________________
૧૪
હેમચંદ્રાચાર્યના અલકારનિરૂપણને જોતાં પ્રથમ તેઓ શાસ્ત્રાવીનમ્રતા ઉપમાને . નિરૂપે છે. તેઓ તેમાં સાત પ્રકારે બતાવે છે. ત્યાર પછી ઉપમાં જેટલા સર્વવ્યાપક નહીં, પણ કવિસૃષ્ટિમાંથી નીપજેલ ઉàક્ષાનું નિરૂપણ કરે છે. આ પછી ઉપમા કરતાં અનુભૂતિની વધુ ઉત્કટતા ધરાવતા રૂપક અલંકારની વાત કરે છે. આમાં તેઓ એકવિષયરૂપક અને અનેક વિષયરૂપક જેવા પ્રકારે ઉદાહરણ સહિત સમજાવી આહાર્યાવયવ અને ઉભયાવયવને અસ્વીકાર કરે છે, જયારે નિદર્શને અલંકારમાં પ્રતિવસ્તૂપમાં, દૃષ્ટાંત જેવા અલંકાને સ્થાને આપવાની સાથે મમ્મટની પદાર્થગા નિદર્શનાને ભૂલી જ જાય છે ! વળી તેને અતિશયોક્તિમાં , સ્થાન આપી ભારે ગોટાળે પેદા કરે છે. દીપક અલંકારમાં તેઓ તુલ્યોગિતા, અન્ય અને માલાદીપકને સ્વીકાર કરે છે, પણ કારકદીપકનો અસ્વીકાર કરે છે. જ્યારે પર્યાક્તિ અલંકારની હેમચંદ્ર આપેલી વ્યાખ્યા ઘણી જ કિલષ્ટ અને અર્થસંદિગ્ધતા જન્માવે તેવી છે. જે રસગંગાધરકાર ઘણી જ સરળ અને સુંદર રીતે આપે છે. અતિશયોક્તિમાં તેઓ ઘણા અલંકાને તેનાં અંગ બનાવી તેનું ઘણું જ સંક્ષેપમાં નિરૂપણ કરે છે. આ માટે તેઓ “વિવેકમાં કારણ આપે છે, પણ તે બધાંને આપણે સ્વીકારી શકતા નથી. , આક્ષેપ અલકારમાં બહુ ઉપપ્રકારોમાં ન પડતાં તેઓ સાદી વ્યાખ્યા જ આપે છે. જ્યારે સહોક્તિ જેવા અલંકારને સ્વતંત્ર સ્થાન આપવામાં તેમની સૌંદર્યદષ્ટિ દેખાય છે.
જના સમયથી સંસ્કૃત કવિઓને આકર્ષતા સમાસક્તિ અલંકાર સાથેના શ્લેષના સંબંધની સુંદર અને વાજબી ચર્ચા તેઓ “વિવેક'માં કરે છે. ત્યારપછી આવતા વ્યતિરેક અલકારમાં વિશ્વનાથની જેમ અડતાલીસ કે મમ્મટની જેમ ચાવીસ પ્રકારો હેમચંદ્ર આપતા નથી. આવા પ્રભેદોનો વિસ્તાર કરવો પોતાના હેતુ માટે ગ્ય ન લાગવાથી તેઓ માત્ર આઠ જ ભેદ આપે છે, જે ઉચિત છે. અર્થાતરન્યાસ અલંકારના નિરૂપણમાં તેમની મૌલિક્તા તેમ જ ઔચિત્યદષ્ટિ દેખાઈ આવે છે, જ્યારે રમણીય એવા સસન્ટેહ અલંકારની હેમચંદ્રાચાર્યે આપેલી વ્યાખ્યા “રસગંગાધર'કાર જગન્નાથે આપી છે તેવી રમણીય તે નથી, પરંતુ તેમાં સાદાઈ અને નવીનતા તે છે જ. આ પછી અપતિ અલંકારમાં તેઓ વ્યાક્તિ અલંકારને સમાવી લે છે. તેને જુદું સ્થાન આપ્યું હોત તે યોગ્ય લેખાત. તેવી જ રીતે પર્યાય અને પરિવૃત્તિ બંનેને પરિવૃત્તિ નામના એક જ અલંકારમાં સમાવી લે છે, તેમાં પણ બહુ ઔચિત્ય દેખાતું નથી. વળી અહીં આ અલકારને સમાવવાના ઔચિત્યને સિદ્ધ કરવા જરા સરખો પ્રયાસ પણ નથી કરતા. કદાચ તેઓ સંક્ષિપ્તતાના આગ્રહને વશ થઈને જ આમ કરતા હોય. આથી કંઈક ઔચિત્યભંગ થવા છતાં પોતાનું નિરૂપણ સરળ બનવવાને તેમને યત્ન છે. વળી સોંદર્ય. દષ્ટિએ ધ્યાનપાત્ર એવા સૂક્ષ્મ અલંકારને તેઓ અનુમાનાલંકારમાં સમાવેશ કરી દે છે. વળી હેમચંદ્રાચાર્ય ઉક્તિવૈચિત્ર્ય મુજબ વિવિધ અલંકારભેદોના પ્રપંચમાં પડવા નથી ચાહતા. અને તેથી જ વિરોધ અલંકારમાં આઠ જેટલા અંલકારો મૂકી તેમણે સંક્ષેપ સાવ્યો છે. વળી છેલ્લા અલંકારોમાં તો “વિવેકમાં પણ તેઓ વિશદ ચર્ચા કરવાને બદલે ઝડપથી પ્રચલિત અલંકારો સમજાવતા જાય છે. અહીં તેઓ માત્ર જૂની પરંપરાને વળગીને અભ્યાસીઓને વધુ ને વધુ અલંકારેને ખ્યાલ આપતા જણાય છે.
અલંકારવિવેચનમાં હેમચંદ્રાચાર્યને હેતુ દિલ્માત્રાને નિર્દેશ કરવાનું જણાય છે. અહીં તેઓ અલંકારના વિવેચનને વર્ગીકરણના ખોટા વિસ્તારમાંથી બચાવ કરવા