SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ આ ખાસિયત વિશદ ભાષા, પ્રાસાદિક શૈલી અને વિષયને સર્વગ્રાહી પરિચય આપતા મીમાંસાગ્રંથોમાં ખાસ ધ્યાન ખેંચે છે. 'સિદ્ધહેમ શબ્દાનુશાસન', દ્વયાશ્રય” મહાકાવ્ય કે ત્રિષષ્ઠિશલાકા પુરુષચરિત' જેવા વિશાળકાય ગ્રંથે તે એમના પ્રતિભાસ્થંભ જેવા છે, પણ અન્યયોગવ્યવચ્છેદ દ્વાચિંશિકા' જેવા બત્રીસ શ્લોકના નાના સ્તુતિકાવ્યમાં પણ એમની પ્રતિભાના સ્ફલિંગને સ્પર્શ થયા વિના રહેતી નથી. ગુજરાતની ભૂખીસકી ભૂમિ પર હેમચંદ્રાચાર્યો આમ સરસ્વતીનો ધોધ વહેવડાવ્યો અને ભવિષ્યમાં ઊઘડનારી ગુજરાતી ભાષાનાં બીજને તત્કાલીન બેલાતી ભાષાના જલસિંચન સાથે જ્ઞાન, વિદ્વત્તા, શાસ્ત્રીયતાનો પટ ચડાવ્યો એ મોટા સદભાગ્યની વાત છે. મૈત્રક વંશનો રાજા ગુહસેન સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ એમ ત્રણેય ભાષામાં રચના કરતા હતા તેવા ઉલેખા સાંપડે છે. હેમચંદ્રાચાર્યના આ ત્રણે ભાષામાં રચાયેલા ગ્રંથ તે મળે છે, પણ, એથીયે વિશેષ તેમણે આ ત્રણેય ભાષાના કોશ અને વ્યાકરણ રચીને અનન્ય અભ્યાસ સાધન સુલભ કરી આપ્યું. આને પરિણામે જેનેતર વિદ્વાનોમાં પણ હેમચંદ્રાચાર્યની કૃતિઓ આદર પામી. છંદશાસ્ત્રના ટીકાકાર હલાયુધ જેવા તો હેમચંદ્રાચાર્યની કૃતિઓના સીધેસીધા ગ્રંથસંદર્ભે જ ટાંકે છે. સિદ્ધરાજનું શૌર્ય અને કુમારપાળની સંસ્કારપ્રિયતા હેમચંદ્રાચાર્યની સાધુતાની જેતથી વધુ પ્રકાશિત બની. હેમચંદ્રાચાર્ય વિના સેલંકીયુગના સુવર્ણકાળના સીમાડા માત્ર પ્રજાની ભૌતિક સિદ્ધિ-સમૃદ્ધિ સુધી જ સીમિત રહેત. જ્ઞાન અને સંસ્કારના સમન્વયરૂપ શીલ વિકસ્યું હોત કે કેમ એ પ્રશ્ન છે. વિદ્યાનું તેજ રાજાઓની આંખમાં આંજીને પ્રજાજીવનનાં સર્વ ક્ષેત્રોને એ તેજથી પ્રકાશિત બનાવનાર સમર્થ સંસ્કૃતિપુરુષ તે હેમચંદ્રાચાર્ય. સાહિત્ય અને ઇતિહાસ, શાસ્ત્ર અને કળી, વ્યાકરણ અને તર્ક, ધર્મ અને વ્યવહાર, સાધુતા અને સરસતા તથા રાજા અને પ્રજા એમ વિભિન્ન સ્તરે સહજ સમન્વય સાધી બતાવનાર કીમિયાગર સંસ્કારશિલ્પી એટલે હેમચંદ્રાચાર્ય. આથી જ ધૂમકેતુ કહે છે – . બહેમચંદ્રાચાર્ય વિના ગુજરાતી ભાષાનો જન્મ કલ્પી શકાતું નથી; એમના વિના વર્ષો સુધી ગુજરાતને જાગૃત રાખનારી સંસ્કારિતા કલ્પી શકાતી નથી; અને એમના વિના ગુજરાતી પ્રજાનાં આજનાં ખાસ લક્ષણ-સમન્વય, વિવેક, અહિંસા, પ્રેમ, શુદ્ધ સદાચાર . અને પ્રામાણિક વ્યવહારપ્રણાલિકા-કલ્પી શકાતાં નથી. હેમચંદ્રાચાર્ય માનવ તરીકે મહાન હિતા; સાધુ તરીકે વધારે મહાન હતા; પણ સંસ્કારદ્રષ્ટા તરીકે તે એ સૌથી વધારે મહાન હતા. એમણે જે સંસ્કાર રેડ્યા, એમણે જે ભાષા આપી, એમણે લોકોને જે રીતે બોલતા કર્યા, એમણે જે સાહિત્ય આપ્યું—એ સઘળું આજના ગુજરાતની નસમાં હજી વહી રહ્યું છે, અને એટલે, એ મહાન ગુજરાતી તરીકે ઈતિહાસમાં પ્રસિદ્ધિ પામવા જેમ પુરુષ છે.”૮ - હેમચંદ્રાચાર્યની વિપુલ અક્ષરપ્રવૃત્તિ સિદ્ધરાજ અને કુમારપાળના રાજ્યાશ્રયે થઈ હતી તેમ કહેવું તે કરતાં તે પ્રવૃત્તિ બે રાજવીઓનો શ્રેયાર્થે ચાલી હતી એમ કહેવું વિશેષ યોગ્ય છે. તેઓ બંને રાજવીઓના આદરપાત્ર માર્ગદર્શક અને સલાહકાર પણ
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy