________________
ઉત્તર પ્રદેશનાં પ્રાચીન મંદિરો પૈકી કેટલાંક આક્રમણકારોના હાથે નાશ પામ્યાં, તે કેટલાંક કાળબળે નષ્ટ થયાં છે. ઉત્તર પંજાબનાં પ્રાચીન મંદિર મુખ્યત્વે કાશ્મીરનાં મંદિરે જેવાં હતાં. કાશ્મીરનાં પ્રાચીન મંદિરમાં વચ્ચે મોટું ગર્ભગૃહ હોય છે, એને ફરતો ખુલ્લે એક ને ચોકને ફરતી દેરીઓ અને ભાવલીયુક્ત ભમતી હોય છે. એનું શિખર પિરામિડ ઘાટનું હોય છે. બંગાળનાં પ્રાચીન મંદિર પણ મોટે ભાગે નાશ પામ્યાં છે. એમાં સામાન્યતઃ ત્રિરથ ગર્ભગૃહ, ત્રણ ગોખલાઓ, વાવો, મંડોવર અને માત્ર પ્રવેશદ્વાર હોય છે.
આ કાલ દરમિયાન દેવાલય-સ્થાપત્યના પ્રાદેશિક સ્વરૂપનો સર્વોત્કૃષ્ટ વિકાસ ઓરિસ્સામાં સધા. એમાં ગર્ભગૃહ દેઉલ તરીકે અને મંડપ જગમોહન તરીકે ઓળખાતો. વિશાળ આમલકદામ ઉત્તુંગ શિખરને લીધે એ પાઘડી પહેરીને ઊભેલા ઊંચા માણસ જેવું દેખાય છે. લિંગરાજનું મંદિર ભુવનેશ્વરનાં દેવાલયોને સર્વોત્તમ નમૂનો છે. એમાં નાર-મંડપ અને ભેગમંડપ પછીના સમયમાં ઉમેરાયા છે. પુરીનું જગન્નાથ મંદિર એના કરતાંય મોટું છે.
મધ્ય પ્રદેશના પ્રાદેશિક સ્વરૂપને વિકાસ ખજુરાહમાં થયો. ત્યાંનાં મંદિરમાં કંદારિયા મહાદેવનું મંદિર સર્વોત્તમ છે. એ કૈલાસપ્રસાદનું મનોહર સ્વરૂપ ધરાવે છે. ગ્વાલિયરના કિલ્લામાં તેલીકા મંદિર સહુથી જૂનું છે. એનું શિખર અર્ધ-નળાકાર છે. સાસ-બહૂ કે મંદિરોમાં મોટું મંદિર વિષ્ણુનું છે. એને મંડપ ત્રણ મજલાને અને ઘણે વિશાળ છે.
દખ્ખણમાં ઉત્તરકાલીન ચાલુક્યોના શાસન દરમિયાન નાગર શૈલીનાં ગૌણ લક્ષણ ધરાવતી દ્રાવિડ શૈલીમાંથી ઉદ્ભવેલ વેસર શેલીને ઉદ્દગમ થયે. પ્રચુર શિલ્પથી અલંકૃત સ્તંભો એ આ મંદિરનું વિશિષ્ટ લક્ષણ છે.
ચળ રાજ્યમાં દેવાલય સ્થાપત્યનું દ્રાવિડ સ્વરૂપ વિકસ્યું. તારનું બૃહદીશ્વર કે રાજરાજેશ્વર મંદિર એ દક્ષિણ ભારતનું સહુથી મોટું, ઊંચું અને ભવ્ય દેવાલય છે. ગાપુરમ વિકાસ એ પછીના પાંચે કાલમાં થયે.
આમ આચાર્ય હેમચંદ્રના સમયમાં ધર્મ, અર્થ, વિદ્યા, સાહિત્ય, સ્થાપત્ય, શિલ્પ ઇત્યાદિ અનેક ક્ષેત્રોમાં ગણનાપાત્ર વિકાસ દેખા દે છે.