________________
ગ્રંથની વૃત્તિમાં મળતી કુમારપાળની પ્રશસ્તિની ૧૫ ઉદાહરણું ગાથાઓ એવો " સંકેત આપે છે કે રાજવી તરીકે કુમારપાળનું વર્ચસ્વ પ્રવર્તતું હતું તે સમયે આ ગ્રંથની રચના થઈ છે. નોંધપાત્ર બાબત એ છે કે આમાં જયસિંહ સિદ્ધરાજ માટે લખેલી ગાથાઓ બહુ ઓછી છે. ચૌલુક્ય તરીકે કુમારપાળને સંબેધન કરીને એની પ્રશસ્તિ કરતાં શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે :
कासिज्जदेसलुटणकाहारराणिज्जमाणकणयाइ कासार व बुहाण अकरिम देसिचालुक्क ॥
(દે. ને, મા. ૨. ૨૮.) કાસિજજ (કાકસ્થલ નામે પ્રદેશ) દેશ લૂંટી ૫ખાલવાળાઓ મારફતે આણેલા સુવર્ણ જાણે સામાન્ય સીસાનાં પતરાં હોય, તેમ હે ચૌલુક્ય, તું વિદ્રજજનોને આપે છે.”
આ ગ્રંથના “રયણાવલિ, દેસીસસંગ્રહો, દેશનામમાલા અને દેશદસંગ્રહ જેવાં નામો મળે છે. આમાં કુલ ૩,૯૭૮ શબ્દો આપવામાં આવ્યા છે, જેમાં ૧૦૦ - તત્સમ શબ્દો, ૧૮૫૦ ગર્ભિત તદભવ શબ્દો, પ૨૮ સંશયયુક્ત તદ્દભવ શબ્દો અને ૧૫૦૦ દેશી શબ્દો છે.૧૮ “દેશીનામમાલા’નું સંશોધન સૌ પ્રથમ છે. બુલ્ડરે કર્યું. કળિકાળ- * સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની પાસે અનેક દેશ્ય કોશ હતા અને એ કોશનો ઉંલ્લેખ એની વૃત્તિમાં મળે છે. આમ છતાં અત્યારે તે હેમચંદ્રાચાર્યને ‘દેશીનામમાલા એ એક જ સારો કોશ ગણી શકાય. કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે “દેશીનામમાલા'માં અભિમાનચિહ્ન, ગોપાલ, દેવરાજ, દ્રોણ, ધનપાલ, પાદલિપ્તાચાર્ય, રાહુલ અને શીલાંક જેવા કોશકારેનો ઉલ્લેખ કર્યો છે. પ્રાકૃત ભાષામાં વપરાતા દેશ્ય શબ્દોના અર્થનિર્ણય માટે આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે. આ કૃતિની રચના દ્વારા હેમચંદ્રાચાર્યે એકલે હાથે એક નવા યુગનો આરંભ કર્યો. આ ઉદેશીનામમાલા મારફતે કેટલાક ગુજરાતી શબ્દોની પ્રાચીનતા પણ સિદ્ધ થાય તેમ છે. આથી ગુજરાતી ભાષાના અભ્યાસીને માટે એનું પરિશીલન શબ્દો ૧૮ અંગે નવી ક્ષિતિજો ઉઘાડનારું બની રહે. * આ ગ્રંથ તુલનાત્મક ભાષાશાસ્ત્રીઓને માટે પણ મૂલ્યવાન બને છે. શબ્દોનું વ્યાપક સંકલન અને સાહિત્યસૌંદર્ય ધરાવતાં ઉદાહરણથી ધ્યાન ખેંચતા આ કોશનું એ રીતે એતિહાસિક, સાંસ્કૃતિક અને ભાષાશાસ્ત્રીય મહત્ત્વ છે.
શબ્દશાસ્ત્ર અને કેશની રચના કર્યા બાદ કાળિકાળસર્વજ્ઞની દૃષ્ટિ કાવ્યશાસ્ત્ર તરફ વિળી. સંસ્કૃત અલંકારગ્રંથોની પરંપરામાં હેમચંદ્રાચાર્ય “કાવ્યાનુશાસન'ની રચના કરી. કાવ્યાનુશાસન'ના મુખ્ય ત્રણ ભાગ છે. એક સૂત્ર, બીજી વ્યાખ્યા અને ત્રીજી વૃત્તિ. આઠ અધ્યાયમાં લખાયેલા આ ગ્રંથમાં કુલ ૨૦૮ સૂત્રો છે, સૂત્રોની વ્યાખ્યા કરનારી ચર્ચા * જેમાંનાં કેટલાંક શબ્દો જોઈએ
૩૪ = ઊંડું, રૂત્યુટ = ઊલટું, ૩થ–ા = ઊથલે, ગરધર' = ઘાઘરો. 1 = ખોડો, રહેવમો = ખભે, ટૂઢ = ઓઢણી, સહી = ઉધઈ, સંદીર = ગડેરી, વિડિનર = ખીજ, ટ્ટિો ખાટકી ફરી = ઉકરડી, કરિો = અડદ, લ = ખડકી, જો = ગઢ