________________
૧૫
હેમચદ્રાચાયે પણ યોગશાસ્ત્ર' નામે ગ્રંથ લખ્યા. વેદાન્ત-દર્શનમાં શ્રી તુ ખંડનખંડખાદ્ય' તથા રામાનુજનું ‘શ્રીભાષ્ય' સુપ્રસિદ્ધ છે.
પાલિ સાહિત્ય આ સમયે મુખ્યત્વે શ્રીલંકા, બર્મા વગેરે પડોશી દેશેામાં રચાયું.
પ્રાકૃત ભાષાઓમાં મહારાષ્ટ્રી પ્રાકૃતમાં ઘણું સાહિત્ય લખાયું. જૈન આગમ સાહિત્યમાં નેમિચંદ્રના ગામ્મટસાર' અને ‘ત્રિલેાકસાર' પ્રસિદ્ધ છે. અભયદેવસૂરિએ નવ અંગેા પર વૃત્તિ લખી નવાંગીવૃત્તિકાર તરીકે ખ્યાતિ મેળવી હતી. અન્ય આગમ ગ્રંથા પર વૃત્તિ લખનાર મલયગિરિસૂરિ હેમચંદ્રસૂરિના સમકાલીન હતા.
ચરિતકાવ્યેામાં આદિનાથ, શ્રેયાંસનાથ, મહાવીર સ્વામી, શાંતિનાથ, નેમિનાથ, મુનિ સુવ્રતસ્વામિ, ચંદ્રપ્રભ, મલ્લિનાથ, સુપાર્શ્વનાથ ઇત્યાદિ તીર્થંકરોનાં ચરિત રચાયાં. થાસાહિત્યમાં ‘કહારયણ–કાસ’, ‘કહાવલી’, ‘તર’ગલાલા’, ‘ન‘દાસુન્દરી કથા’ અને ‘સણ કુમારચિર' નોંધપાત્ર છે. હેમચદ્રાચાયે પ્રાકૃતમાં ‘કુમારપાલચરિત' નામે દ્રષાશ્રય કાવ્યની રચના કરી. પ્રાકૃત ભાષામાં રચાયેલી કથાએ ભારતીય સાહિત્યમાં એક વિશિષ્ટ પ્રદાન છે.
આચાય. હેમચન્દ્રે ‘શબ્દાનુશાસન'ના અંતિમ અધ્યાયમાં પ્રાકૃત અને અપ્રભ્રંશ ભાષાઓનું વ્યાકરણ આપ્યું. દેવચંદ્રસૂરિ, જિનદત્તસૂરિ અને શ્રીધરે અપભ્રંશમાં કેટલીક કૃતિઓ રચી. વળી ‘દેશીનામમાલા’ની પણ રચના કરી. અબ્દુલ રહમાને 'સંદેશ–રાસક'માં વિરહિણી પત્ની દ્વારા પતિને સ ંદેશા મેાકલતી નિરૂપી, એમાં ષડ્ તુઓનું ય વન ઉમેરી, કાલિદાસ—કૃત ‘મેધદૂત’ તથા ઋતુસંહાર'નુ' સુભગ અનુકરણ કરી બતાવ્યું. લેાકભાષા અપભ્રંશ હતી, જે હિંદી, ગુજરાતી, મરાઠી, બંગાળી વગેરે ભાષાઓની જનની છે. કલા અને સ્થાપત્ય
આ કાલ દરમિયાન ભારતભરમાં સ્થાપત્ય તથા શિલ્પકલાના વિકાસ થયા. ઉત્તર ભારતના મંદિર—સ્થાપત્યમાં નાગર સ્વરૂપ અને દક્ષિણ ભારતના મંદિર–સ્થાપત્યમાં દ્રાવિડ સ્વરૂપ વિસ્યું. ગુજરાતમાં પ્રભાસ પાટણમાં સામનાથનું પથ્થરનું મંદિર, માઢેરામાં સૂર્યંમંદિર, કુંભારિયામાં મહાવીરનું મદિર, સિદ્ધપુરમાં વિકસિત રુદ્રમહાલય, ગિરનાર પર નેમિનાથનું પથ્થરનું મંદિર, તારંગા પર અજિતનાથનું મ ંદિર અને શત્રુંજય પર આદિનાથનું પથ્થરનુ મંદિર બંધાયુ. અણહિલવાડ પાટણમાં રાણીની મનેાહર વાવ તથા સહસ્રલિંગ સરાવરનું નિર્માણ થયું. ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળેાએ નાનાં નમૂનેદાર મદિર બંધાયાં. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાંક મોટાં મંદિર નિર્માયાં. નગર સ્વરૂપનાં દેવાલયેાના તલ-દર્શીનમાં ગર્ભગૃહ, પ્રદક્ષિણા-પથ, અંતરાલ, ગૂઢમ’ડપ, સભામડપ અને મુખમ`ડપના અને એના ઉદનમાં કલાત્મક થરાથી વિભૂષિત પીઠાદય, મંડોવર તેમજ ઉર:શૃગા અને શૃંગિકાઓથી સાહતા રેખાન્વિત શિખરને સમાવેશ થયા.
રાજસ્થાનમાં આયુ પર્યંત પર દેલવાડામાં સફેદ આરસનું આદિનાથ—ચૈત્ય બંધાયું. મારવાડમાં આવેલા કિરાડુમાં વિષ્ણુનું મ ંદિર પ્રાચીન છે. ત્યાંનું સામનાથ મ`હિર માટું અને સંરક્ષિત છે.