SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ થયા હતા, પરંતુ પાણિનિના વ્યાકરણે એક પરંપરા સ્થાપી એમાં કાત્યાયન કે પતંજલિએ સંશોધન–ઉમેરણ કર્યું, પરંતુ પાણિનિની વૈયાકરણ તરીકેની પ્રતિષ્ઠા તો સદીઓથી અક્ષત રહી. સંસ્કૃત ભાષાના અંતિમ વ્યાકરણશાસ્ત્રી બન્યા આચાર્ય હેમચંદ્રાચાર્ય. સંસ્કૃત વ્યાકરણ પરંપરામાં એમના પ્રદાનને કારણે હૈમસંપ્રદાય ઊભો થયો. એમના વ્યાકરણનો ઉત્તરકાલીન જૈન વ્યાકરણ પર વિશેષ પ્રભાવ દૃષ્ટિગોચર થાય છે. વેતામ્બર સંપ્રદાયના કેટલાક આચાર્યોએ હેમચંદ્રાચાર્યના વ્યાકરણને આધારે અનેક ગ્રંથની રચના કરી છે. આવા આઠથી દસ વ્યાખ્યાકાર મળે છે.૧૫ અપભ્રંશ વ્યાકરણ તે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું ચિરકાલીન મહત્ત્વ ધરાવતું પ્રદાન ગણાશે. “શબ્દાનુશાસનના આઠમા અધ્યાયના પ્રાકૃત વ્યાકરણમાં હેમચંદ્રાચાર્યું મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકા પૈશાચી અને અપભ્રંશ એમ છે ભાષાએની ચર્ચા કરી છે. અપભ્રંશ વિભાગમાં નાંધેલા દુહાઓનું વૈવિધ્ય આકર્ષક છે. અપભ્રંશનાં સૂની વૃત્તિમાં લગભગ ૧૭૭ દુહાઓ હેમચંદ્રાચાર્યે નોંધ્યા છે, જેમાં ઉપ- - દેશાત્મક, વીરરસપ્રધાન, પરાણિક, શૃંગારરસપ્રધાન અને જૈન ધર્મને લગતા દુહાઓ મળે છે. આ દુહાઓમાંના કેટલાક લોકોક્તિ રૂપે ઊતરેલા છે. આ અપભ્રંશ દુહાઓ છેક ગુજરાતી ભાષા સુધી ઊતરી આવ્યા છે. અપભ્રંશ દુહાનું અર્વાચીન ભાષામાં કેવું રૂપાંતર થયું છે એની તપાસ સંશોધન માટે રસપ્રદ વિષય બને તેમ છે. આઠમા અધ્યાયમાં હેમચંદ્રાચાર્ય એક અપભ્રંશ દુહા ટાંકે છે 'वायसु उड्डावतिअए पिउ दिदुउ सहस-त्ति । अद्धा वलया महिहि गय अद्धा कुट्ट 'तड'-त्ति ॥ १६ . લાંબા સમયથી પ્રેયસી વિરહ અનુભવતી હતી, તેને દેહ પણ ક્ષીણ બની ગયો હતો. આવી વિરહાકલ સ્ત્રી કાગડાને ઉડાડવા જતી હતી ત્યાં જ એકાએક એના પતિને આવતા જે. ચિરવિરહિણી પર એની કેવી અસર થઈ ? અડધાં વલય જમીન પર પડી ગયાં, વિરહને કારણે હાથ દુર્બળ બની ગયું હતું માટે. જ્યારે અડધાં તડ. દઈને તૂટી ગયાં, પ્રિયતમનાં દર્શનથી આનંદિત થયેલી વિરહિણીનું કાંડું ફૂલી ગયું માટે લેકભાષામાં મળતા દુહાઓમાં આનાં બે રૂપાંતર મળે છે. એનું એક સામાન્ય - રૂપાંતર આ છે – કામન કાગ ઊડાવતી, પિયુ આયો ઝબકાં; આધી ચૂડી કર લાગી, આધી ગઈ તડકાં, આ જ દુહાનું એક બીજું ચમત્કૃતિપૂર્ણ રૂપાંતર મળે છે. એમાં અડધી ચૂડીઓ વિરહને કારણે ક્ષીણદેહ થવાથી જમીન પર પડી ગઈ એવું દર્શાવવાને બદલે કવિએ દર્શાવ્યું છે કે અડધી કાગડાના ગળામાં પરોવાઈ ગઈ. બાકીની અડધી ચૂડીઓ ભાંગીને ભોંય પર પડી. કાગ ઊડાવણ ધણ ખડી, આયે પીવ ભડ; આધી ચૂડી કાગ-ગલ, આધી ભંય તડ !
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy