________________
અને છઠ્ઠામાં સર્વસામાન્ય એવા એક-અર્થવાચી શબ્દોનો સંગ્રહ છે. આમાં યૌગિક, મિત્ર અને રૂઢ શબ્દો સ્પષ્ટ કર્યા છે. કોશના આરંભના થકમાં પિતાની આ યોજના વિશે હેમચંદ્રાચાર્ય કહે છે
‘નખથા તઃ સિતારાનુરાસનઃ |
रूढयौगिकमिश्राणां नाम्नां मालां तनोम्यहम् ॥ “અહું તને નમસ્કાર કરીને પાંચેય અંગ સહિત શબ્દાનુશાસન પ્રતિષ્ઠા પામ્યા પછી, રૂઢ વ્યુત્પત્તિસિદ્ધ અને મિશ્ર નામની માલાને હું વિસ્તારું છું.
શબ્દશાસ્ત્ર માટે ઉપયોગી એવો આ ગ્રંથ અર્વાચીન દશ્ય ભાષાના અભ્યાસ માટે એટલે જ આવશ્યક છે. વળી એને સંપૂર્ણ બનાવવા માટે હેમચંદ્રાચાર્યે એમાં છેક સુધી ઉમેરા અને સુધારા કર્યા છે. સંસ્કૃત ભાષાના વિદ્વાનોમાં “અભિધાનચિંતામણિને આદર પ્રાપ્ત થયો. અતિહાસિક દૃષ્ટિએ આમાંથી ઘણી સામગ્રી પ્રાપ્ત થાય તેમ છે. આના ઉદાહરણ રૂપે આમાંથી મળતી ઋતુઓ અને તોલમાપ વિશેની માહિતી ઘણી રસપ્રદ છે. ભારતીય સમાજમાં વર્ણસંકરતાની વિગત પણ આમાંથી મળે છે. જેમ કે પિતા બ્રાહ્મણ અને માતા ક્ષત્રિય હોય તો એના સંતાનની જાતિ “મૂર્વાસિત્ત કહેવાય. એ જ રીતે પિતા શદ્ર અને માતા બ્રાહ્મણી હોય તો સંતાનની જાતિ “વાંજ' કહેવાય. આ રીતે સમાજશાસ્ત્રીય અભ્યાસ માટે પણ આ કોશમાંથી મળતી સામગ્રી ઉપયોગી બની '. રહે છે. વળી આમાંના કેટલાક શબ્દો આધુનિક ભાષામાં ઉતરી આવેલા હોવાથી પણ આ કેશ મહત્ત્વનો ગણાય. હેમચંદ્રાચાર્ય શબ્દજ્ઞાનનું મહત્ત્વ જાણતા હોવાથી એમણે આવો વિશાળ પર્યાયવાચી કેશ તૈયાર કર્યો. એમણે પોતે આ કોશમાં એક સ્થળે નોંધ્યું છેઃ
‘વકતૃત્વ જ વિવું ૨ વિદ્રત્તા : ૪ વિતુ: |
રાજ્ઞાનાતે તને ઝૂમણુપતે | બુધજન વકતૃત્વ અને કવિત્વને વિદ્વત્તાના ફળરૂપે જણાવે છે; પણ એ બે શબ્દજ્ઞાન - વિના સિદ્ધ થઈ શકતા નથી.”
અભિધાનચિંતામણિ પછી શબ્દજ્ઞાનની મહત્તા જાણનારા હેમચંદ્રાચાર્યે “અનેકાર્થ સંગ્રહ'ની રચના કરી. “અભિધાનચિંતામણિમાં એક અર્થના અનેક શબ્દોનો કેશ આપવામાં આવ્યો હતો. જ્યારે “અનેકાર્થસંગ્રહમાં એક શબ્દના અનેક અર્થનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ કે, જજ નો અર્થ બ્રહ્મા, આત્મા, રવિ, મયૂર, અગ્નિ, યમ અને વાયુ થાય છે. આ દષ્ટિએ “અભિધાનચિંતામણિ” અને “અનેકાર્થસંગ્રહ” પરસ્પરના પૂરક ગણાય. સાત કાંડમાં વહેંચાયેલા આ કેશની કુલ બ્લોકસંખ્યા ૧૮૨૯ છે. એના છ કાંડમાં ૧૭૬૯ ક મળે છે. અને એ પછી સાત અવ્યયકાંડ મળે છે. આ સાઠ લેકના અવયકાંડને “અને કાર્યશેષ તરીકે ઉમેરવામાં આવ્યું છે. “અભિધાનચિંતામણિ'માં પણ છેલે “શેષ' ઉમેરવામાં આવ્યો હતો તે મુજબ અહીં પણ આવું છેલ્લે ઉમેરણ મળે છે. આ ગ્રંથમાં મળતા કેટલાય શબ્દો અર્વાચીન ભાષામાં ઊતરી આવ્યા છે. ગુજરાતી ભાષાના અભ્યાસીઓને પણ આ ગ્રંથને શબ્દો ઘણી સામગ્રી પૂરી પાડે તેમ છે. “અનેકાર્થસંગ્રહમાં