________________
આચાર્ય હેમચન્દ્રનું કેશસાહિત્ય
ડ, ભેગીલાલ જ. સાંડેસરા શબ્દકોશને રાજકોશની સાથે સરખાવતાં એક સંસ્કૃત સુભાષિતકારે કહ્યું છે
कोशस्येव महीपानां कोशस्य विदुषामपि ।
उपयोगो महान् यस्मात् क्लेशस्तेन विना भवेत् ॥ રાજાઓની જેમ વિદ્વાનોને પણ કેશને મહાન ઉપગ છે, કેમ કે તે વિના (એમને) કલેશ થાય છે.”
સંસ્કૃત જેવી, લેકે માં નહિ બેલાતી ભાષામાં વળી કેશની સવિશેષ અગત્ય છે. વિવાથી વ્યાકરણ શીખે, પણ શબ્દસમૂહના જ્ઞાન વિના એ ઝાઝું ઉપયોગી ન નીવડે; એ માટે શબ્દકોશે જોઈએ અને શબ્દકોશમાં ગતિ થયા પછી પણ ભાષા ઉપર પ્રભુત્વ “ મેળવવા માટે અહિત્યના ગ્રન્થ વાંચવા પડે.
આચાર્ય હેમચન્દ્ર સિદ્ધહેમશબ્દાનુશાસન એ વ્યાકરણ રચ્યું છે; ચાર કેશ ગ્રન્થ સંકલિત કર્યા છે તથા અનેકવિધ સાહિત્યરચના કરી છે. અહીં આપણે તેમના કેશસાહિત્યને સંક્ષેપમાં વિચાર કરીશું.
| [૧]
અભિધાનચિન્તામણિ આચાર્ય હેમચન્દ્રને સૌથી પ્રસિદ્ધ કોશ “અભિધાનચિન્તામણિ” છે. સંસ્કૃતમાં 'બહુસખ્ય કેશ થયા છે, જેમાં “અમરકેશ સૌથી પ્રતિષ્ઠિત છે. વ્યાકરણમાં જેવી પાણિનિની પ્રતિષ્ઠા છે, લગભગ એવી પ્રતિષ્ઠા પ્રાચીનતર કેશોમાં અમરકેશની છે. “અભિધાનચિન્તામણિ'ની યોજના સામાન્યત: ‘અમરકેશની પદ્ધતિએ છે. “અમરકોશમાં ગ્રન્થને વિભિન્ન કાંડમાં વિભક્ત કરવામાં આવ્યું છે અને તે તે કાંડના પદાર્થોના વાચક શબ્દોના પર્યાય એક કરીને આપવામાં આવ્યા છે. કેશની ઉપયોગિતા વિષે, “અભિધાનચિન્તામણિના મંગલ શ્લોકની વિવૃત્તિમાં હેમચન્દ્ર કહ્યું છે–
वक्तृत्व च कवित्व' च विद्वत्तायाः फल विदु:।
शब्दज्ञानाहते तन्न द्वयमप्युपपद्यते ॥ વકતૃત્વ અને કવિત્વને વિદ્વત્તાનું ફળ ગણવામાં આવે છે, પણ શબ્દજ્ઞાન વિના એ બંનેની પ્રાપ્તિ થઈ શકતી નથી.” - “અભિધાનચિન્તામણિ છ કાંડમાં વહેંચાયેલું છે દેવાધિદેવકાંડ, દેવકાંડ, મર્યકાંડ, તિર્યકાંડ, નારકકાંડ, સાધારણકાંડ. ‘અમરકોશ' કરતાં “અભિધાનચિત્તામણિની શાખ