________________
પક
.
1 tખ્યા .
ઘટયું ને શુદ્ધ આચારને આગ્રહ ધરાવતા સુવિહિતેનું વર્ચસ વધ્યું. જિનેશ્વરસૂરિને
ખરતરનું બિરુદ મળ્યું ને એમનો ગ૭ ખરતરગચ્છ તરીકે ઓળખાયો. કર્ણાટકના દિગંબર આચાર્ય કુમુદચંદ્રનો વાદવિવાદમાં પરાભવ થતાં ગુજરાતમાં શ્વેતાંબર સંપ્રદાયનું વંચસ પ્રવત્યું. ગુજરાત-રાજસ્થાનમાં અમારિ (અહિંસાની ઘોષણા થતી ગઈ. અભયદેવસૂરિ અને આચાર્ય હેમચંદ્રસૂરિ જેવા સૂરિઓના પ્રભાવથી ગુજરાતમાં જૈન ધર્મને વ્યાપક પ્રસાર થયે.
રાજસ્થાનમાં જિનેશ્વરસૂરિ તથા અભયદેવસૂરિને પ્રભાવ પ્રવર્યો. જિનવલ્લભસૂરિએ ચૈત્યવાસીઓના આચાર-વિચારની કડક ટીકા કરી, વિધિ-
ચેની પ્રવૃત્તિને ઘણે વેગ આપે. માળવામાં કવિ ધનપાલે “તિલકમંજરી' દ્વારા રાજા ભોજદેવને જૈન ધર્મના સિદ્ધાંતને પરિચય કરાવ્યો.
દખ્ખણના ચાલુક્યોએ તથા કર્ણાટકના હેયસાળોએ જૈન ધર્મને પ્રોત્સાહન આપ્યું. પરંતુ ચોળ અને પાંડ્ય રાજયનું આધિપત્ય પ્રસરતાં દક્ષિણ ભારતમાં જૈન ધર્મને હાસ થતો ગયો.
યમની વંશની હકુમત દરમિયાન પંજાબમાં ઈસ્લામ ધર્મને વિશેષ ફેલાવો થયો. સુફી સંતેમાં ખાજા મુઈનુદ્દીન ચિસ્તી સહુથી વધુ જાણીતા છે. તેઓ લાહોર, દિલ્હી, મુલતાન વગેરે સ્થળોએ ધર્મપ્રચાર કરીને અજમેરમાં સ્થિર થયા. ગુજરાતમાં મુસ્લિમ વેપારીઓ ભરૂચ, ખંભાત, કાવી, ઘોઘા, ગંધાર, પીરમ, અણહિલવાડ અને આસાવલ જેવાં સ્થળોએ વસ્યા. દક્ષિણ ભારતમાં પણ ઇસ્લામ ધર્મને ફેલાવો થવા લાગ્યો. મુસ્લિમ સંત દખ્ખણમાં તેમજ પૂર્વ ભારતમાં પણ જઈ વસ્યા. ભાષા અને સાહિત્ય - આ સમયે રાજભાષા અને સાહિત્યિક ભાષા તરીકે સંસ્કૃત ભાષા પ્રચલિત હતી. રાજશાસન સંસ્કૃતમાં લખાતાં. વિદ્વાને વ્યાકરણ, છંદ, કેશ, કાવ્યશાસ્ત્ર, જ્યોતિષ, આયુર્વેદ, દર્શન, ધર્મશાસ્ત્ર વગેરે વિષયોનું ખેડાણ સંસ્કૃતમાં કરતા; ને લલિત સાહિત્યમાં મહાકાવ્ય, ગીતિકાવ્યો, સ્તોત્રો, રૂપકો, ગદ્યસ્થાઓ ઈત્યાદિની રચના પ્રાયઃ સંસ્કૃતમાં થતી.
અગિયારમી સદીમાં કાશ્મીરના કવિ ક્ષેમેન્દ્ર અનેક મહાકાવ્યનું પ્રદાન કરેલું. બારમી સદીમાં કવિ મંખે “શ્રીકંઠ-ચરિત', આચાર્ય હેમચન્દ્ર ત્રિશષ્ટિશલાકાપુરુષચરિત’ અને મહાકવિ શ્રીહર્ષે નિષધીયચરિત'નામે પૌરાણિક મહાકાવ્યની રચના કરી. એતિહાસિક મહાકાવ્યમાં ‘નવસાહસકચરિત', “વિક્રમાંકદેવચરિત' અને રાજતરંગિણી'ના જેવી કૃતિઓ રચાઈ. સધ્યાકર નંદિએ દશરથ-પુત્ર રામચંદ્ર તથા પાલ રાજા રામપાલને લગતા રામચરિત' નામે શ્લેષકાવ્યની રચના કરી. આચાર્ય હેમચન્દ્ર અગાઉના “ભદિ–કાવ્યની જેમ કથાવસ્તુ તથા શાસ્ત્રનિયમોનાં ઉદાહરણને તાણાવાણાની જેમ વણી લેતું “તુથાશ્રય' કાવ્ય રચ્યું. ઊર્મિપ્રધાન ગીતિકાવ્યોમાં બંગાળના કવિ જયદેવકૃત ગીત-ગોવિંદ' સર્વોત્તમ ગણાય. સ્તોત્ર કાવ્યમાં કુલશેખર, યમુનાચાર્ય, રામાનુજાચાર્ય અને હેમચંદ્રાચાર્યનાં