________________
નવું વ્યાકરણ કમ્યું; નવું છંદશાસ્ત્ર રચ્યું; દયાશ્રય મહાકાવ્ય અને અલંકારશાસ્ત્રને વિસ્તાર્યા અને નવાં જ પ્રકટ કર્યા, શ્રીગશાસ્ત્રને પણ નવું રચ્યું; નવા તર્કશાસ્ત્રને જન્મ આપ્યો; જિનવરોનાં ચરિત્રોનો નવો ગ્રંથ રચ્યો; કઈ કઈ રીતે શ્રી હેમચંદ્રાચાર્યે અજ્ઞાનને દૂર કર્યું નથી ...૯
ગ્રંથભંડારમાં કાળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની અનેક કૃતિઓ મળે છે. આ કૃતિઓની વિશ્વસનીયતાના નિર્ધારણમાં કર્તાએ પોતે કેટલીક કૃતિઓને અંતે કરેલ ઉલ્લેખો સહાયક બને છે. વળી એ પછી તેમપ્રભાચાય અને પ્રભાચંદ્ર એમની કૃતિઓના ઉલ્લેખ આપ્યા છે. ગુજરાતી સાહિત્યના પરોઢને ઝાંખો પ્રકાશ “સિદ્ધહેમશબ્દાનુશાને સૌપ્રથમ દર્શાવ્યો. હેમચંદ્રાચાર્યની વિપુલ સાહિત્યરચનાની ગંગોત્રીનો પ્રારંભ ગુજરાતની અસ્મિતા અને સંસ્કારિતા જગાડનારી એક ઘટનાના પ્રતિભાવમાંથી થયો. જયસિંહ સિદ્ધરાજ માલવપતિ શ્રી યશોવર્માને હરાવી, ધારાનગરીને વંસ કરી, તેને અમૂલ્ય ગ્રંથભંડાર પાટણમાં લાવ્યા. આ ગ્રંથભંડારમાં ભેજરાજવિરચિત “સરસ્વતીકંઠાભરણ” નામના વ્યાકરણગ્રંથ પર સિદ્ધરાજની દૃષ્ટિ પડી. વિશેષ તપાસ કરતાં એને જાણવા મળ્યું કે પોતે જે પ્રદેશને પરાજિત કર્યો છે એ પ્રદેશના ભેજનું વ્યાકરણ જ એના રાજ્યમાં ભણાવાતું હતું. ભોજરાજની વિદ્વત્તાની પ્રશસાએ સિદ્ધરાજને એના માત્ર પ્રદેશવિજયની લઘુતા દેખાડી. આ સમયે ભેજના વ્યાકરણ કરતાં ચડિયાતું વ્યાકરણ રચી શકે તેવા સમર્થ શક્તિશાળી હેમચંદ્રાચાર્ય જ હતા. વિ. સં.. ૧૧૯૩માં એમને આ વ્યાકરણ લખવાનું સોંપાયું. તે માટે સિદ્ધરાજે ઠેરઠેરથી હસ્તપ્રતો મંગાવી. છેક કાશ્મીરથી આઠ વ્યાકરણે મંગાવ્યાં. આ વ્યાકરણની મદદથી અને સ્વ-પ્રતિભાથી કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે “સિદ્ધહેમશબ્દાનુશાસન' નામના વ્યાકરણની રચના કરી. સિદ્ધરાજની વિનંતીથી આ વ્યાકરણ રચાયું હોવાથી પ્રથમ એનું નામ જોડીને નામાભિધાન કર્યું. અગાઉના વ્યાકરણગ્રંથોમાં અતિવિસ્તાર, દુર્બોધતા અને ક્રમભંગ -એ ત્રણ દોષો જોવા મળતા, હતા. હેમચંદ્રાચાર્ય આ વ્યાકરણની રચનામાં સંક્ષેપ, સુગમતા અને ક્રમબદ્ધ આયોજન રાખીને એ ત્રણે દોષથી મુક્ત રહ્યા. આ વ્યાકરણગ્રંથની બીજી વિશેષતા એ છે કે એનાં પાંચેય અંગે * હેમચંદ્રાચાર્યે પોતે લખ્યાં છે. બીજી વૈયાકરણએ વ્યાકરણુસૂત્ર અને બહુ બહુ તે તેના ઉપરની વૃત્તિની રચના કરી છે. વ્યાકરણનાં અન્ય અંગેની રચના તે અનુગામીઓ * કરે એવી પરિપાટી હતી. હેમચંદ્રાચાર્યે આ પાંચેય અંગેની રચના પોતે કરીને પાણિનિ, ભોજી દીક્ષિત અને ભદિ એ ત્રણેય વૈયાકરણોનું કામ એકલે હાથે કર્યું. એમના આ વ્યાકરણગ્રંથે વર્ધમાનસૂરિ અને બુદ્ધિસાગરસૂરિજીના વ્યાકરણગ્રંથોને વિસ્કૃત કરી દીધા. પાણિનિના સંસ્કૃત વ્યાકરણ પછીનું એક બીજું નોંધપાત્ર વ્યાકરણ તે “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન’ ગણાય છે. પાણિનિનાં સૂત્રોની યોજના કરતાં હેમચંદ્રાચાર્યનાં સૂત્રોની
જનામાં અભ્યાસકને તે સુગમ થાય તેનો ખ્યાલ રખાય છે. અભ્યાસ અર્થે ગ્રંથ રચવાનો - ઉદેશ હોવાથી જ જ્યાં પૂર્વાચાર્યનાં સૂત્રોથી કામ ચાલ્યું ત્યાં એ જ સૂત્રો તેમણે કાયમ રાખ્યાં છે. આથી શાકટાયન અને હેમચંદ્રાચાર્યનાં સૂત્રોમાં મોટું સામ્ય જોવા મળે છે. જ્યાં દોષ, ત્રુટિ કે દુર્બોધતા દેખાય ત્યાં મૌલિક ઉમેરણથી સૂત્રોને સુગ્રાહ્ય બનાવવાનો
વ્યાકરણનાં પાંચ અંગો તેઃ (૧) સૂત્રપાઠ, (૨) ઉણાદિગણુસૂત્ર; (૩) લિંગાનુશાસન (૪) ધાતુપરાયણ, અને (૫) ગણપાઠ.