________________
૧૩
અલ કારચૂડામણિ’ને નામે મળે છે. જ્યારે એ વ્યાખ્યાને વિશેષ સ્પષ્ટ કરવા માટે 'વિવેક' નામની ઉદાહરણ સહિતની વૃત્તિ મળે છે. આ સૂત્ર, વ્યાખ્યા ને વૃત્તિ-ત્રણેના કર્તા હેમચંદ્રાચાય છે. હેમચંદ્રાચાયે` ત્રિક્ટિશષ્ટાદ્દાપુરુષŕરત'માં દર્શાવ્યું છે તેમ ‘યોગશાસ્ત્ર’ જેવા ગ્રંથા પેાતાને માટે છે, જ્યારે અમુક ગ્રંથા સિદ્ધરાજને માટે છે તેમ આ ગ્રંથ હો’ છે. આમાં સામાન્ય અભ્યાસીઓને કાવ્યશાસ્ત્રને ખ્યાલ આપવાના હેતુ રહેલા છે. આથી જ તેમણે જુદી જુદી કક્ષાએ)ના અભ્યાસીઓને ઉપયાગી નીવડે માટે ‘સૂત્ર’ ‘સ્વોપાટીના' તેમ જ ‘વિવેચૂકાŕ' નામની વિસ્તૃત ટીકા આપી છે. આ બાબત પણ તેમના હેતુને વધુ સ્પષ્ટ કરે છે.
‘કાવ્યાનુશાસન'માં રાજા કુમારપાળને ઉલ્લેખ નથી. આથી જયસિંહ સિદ્ધરાજના જીવનકાળમાં જ ‘સિંદ્ધહેમશબ્દાનુશાસન' પછી ‘કાવ્યાનુશાસન’ની રચના થઈ હશે. આના આઠ અધ્યાયમાં કાવ્યનું પ્રયાજન, કવિની પ્રતિભા, કાવ્યના ગુણદોષ, રસ, ભાવ અને ગુણના પ્રકારા, શબ્દાલંકાર અને અર્થાલંકાર, કાવ્ય અને નાટકના પ્રકારેા જેવા વિષયાની છણાવટ પુરાગામી આલંકારિકાનાં અવતરણા સહિત કરી છે. આમાં ‘અલ કારચૂડામણિ’માં ૮૦૭ અને ‘વિવેક'માં ૮૨૫ એમ સમગ્ર ‘કાવ્યાનુશાસન'માં ૧૬૩૨ ઉદાહરણેા મળે છે. આમાં પચાસ કવિએ અને ૮૧ ગ્રંથાના નામેાલ્લેખ કરવામાં આવ્યા છે. આ દર્શાવે છે કે કળિકાળસન હેમચંદ્રાચાય પાસે વિશાળ ગ્રંથસ ંચય હતા અને ‘કાવ્યાનુશાસન’ની રચના માટે એમણે અનેક ગ્ર ંથાનું પરિશીલન કર્યું હતું. આનંદવન, અભિનવગુપ્ત, રુદ્રટ, રાજશેખર, મમ્મટ, ધન...જય વગેરે આલંકારિકાના ગ્રંથાના સિદ્ધાંતાની સંયેાજના કરીને તેમણે ‘કાવ્યાનુશાસન’ની રચના કરી છે. સર્વગ્રાહી શિક્ષાગ્રંથ બનાવવાના હેતુને લક્ષમાં રાખીને એમણે એવી કલ્પના કરી કે પહેલાં વિદ્યાથી ‘શબ્દાનુશાસન’ શીખે, કેાશનુ જ્ઞાન મેળવે અને પછી કાવ્યરચનામાં પ્રવેશ મેળવવા માટે અલંકારગ્રંથાની કેડી પર પગ મૂકે. આને કારણે એમણે પૂર્વાચાર્યાં કરતાં અલંકારની વ્યવસ્થા જુદી રીતે કરી છે. તેને વિગતે વિચાર કરીએ.
કાલક્રમે જોતાં ભરત માત્ર ચાર જ અલંકારાના વ્યાખ્યા સાથે ઉલ્લેખ કરે છે. તે પછી ‘વિષ્ણુધર્માંત્તર' પુરાણમાં એ શબ્દાલંકાર અને સાળ અર્થાલંકાર મળી કુલ અઢાર અલંકાર નજરે પડે છે. આ પછી ભટ્ટ અને ભામહ આડત્રીસ અલકારા રજૂ કરે છે, જ્યારે દંડી પાંત્રીસ અને ઉદ્ભટ એકતાળીસ અલંકારા બતાવે છે. વામન તેના ‘કાવ્યાલંકાર સૂત્રમાં તેંત્રીસ અલંકાર આપે છે, જ્યારે ધ્વનિને કાવ્યના આત્મા ગણતા આનંદવર્ધન અલંકારાને હારાયઃ ગણી તેનુ મહત્ત્વ ઘટાડી નાખે છે. ત્યાર બાદ રુદ્રઢ અઠ્ઠાવન અને મમ્મટ તા સાઠથી પણ વધુ અલંકારા આપે છે. આ પછી ગઢ જારસ રવ ના કર્તા રૂમ્યક પંચાતેર જેટલા અલકારા વ્યાખ્યા અને ઉદાહરણ સાથે રજૂ કરે છે. ઈ. સ. ૧૧૦૦માં થઈ ગયેલા રુચ્યક પછી ૬૦-૭૦ વર્ષે થયેલા હેમચંદ્ર પંચાતેર અલંકારમાંથી ઓગણત્રીસ અલકારા જ આપે છે.
આમ હેમચંદ્રાચાર્ય અલંકારના વર્ગીકરણમાં વધારે પડતા વિસ્તાર ન કરતાં વિષયને અને તેટલા સંક્ષેપમાં સમાવવા પ્રયત્ન કરે છે. તેઓ પાતે જ કહે છે, “અનાચ एवैता विद्याः स क्षेपविस्तारविवक्षया नवीनवीभवन्ति तत्तत्कर्तृ काचोच्यन्ते । "