________________
પ્રયાસ કર્યો છે. એક વર્ષમાં આ વ્યાકરણનાં સૂત્રો અને લઘુત્તિ તેમણે રચ્યાં હશે. એની બૃહત્તિ અને બીજા અંગેનું નિર્માણ એમણે પછીથી કર્યું હશે. મૂળસૂત્ર, ધાતુ, ગણપાઠ, ઉણાદિ પ્રત્યય અને લિંગાનુશાસન–એમ પંચાંગી વ્યાકરણની રચના એમણે સવા લાખ લોકમાં કરી હતી. મેરૂતુંગાચાર્યું પણ ખેંચ્યું છે કે હેમચંદ્રાચાર્યે આ વ્યાકરણ સવા લાખ લોકેનું રહ્યું હતું.
આ વ્યાકરણમાં આઠ અધ્યાય છે. એની કુલ સૂત્રસંખ્યા ૪૬૮૫ છે. પ્રાકૃત વ્યાકરણને લગતાં સૂત્રો બાદ કરીએ તે સંસ્કૃત વ્યાકરણનાં ૩૫૬૬ સૂત્રો મળે છે. આ વ્યાકરણગ્રંથના આઠમા અધ્યાયમાં મળતી પ્રાકૃત અને અપભ્રંશની ચર્ચા એ આ ગ્રંથની અભ્યાસીઓને આકર્ષતી વિશેષતા છે. જેમ પાણિનિએ “અષ્ટાધ્યાયી' નામની સર્વોત્કૃષ્ટ વ્યાકરણમાં વૈદિક વ્યાકરણ પ્રર્યું છે, એ જ રીતે હેમચંદ્રાચાર્યે “સિદ્ધહેમ'ના આઠમાં અધ્યાયમાં પ્રાકૃત અને અપભ્રંશ–પ્રાચીન ગુજરાતી ભાષાનું વ્યાકરણ જેવું છે. એમનું પ્રાકૃત વ્યાકરણ બધાં પ્રાકૃત વ્યાકરણમાં વધુ પૂર્ણ અને વ્યવસ્થિત છે એમના અપભ્રંશ વ્યાકરણે અપભ્રંશ સાહિત્યની રસસમૃદ્ધિનો ખરેખરો પરિચય કરાવ્યો. આ વ્યાકરણ સંક્ષિપ્ત હોવા છતાં એમાં બધાં અંગોનો સમાવેશ થયો છે. આમ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું સિદ્ધહેમ' જેવું વ્યાકરણ એ પછી અદ્યાપિ લખાયું નથી. અભ્યાસીને અનુકૂળ એવી આની વિષયઠવણી અને પરિભાષાને કારણે એફ. કિલહોર્ન (F. Keeilhorn) આને The best grammar of the Indian middle ages કહે છે.૧૧ પ્રાચીન ભાષાએના પ્રત્યેક અભ્યાસીને માટે “સિદ્ધહેમ' અનિવાર્ય પ્રવેશદ્વાર ગણાય. આ વ્યાકરણે રાજા સિદ્ધરાજ અને આચાર્ય હેમચંદ્રની અક્ષરકીતિ સમગ્ર દેશમાં પ્રસરાવી. આ વ્યાકરણને હાથી પર અંબાડીમાં મૂકીને ધામધુમથી પાટણમાં એની શોભાયાત્રા કાઢતામાં આવી હતી. એ રીતે ગુજરાતમાં વિદ્યાપ્રતિષ્ઠાને પ્રારંભ થયો. સિદ્ધરાજે રાજ્યના ત્રણ લહિયા રોકીને આની અનેક પ્રતિલિપિઓ તૈયાર કરાવી એટલું જ નહિ પરંતુ અંગ, બંગ, કેકણ, કર્ણાટક તેમજ કાશ્મીર સુધી આખા દેશમાં તેમ જ નેપાળ, શ્રીલંકા અને ઈરાન જેવા દૂર દૂરના દેશમાં એની પ્રતિલિપિઓ મોકલાવી. ગુજરાતી વિદ્વત્તાની જ્ઞાત એમ એવી સુંદર રીતે પ્રગટી કે એનો પ્રકાશ પહેલીવાર દેશના સીમાડાઓને વીંધીને દેશપાર ગયે. વાણિજયમાં દેશાવર ખેડનાર ગુજરાતે જ્ઞાનપ્રસારમાં પહેલીવાર દેશાવર ખેડવ્યો. આ ગ્રંથ પર વિદ્યાધરગણિ દેવાનંદ અને વાયટગીય અમરચંદ્રસૂરિએ રચનાઓ કરી છે. “સિદ્ધહેમ'ની રચના પછી લગભગ ત્રણ વર્ષ બાદ વિ. સં. ૧૮૯૨ માં જિનમંડનગણિએ એમના “કુમારપાળ પ્રબંધમાં શબ્દસમુદ્રની પારગામી હેમચંદ્રાચાર્યે એટલાએ આવું શબ્દાનુશાસન રચ્યું. તેમની મતિની કઈ રીતે સ્તુતિ કરીએ ?૧૧ એમ કહીને હેમચંદ્રના વ્યાકરણની પ્રશસ્તિરૂપે પિતાના સમયમાં ચાલતી ઉક્તિને નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે :
भ्रातः पाणिनि सवृणु प्रलपित' कातंत्रकथाकथा, मा कार्षीः कटु शाकटायनवयः क्षुद्रेण चाद्रेण किम् ? । कः कंठाभरणादिभिव लरयत्यात्मानमन्यैरपि
श्रूयन्ते यदि तावदर्थ मधुराः श्रीसिद्धहेमोक्तयः ॥१॥ ભાઈ પાણિનિ ! તારા અપલા૫ બંધ કર. વરરુચિ ! તારું કાતંત્ર વ્યાકરણ કંથા જેવું છે એટલે તેને તે શું કહું ? શાકટાય ! તારાં કડવાં વચન કાઢીશ જ નહિ