________________
પ્રયાસ કરતા હોય તેમ દેખાય છે. તે કેવળ સિદ્ધાંત અને આવશ્યક તત્ત્વોની જ ચર્ચા કરે છે. આ માટે જ તેઓ અલંકારના હાર્દભૂત મળતાપણું અને નપણને ધ્યાનમાં લઈને તે બધાને એક અલંકારના ભાગ તરીકે નિરૂપે છે અને બહુ બહુ તે તેને એક પેટભેદ ગણવા જેટલી વિશેષતા આપે છે. આમ કરવામાં વધુ પડતો સંક્ષેપ થઈ જવાને, કેટલાક અલંકારોની મહત્ત્વની વિલક્ષણતાને અનુચિત ગણત્વ આપી દેવાનો, એક અલંકાર નીચે આપેલાં ઉદાહરણમાં ભિન્નતા જણાવવાનું અથવા તો અલંકારની વ્યાખ્યા વધુ પડતી સામાન્ય બની જવાને દોષ સેવવાનો ભય રહે છે. આથી તેમનું વર્ગીકરણ સંપૂર્ણ પણે સ્વીકાર્યું તે ન જ બની શકે.
અનેક અલંકારેને એક અલંકારમાં સમાવવાની બાબતમાં પોતાની રુચિ અને અમુક પ્રકારની વ્યક્તિગત દષ્ટિને હેમચંદ્રાચાર્ય અનુસરે છે, પણ આથી તેઓ પૂર્વાચાર્યોને અનાદર કરે છે તેવું નથી. તેઓ તે તેમની વિગૂ મળ' નામની વિસ્તૃત ટીકામાં પૂર્વાચાર્યોના ઋણને વારંવાર સ્વીકાર કરતા જણાય છે. વળી તેઓ આ ટીકામાં પોતાના સંક્ષેપને સમજાવવા પણ પ્રયત્ન કરે છે. આમ અન્ય આલંકારિકની કોઈ પણ ટીકા કર્યા વિના પિતાની અમુક પ્રકારની રુચિ તેમજ વ્યક્તિગત દૃષ્ટિ પ્રમાણે અલંકારનું વર્ગીકરણ કરતા હેમચંદ્રાચાર્યની પ્રશંસા કરી શકીએ તેમ છીએ.
આમાં હેમચંદ્રાચાર્ય હેતુ અલંકારના વર્ગીકરણ પદ્ધતિમાં સૌંદર્યદૃષ્ટિએ યા અન્ય પ્રકારે નવી વ્યવસ્થા. આણવાનો નથી, તેમ જ તે તેમને દાવો પણ નથી. તેઓ તો પિતાના વિશિષ્ટ સમાજ માટે પૂર્વ વિદ્યાઓને વિશદ રીતે રજૂ કરતા ગ્રંથ તૈયાર કરવા - માગે છે અને એમાં ક્યારેક ગૌણપણે એમની પ્રતિભાનું દર્શન થાય છે ખરું.
| હેમચંદ્રાચાર્યની વિશિષ્ટ કૃતિ છે સંસ્કૃત અને પ્રાકૃત થાશ્રય. સોલંકીયુગની સંસ્કારિતાને શબ્દબદ્ધ કરતી ગુજરાતની પહેલી અને શ્રેષ્ઠ ગણાય તેવી એતિહાસિક કાવ્યકૃતિ “શબ્દાનુશાસનનાં સૂત્રોનાં દૃષ્ટાંત આપવા માટે ચૌલુક્ય વંશની કથાને તેમણે
વિષયવસ્તુ તરીકે રાખીને થાશ્રય કાવ્યની રચના કરી. વ્યાકરણ અને ઈતિહાસ એમાંથી ', એકસાથે સહજપણે સિદ્ધ થાય છે તેથી યાશ્રય મહાસભ્ય તરીકે ઓળખાય છે. મહાકાવ્યમાં મળે એવાં ઋતુવર્ણન, રસવર્ણન અને સૃષ્ટિવર્ણન ઉપરાંત નગર, પ્રભાત, યુદ્ધ, યાત્રા, નદી, રાત્રિ, પર્વત કે વિવાહનાં વર્ણને પણ મળે છે.
યાશ્રય ભદિકાવ્યનું સ્મરણ કરાવે છે. પાણિનિના વ્યાકરણના નિયમોના ઉદાહરણરૂપે રામાયણની કથા લઈને ભદિ કવિએ રચના કરી એ જ રીતે “સિદ્ધહેમચંદ્રાબ્દાનુશાસનના વ્યાકરણના નિયમોનાં ઉદાહરણ આપવા માટે મૂળરાજ સોલંકીથી કુમારપાળના સમય સુધીના ઇતિહાસને કથાવસ્તુ તરીકે લઈને હેમચંદ્રાચાર્યું થાશ્રયની રચના કરી. ચૌલુક્ય વંશનું આલેખન થયું હોવાથી એતિહાસિક દષ્ટિએ આ કૃતિનું ઘણું મોટું મૂલ્ય છે અને તેથી આ કૃતિ “ચૌલુક્યવંશત્કીર્તન' નામ ધરાવે છે. એ યુગની સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિસ્થિતિનું માર્મિક પ્રતિબિંબ આ કાવ્યકૃતિમાં ઝિલાયું છે. સંસ્કૃત વાશ્રયના ૧૪ મા સર્ગ સુધીનો ભાગ જયસિંહ સિદ્ધરાજના જીવનકાળ સુધીમાં (અર્થાત વિ. સં. ૧૧૯હ્માં) પૂર્ણ કર્યો હશે એમ માની શકાય. જ્યારે કુમારપાળના ચરિત્રને આલેખતું પ્રાકૃત “દયાશ્રય” એક સ્વતંત્ર પ્રાકૃત મહાકાવ્ય ગણાયું છે.