________________
કે હતા. સિદ્ધરાજની જ્ઞાનોપાસના અને કુમારપાળની સંસ્કારપ્રિયતાના તેઓ વિધાયક બન્યા
હતા. રાજા વિક્રમ અને કવિ કાલિદાસ અથવા તો રાજા ભેજ અને કવિ ધનપાલ સાથે સિદ્ધરાજકુમારપાળ અને હેમચંદ્રાચાર્યની જેડીની સરખામણી કરવી યોગ્ય નથી. રાજા સાથેના એમના સંબંધની તુલના તે ઘણે અંશે સ્વામી રામદાસ અને છત્રપતિ શિવાજી સાથે થઈ શકે.
સિદ્ધરાજ અને કુમારપાળની મદદથી હેમચંદ્રાચાર્યને જૂના ગ્રંથની ઘણી હસ્તપ્રતો સાંપડી. હેમચંદ્રાચાર્યના આ કાર્યમાં રામચંદ્ર, ગુણચંદ્ર અને મહેન્દ્ર જેવા વિદ્વાન શિષ્યોને સમુદાય એમને સહાયક થયે હતો. વિદ્યોપાસનાનું કેવું ભવ્ય વાતાવરણ એ સમયે રચાયું હશે એની કલ્પના જ રોમાંચકારી લાગે છે. એમના ગ્રંથની લહિયાઓ પાસે અસંખ્ય પ્રતિલિપિઓ કરાવવામાં આવી હતી અને એ પ્રતિલિપિઓને ભારતના અનેક ગ્રંથભંડારમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ કારણે જ તેમના જીવનકાળમાં જ લખાયેલી કેટલીક પ્રતિલિપિઓ આજે પણ ઉપલબ્ધ થાય છે. એ પછીનાં : નવસો વર્ષના દીર્ધકાળમાં આ ગ્રંથની પ્રતિલિપિઓ થતી રહી છે. આજે ભાગ્યે જ કઈ એવો જૈન ગ્રંથભંડાર હશે, જ્યાં હેમચંદ્રાચાર્યને કોઈ ને કોઈ ગ્રંથની પ્રતિલિપિ ન હોય.
હેમચંદ્રાચાર્યના ગ્રંથોનો અભ્યાસ કરતાં પૂર્વે ગ્રંથરચનાનો હેતુ કે ઉદ્દેશ જેવો જરૂરી બનશે. આ નિઃસ્પૃહી સાધુને કવિયશ મેળવવાની તે કલ્પના જ ક્યાંથી હોય? - યશ, અર્થ કે નામનાથી તે સાધુતાના શિખર સમા આ ગ્રંથકાર પર હોય. એ જ રીતે ગ્રંથરચના પાછળ વિતા કે પાંડિત્યના પ્રદર્શનને પણ આશય ન હોય. હેમચંદ્રાચાર્યને હેતુ તે વિદ્યાસેવીઓને સુગમ અને સુબોધ બને એ રીતે ભિન્ન ભિન્ન વિષયનું સર્વાગીણ અને સારભૂત આકલન કરવાનું હતું. આમાં જે અવ્યવસ્થિત હતું અને એમણે વ્યવરિથત કર્યું.
જ્યાં ક્ષતિ હતી ત્યાં તેનું નિવારણ કર્યું. લોકકંઠમાં હતું એને લિપિબદ્ધ કર્યું. પુસ્તકમાં હતું તેનું આલન કર્યું. વેદસ્થ વિચારેનું દહન કર્યું. આ રીતે કાવ્ય રચીને કવિ બનવું કે કઠિન ગ્રંથો લખીને વિદ્યાગર્વ ધારણ કરે તેવા કોઈ હેતુને બદલે હેમચંદ્રાચાર્યે વિદ્યાપ્રીતિથી પ્રેરાઈને લોકસંગ્રહ અર્થે પોતાની સઘળી શક્તિ કામે લગાડી હતી. તેમણે યથા અવકાશ સ્વતંત્ર વિચાર કે મૌલિક ચિંતન પણ આપ્યું છે. આ ઉદ્દેશને લક્ષમાં રાખ્યા વગર કળિકાળને સર્વજ્ઞના ગ્રંથોનો અભ્યાસ કરનાર ભૂલથી એવો આક્ષેપ કરી બેસે કે એમણે તે પૂર્વગ્રંથેમાંથી ઉતારા જ કર્યા છે. જોકે છેલ્લા આઠ-નવ સૈકાઓથી એમના ગ્રંથોના અવિરત પઠન-પાઠન પરથી એમના વિદ્યાકીય પુરુષાર્થનું સાફલ્ય પ્રગટ થાય છે. પ્રાચીન ઇતિહાસમાં કે હેમચંદ્રાચાર્યની પૂર્વે આટલા વિભિન્ન વિષયો પર સળંગ શાસ્ત્રીય અને અભ્યાસપૂર્ણ ગ્રંથ આપનાર હેમચંદ્રાચાર્ય જેવી ભાગ્યે જ કોઈ વિરલ પ્રતિભા મળી આવશે. એ જ્ઞાનયોતિએ દૂર કરેલા અજ્ઞાનના અંધકાર વિશે શ્રી સોમપ્રભાચાર્ય કહે છે
क्लुप्त व्याकरण नव विरचित छदो नव द्वयाश्रयालकारौ प्रथितौ नवौ प्रकटित श्रीयोगशास्त्र' नवम् ।
तर्क: संजनितो नवो जिनवरादीनां चरित्र' नव . વટ્ટ' ન ર ન ન વિધિના મે તો સૂરતઃ છે.