________________
તૈત્ર સુપ્રસિદ્ધ છે. રૂપકમાં નાટક ઉપરાંત પ્રકરણ, વ્યાયેગ, ભાણ, પ્રહસન, ડિમ, સમવકાર, વીથી, અંક અને ઈહામૃગ જેવા વિવિધ પ્રકારોની કૃતિઓ રચાઈ. એમાં કવિ વત્સરાજનું પ્રદાન વૈવિધ્યની દૃષ્ટિએ ગણનાપાત્ર છે. ગુજરાતમાં અગાઉ “ભદિકાવ્ય જેવાં મહાકાવ્ય રચાયેલાં, પરંતુ નાટકોની સદંતર ખોટ હતી. આચાર્ય હેમચંદ્રના શિષ્ય રામચંદ્ર અગિયાર જેટલાં રૂપકો રચી આ ખોટ પૂરી કરી. એમાં છ રૂપક નાટક પ્રકારનાં છે. ત્રણ પ્રકરણ પ્રકારનાં છે. એક વ્યાગ છે, જ્યારે એક નાટિકા છે. કવિ યશશ્ચન્દ્ર અમુદ્રિતકમદચંદ્ર-નાટક” તથા “રાજિમતીપ્રબોધ-નાટક રચ્યું. દેવચંદ્રસૂરિએ “ચન્દ્રલેખા વિજય નામે પ્રકરણની અને પ્રહલાદને “પાર્થ પરાક્રમ” નામે વ્યાયોગની રચના કરી.
'ગદ્ય-કૃતિઓમાં કવિ ધનપાલની તિલકમંજરી' તથા કવિ સઢલની ઉદયસુંદરીકથા' જાણીતી છે, તે ચમ્પ કાવ્યોમાં ભાજદેવનું “રામાયણ-ચપ્પ' પ્રસિદ્ધ છે. કથાસાહિત્યમાં પ્રાચીન પૈશાચી “બૃહત્કથા પરથી “બૃહત્કથા-મંજરી' અને “કથાસરિત્સાગર' જેવાં સંસ્કૃત રૂપાંતર થયાં. બૃહત્કથાની જેમ “પંચતંત્રનાં ય અનેક રૂપાંતર થયાં. આ વ્યાકરણમાં અષ્ટાધ્યાયી, મહાભાષ્ય, કાશિકા, જેનેન્દ્ર વ્યાકરણ, કાતત્વ, શાકટાયર્નવ્યાકરણ ઈત્યાદિ પર ટીકાઓ લખાઈ. સિદ્ધરાજ જયસિંહના પ્રોત્સાહન તથા સક્રિય સહકારથી હેમચંદ્રાચાર્યે “સિદ્ધહૈમશબ્દાનુશાસન' નામે નવા વ્યાકરણની રચના કરી, વધમાનસૂરિએ ગણરત્નમહોદધિ' નામે મહાગ્રંથ રચ્યો. શબ્દકેશોમાં યાદવપ્રકાશનો
જયન્તી' અને ધનંજય-કૃત “નામમાલા’ જેવા કોશ રચાયા. આચાર્ય હેમચન્દ્ર “અભિધાનચિંતામણિ', “અનેકાર્થસંગ્રહ', અને “નિઘંટુકોશ' જેવા વિવિધ કેશ રચ્યા. છંદ શાસ્ત્રમાં વૃત્ત-રત્નાકર' સુપ્રસિદ્ધ છે; હેમચંદ્રાચાર્ય, વાભટ અને જયકીર્તિએ, પિતપોતાના દાનુશાસનનું પ્રદાન કર્યું.
કાવ્યશાસ્ત્રમાં મમ્મટ-કૃત “કાવ્યપ્રકાશ', ભોજદેવ-કૃત “સરસ્વતીકંઠાભરણ અને શૃંગારપ્રકાશ', ક્ષેમેન્દ્ર-કૃત “ઔચિત્યવિચારચર્ચા, વાડ્મટ–કૃત “વાભદાલંકાર', હેમચંદ્રાચાર્ય–કત કાવ્યાનુશાસન અને રામચંદ્ર-ગુણચંદ્રનું “નાટયદર્પણ” પ્રસિદ્ધ છે. સિદ્ધરાજ જયસિંહના મંત્રી અંબાપ્રસાદે અલંકારોની મીમાંસા કરતો “કલ્પલતા' નામે ગ્રંથ રચી એના ઉપર બે વૃત્તિઓ પણ લખી.
ગણિત અને તિષના વિષયમાં ભાસ્કરાચાર્યને સિદ્ધાંત-શિરોમણિ' સુપ્રસિદ્ધ છે. બારમી સદીમાં રચાયેલ “રસાવ' આયુર્વેદને મહત્ત્વનો ગ્રંથ છે.
ધર્મશાસ્ત્રમાં વિજ્ઞાનેશ્વરે યાજ્ઞવ-સ્મૃતિ પરની ટીકારૂપે રચેલો “મિતાક્ષરા' ગ્રંથ સ્વતંત્ર ગ્રંથ તરીકે ય મહત્ત્વનો ગણાયો, જીમૂતવાહન-કૃત’ “દાયભાગ’ બંગાળમાં લોકપ્રિય થયો.
દર્શન–સાહિત્યમાં ગંગેશ ઉપાધ્યાયને “તત્ત્વ-ચિંતામણિ ન્યાયદર્શનમાં અપ્રિય સ્થાન ધરાવે છે. હેમચંદ્ર-કૃત પ્રમાણમીમાંસા', પ્રમાણશાસ્ત્રનો મહત્વનો ગ્રંથ છે. વશેષિક દર્શનમાં “સપ્તપદાર્થોમાં પ્રસિદ્ધ છે. યોગદર્શનમાં રાજમાર્તડ વિખ્યાત છે.