા સંસ્કૃત વાશ્રયના શ્લોકોમાં સિદ્ધરાજનાં પરાક્રમોનું કાવ્યમય વર્ણન મળે છે, પરંતુ ક્યારેક વ્યાકરણ સાથે ઈતિહાસ કે કવિત્વનો મેળ બેસતો નથી. ' - સંસ્કૃત વાશ્રય કાવ્ય એ ગુજરાતની અસ્મિતાનું તેજસ્વી કાવ્ય છે. મહાકવિ કાલિદાસે રઘુવંશમાં રઘુકુળની કીર્તિને અક્ષરઅમર કરી દીધી તે સંસ્કૃત અને પ્રાકૃત દયાશ્રયમાં હેમચંદ્રાચાર્યે ચૌલુક્યવંશની કીર્તિને અક્ષરદેહ આપ્યો ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કારિતા અને ગુજરાતી અસ્મિતાનો આહલાદક ત્રિવેણી સંગમ આ કૃતિએ રચી આપ્યું. ગુજરાતની રમણીઓ, યોદ્ધાઓ, ઉત્સવો, મેદાનનું શૌર્ય અને દરિયાનું સાહસ—એ બધું દર્શાવીને હેમચંદ્રાચાર્ય ધૂમકેતુના શબ્દોમાં કહીએ તો “પ્રજાને મહાન થવાની જાણે હંમેશાં દીક્ષા આપી રહ્યા હોય તેમ લાગે છે.”૨ ૦ કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પિતાની કલ્પનાથી સર્જેલું એક મહાન ગુજરાત વાશ્રયમાં પ્રગટ થાય છે. ગુજરાતની સમૃદ્ધિ, વીરતા, સંસ્કારિતા અને વિશિષ્ટતાની ગુણગાથા ગાઈને આ સ્વપ્નદૃષ્ટા આવતીકાલના ગુજરાતની ઝાંખી આપે છે. તેમાં હેમચંદ્રાચાર્યનું ગુજરાતી તરીકેનું ગૌરવ, અન્ય ધર્મો પ્રતિ ઔદાર્ય અને સાહિત્યાચાર્યની ઉચ્ચાશયી ભાવના પદે પદે પ્રગટ થાય છે. એક સાચા ઇતિહાસકારને છાજે તે રીતે પાયા, પુરાવા કે આધાર વિનાની ઘટનાઓને ત્યજીને માત્ર અતિહાસિક પ્રસંગોનું આકલન કર્યું છે. એમણે ચૌલુક્યવંશનું યશોગાન કર્યું છે, પરંતુ ઐતિહાસિકતાની ભૂમિ ઓળંગીને નહીં, અથવા તે અતિશક્તિમાં સરી જઈને નહિ. કોઈ પણ પ્રસંગ કલ્પિત રીતે સર્યો નથી કે કોઈ પણ કઠોપકંઠ જળવાયેલી વાતને યોગ્ય સંશોધન વિના સ્વીકારી નથી. કળિકાળસર્વજ્ઞની સંપ્રદાયાતીત પ્રતિભા ધરાશયમાં ખીલી ઊઠે છે. આમાં વૈદિક સાહિત્ય, જુદાં જુદાં પુરાણો, પૌરાણિક આખ્યાયિકાઓ અને અન્ય ધર્મશાસ્ત્રોનાં ઉદાહરણો મળે છે. યજ્ઞ અને દેવતાઓને પણ એમને સારો એવો પરિચય છે. આ બાબતો એમની બહુશ્રુતતા અને વ્યાપક દૃષ્ટિની દ્યોતક ગણાય. સંસ્કૃત ન્યાશ્રયમાં કવિતાની અપેક્ષાએ ઇતિહાસનું પ્રાધાન્ય જોવા મળે છે. તે પ્રાકત “દયાશ્રયમાં કાવ્યતત્ત્વનું પ્રાધાન્ય જોવા મળે છે “સિદ્ધહેમચંદ્રાબ્દાનુશાસન'માં સાત અધ્યાયમાં સંસ્કૃત ‘ક્રયાશ્રય”ની રચના થઈ, તે આઠમા અધ્યાયમાં આપેલા પ્રાકૃત ભાષાના વ્યાકરણના નિયમોના દૃષ્ટાંતરૂપે પ્રાકૃત થાશ્રય” મહાકાવ્યની રચના થઈ. રાજા કુમારપાળના જીવનની કેટલીક ઘટનાઓ આલંબન તરીકે લેવામાં આવી હોવાથી આ કૃતિને કુમારપારિત કહેવામાં આવે છે. આઠ સર્ગ ધરાવતી આ કૃતિના પ્રથમ છ સર્ગમાં મહારાષ્ટ્રીય પ્રાકતનાં ઉદાર અને નિયમો દર્શાવ્યાં છે. બાકીના બે સર્ગોમાં શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાચી અને અપભ્રંશ ભાષાનાં ઉદાહરણ મળે છે. આઠ સર્ગની આશરે ૭૪૭ ગાથામાં અણહિલપુરપાટણ, જિનપ્રતિમા, કુમારપાળના વિજયો, જનધર્મના સિદ્ધાંતની ગષણા તથા શ્રતદેવીનો કુમારપાળને અપાયેલ ઉપદેશ આલેખવામાં આવ્યો છે. શ્રતદેવીને ઉપદેશ જે રીતે કૃતિમાં વણું લેવાયો છે તેનાથી કૃતિની કાવ્યમયતા મહોરી ઊઠી છે. તેમાં શાંત, શૃંગાર અને વીરસનું મનભર આલેખન મળે છે. વીરસનું પ્રાધાન્ય હોવા છતાં
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy