________________
, પુષ્ટ ૮૪: મળે છે. આમાંથી ગુજરાતી ભાષામાં નીસરણી, પુલાવ, ટાગો જેવા શબ્દો ઊતરી આવ્યાનું વિચારી શકાય. આ ગ્રંથ પર અને રાજૌનહી નામની ટીકા મળે છે. એના પ્રથમ કાંડની પુપિકા જોતાં એમ લાગે કે આની રચના ખુદ હેમચંદ્રાચાર્યો કરી છેપરંતુ એના બીજા કાંડની ટીકાને અંતે મળતા કેટલાક પમ્પિકલાકમાં લખ્યું છે :
'श्रीहेमसूरिशिष्येण श्रीमन्महेन्द्रसूरिणा ।
भक्तिनिष्ठेन टीकैषा तन्नाम्नैव प्रतिष्ठिता ॥' આ લેક પરથી એ સ્પષ્ટ થાય છે કે હેમચંદ્રાચાર્યના શિષ્ય મહેન્દ્રસૂરિએ આ ટીકા લખી છે અને ભક્તિપૂર્વક પોતાના ગુરુના નામ પર ચડાવી દીધી હતી.
હેમચંદ્રાચાર્યની કોશપ્રવૃત્તિનું અંતિમ ફળ છે નિઘંટુશે.” “અભિધાનચિંતામણિ, અનેકાર્થસંગ્રહ’ જેવા સંસ્કૃત કોશ અને “દેશીનામમાળા' જેવા દેશ્ય ભાષાના કોશની રચના કર્યા પછી હેમચંદ્રાચાર્યે નિઘંટુ'ની રચના કરી. “અનેકાથસંગ્રહ’ની ટીકામાં મહેન્દ્રસૂરિએ એવો ઉલ્લેખ કર્યો છે કે પોતાના ગુરુ હેમચંદ્રાચાર્ય પાસે વિશાળ ગ્રંથસંગ્રહ હતો અને તેમાં ધવંતરિને “નિઘંટુ' ગ્રંથ પણ હતો. “ર્ઘિટશેષ’ના છ કાંડ મળે છે અને આ એક પ્રકારને વૈદકશાસ્ત્રને માટે ઉપયોગી એવો વનસ્પતિકોશ છે. આ કોશ છ કાંડમાં વહેચાયેલો છે અને તેની કુલ શ્લોકસંખ્યા ૩૯૬ છે. આ કોશમાં વૃક્ષ, ગુલ્મ, લતા, શાક, તૃણ અને ધાન્ય એમ છ કાંડ છે. ક્રમશઃ કાંડના શ્લોકોની સંખ્યા ઓછી થતી જાય છે. પ્રથમ વૃક્ષા ની ગ્લેકસંખ્યા ૧૮૧, દ્વિતીય મુહમwTv :ની સંખ્યા ૧૦૫, તૃતીય હતાઇe:ની શ્લોકસંખ્યા ૪૪, ચતુર્થ રાજા ની લૈકસંખ્યા ૩૪. પાંચમા તબક્કાની શ્લોકસંખ્યા ૧૭ અને છઠ્ઠા ધાન્ચાઇ ની શ્લોકસંખ્યા ૧૫ છે. હેમચંદ્રાચાર્યના બીજા કોશો જેટલે આ શબ્દકેશ જાણીતો બન્યો નથી.
- ત્રણ સંસ્કૃત કોશોની રચના દ્વારા હેમચંદ્રાચાર્યે સંસ્કૃત શબ્દશાસ્ત્રને વ્યાપમાં લેવા પ્રયાસ કર્યો છે. કોશરચના પાછળ ગુજરાતના સરસ્વતીપૂજકને સહાયરૂપ થવાની એમની ભાવના તરવરે છે. વળી ધન્વતરિ, વ્યાડિ અને ધનપાલની કોશે કાળક્રમે નષ્ટ થયા. પરંતુ એનું દહન આજે હેમચંદ્રાચાર્યના કોશ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. એ દષ્ટિએ પણ આ શબ્દકોશનું મહત્ત્વ છે.
- “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'ના આઠમા અધ્યાયમાં મળતા પ્રાકૃત વ્યાકરણને લક્ષમાં રાખીને હેમચંદ્રાચાર્યે “દેશીનામમાલા'ની રચના કરી. વ્યાકરણના યિમાનુસાર શબ્દો સિદ્ધ થતા ન હોય તેમ છતાં ભાષામાં પ્રયોજાતા હોય એવા શબ્દોને હેમચંદ્રાચાર્યું દેશીનામમાલા'માં સંગ્રહ કર્યો. સંસ્કૃત કે પ્રાકૃત સાથે સંબંધ ન ધરાવતા દેશ્ય ભાષાએના શબ્દસંગ્રહ ઉપરાંત સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં કાલગ્રસ્ત અથવા તે તદ્દન અપરિચિત બની ગયેલા શબ્દો પણ આમાં સંગ્રહ પામ્યા છે. વળી જેના મૂળ વિશે સંશય હોય તેવા કેટલાક શબ્દોનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ ૭૮૩ ગાથામાં લગભગ ૩,૯૭૮ શબ્દો આ કોશમાં સંગ્રહિત થયા છે.