________________
અને સાધુતાના બળે ગુજરાતના સંસ્કારસ્વામી પરમ સારસ્વત અને સન્માનનીય રાજગુરુ ' તરીકે મોખરે રહ્યા. એમણે જીવનધર્મ ઉપરાંત લોકધર્મ, રાજધર્મ અને યુદ્ધધર્મની રાજા અને પ્રજાને યોગ્ય સમજ આપી. નિર્લેપ સાધુ હોવા છતાં તેઓ વ્યવહારદક્ષ રહ્યા હતા. વસ્તુતઃ તેઓ વ્યવહારદક્ષ વિર્ય હતા. એમની વિદ્વત્તા માત્ર પોથીપુરાણમાં બદ્ધ નહોતી. તેનાથી એમણે પ્રજાકીય અસ્મિતાને ઉત્કર્ષ સાો હતો. કોઈ પદ કે મોભાની પરવા કર્યા વગર ગુર્જર સંસ્કૃતિના પાયામાં શ્રી અને સરસ્વતીની સ્થાપના કરી બતાવવા મથત અક્ષરપુરુષાર્થ તેમણે જિંદગીભર અવિરત સાધ્યો હતો. ગુર્જર દેશના રાજા અને પ્રજા ઉભયના સંસ્કારનિર્માતા, નિઃસ્પૃહી સાધુ, સમયધમાં કુશળ રાજનીતિજ્ઞ અને ગહન અધ્યાત્મયોગના ઊર્ધ્વગામી યાત્રિક પણ હતા. પ્રશ્ન એ થાય કે કયે સમયે એમણે જીવનમાં કયું કાર્ય કર્યું હશે. સાધુતાના આચારે સાચવીને કઈ રીતે જાહેરજીવનની આટલી બધી કે પ્રેરક પ્રવૃત્તિ કરી હશે ? અશોકના શિલાલેખમાં કોતરાયેલ અહિંસાની ભાવનાનો છોડ એમણે કઈ રીતે ગુર્જરભૂમિમાં વાવીને ઉગડ્યો હશે ? આટલાં વિભિન્ન ક્ષેત્રમાં સાતેક દાયકા જેટલા દીર્ઘકાળ સુધી એમના જેવું ભગીરથ અને ચિરંજીવ કાર્ય કરનાર અન્ય , , કોઈ વિભૂતિ મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસમાં મળવી મુશ્કેલ છે. બહુમુખી પ્રતિભાવાળા તેમને આ વિરાટ વ્યક્તિત્વને કારણે ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસના આ સુવર્ણયુગને “હમયુગ ગણવામાં આવે છે. ગુર્જરસંસ્કૃતિના બે મુખ્ય પાયા અહિંસા અને અનેકાંત સિદ્ધાંતને હેમચંદ્રાચાર્ય દઢમૂલ કરી આપે છે. અર્વાચીન કાળમાં ગાંધીજીએ તેનો જીવનનાં તમામ ક્ષેત્રોમાં પ્રયોગ કરી બતાવ્યો છે જેમાં હેમચંદ્રાચાર્યના જીવનકાર્યનું સાતત્ય ગાંધીજીમાં દેખાય. ( હેમચંદ્રાચાર્યને સાહિત્યમાંનું વિષયવૈવિધ્ય આશ્ચર્યકારક લાગે છે. કાવ્ય, ન્યાય, કેશ, યોગ, છંદ, અલંકાર, ઇતિહાસ, પુરાણ અને વ્યાકરણ–એમ અનેક વિષયો પર એમણે શાસ્ત્રીય પાંડિત્યપૂર્ણ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથમાંથી એ પણ ખ્યાલ આવે છે કે તેઓ મંત્ર, તંત્ર, શિલ્પ, વૈદક, યંત્ર અને જ્યોતિષ, યુદ્ધશાસ્ત્ર, વનસ્પતિવિદ્યા, સામુદ્રિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, રત્નવિદ્યા વગેરે વિદ્યાઓના પણ જ્ઞાતા હતા. એમનું સમગ્ર લેખનકાર્ય જોતાં એમ લાગે છે કે ગહન ચિંતનશીલતા, અપ્રતિમ સર્જકતા અને મર્મગામી ભાવચિત્રી પ્રતિભા વિના આટલું વિપુલ અને સત્ત્વશીલ સાહિત્ય એક વ્યક્તિના જીવનકાળ દરમિયાન સજવું લગભગ અશક્ય છે. વિદ્યાભ્યાસ, વિચારોની વિશદતા જાળવીને વિષયની સચોટ અને સાંગોપાંગ ચર્ચા થાય તેવી એજન્ધી આલેખનરીતિનું આયોજન એમણે કરેલી ગ્રંથરચનામાં સામાન્યતયા જોવા મળે છે.
સંસ્કત ઉપરાંત પ્રાકૃત, અપભ્રંશ અને દેશ્ય ભાષાના વાડ્ર-મયમાં ૫ણું એમની લેખિનીએ સહજ વિહાર કરે છે. એમનું પ્રાકૃત વ્યાકરણ તે સમગ્ર ભારતીય વાડમયમાં એ વિષયના અપૂર્વ અને અનન્ય ગ્રંથ તરીકે આદર પામ્યું છે. તેમણે એમાં બધા પ્રકારની પ્રાકૃતને લગતું વ્યાકરણ આપ્યું. તેમણે સ્વરચિત કૃતિઓ પર વિસ્તૃત સ્વપજ્ઞ ટીકા લખી છે. લુપ્ત થયેલા સાહિત્યમાંથી અનેક અવતરણ ટાંકીને એમણે લોકસાહિત્યની - હૃદયસ્પર્શિતાને સવપ્રથમ સંકેત આપ્યો. અનુગામીઓને માટે ગહન વિષયને સુગમ રીતે
આયોજનબદ્ધ પદ્ધતિએ આલેખવાને આદર્શ તેમણે પૂરે પાડ્યો એમ કહી શકાય. તેમની