________________
હેમચંદ્રના સમયનું ભારત પ્રા. હરિપ્રસાદ શાસ્ત્રી
દરેક વ્યક્તિના જીવન–ધડતરમાં દેશ–કાલ મહત્ત્વને ભાગ ભજવે છે. દરેક મહાનુ ભાવના જીવન–વિકાસમાં તત્કાલીન દેશ તથા પ્રદેશની અસર રહેલી હોય છે તે દરેક મહાનુભાવ પોતાના સમયની સંસ્કૃતિમાં પેાતાનું કઈ વિશિષ્ટ પ્રદાન પણ કરે છે. આ બંને દૃષ્ટિએ આપણે હેમચંદ્રાચાય ના સમયના ભારતની સમીક્ષા કરીએ. આ સમીક્ષામાં હેમચંદ્રના જીવન પહેલાંના એકાદ શતકને ય ભૂમિકારૂપે આવરી લઈશું.
રાજકીય સ્થિતિ
હરકેાઈ સાંસ્કૃતિક સ્થિતિની ભૂમિકામાં તત્કાલીન રાજકીય સ્થિતિ પ્રબળ અસર કરે છે. આચાર્ય હેમચંદ્રનું જીવન ગુજરાતમાં પાંગર્યું. અનેા મુખ્ય ભાગ ઈસ્વી ૧૨ મી સદીના પહેલાં ત્રણ ચરણાને આવરી લે છે.
એમના જન્મ સમયે ગુજરાતમાં સાલકી વંશના રાજા ક દેવ રાજ્ય કરતા હતા. આચાર્ય ૬ વષઁના થયા, ત્યારે કર્ણદેવનેા ઉત્તરાધિકાર જયસિંહદેવને પ્રાપ્ત થયા, જે સમય જતાં ‘સિદ્ધરાજ' અને ‘સિદ્ધ-ચક્રવતી' તરીકે ખ્યાતિ પામ્યા. હેમચન્દ્ર ૫૪ વર્ષીના થયા ત્યારે સિદ્ધરાજ જયસિંહના ઉત્તરાધિકારી તરીકે કુમારપાલનું રાજ્યારેાહણ થયું. આચાર્યં ૮૪ વષઁની વયે કાલધર્મ પામ્યા તે પછી છ મહિને કુમારપાલનું ય નિધન થયું. હેમચદ્રાચાર્યે ગુજરાતના આ બંને રાજવીઓના આચાર-વિચાર પર પ્રબળ અસર કરી તે એ રાજવીઓએ ય આચાયની સાહિત્યિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને સક્રિય પ્રાત્સાહન આપ્યું.
હેમચંદ્રના જન્મ પૂર્વે ભીમદેવ ૧ લાના રાજ્યકાલ દરમિયાન ગઝનાના સુલતાન મહમૂદે ગુજરાત પર આક્રમણ કરી સામનાથ મ ંદિરના ધ્વંસ કરેલેા. એના સમયથી પંજાબમાં ગઝનાના યમીની વંશની હકૂમત પ્રવર્તી. પરંતુ મહમૂદ્દ ગઝનવીના ઉત્તરાધિકારીઆએ ગુજરાત પર ચઢાઈ કરી નહેાતી.
દિલ્હીમાં ૧૧મી સદીમાં તામર વશની સત્તા પ્રવર્તતી. ૧૨ મી સદીમાં શાક‘ભરીના ચાહમાન રાજા વિગ્રહરાજ વીસલદેવે દિલ્હી જીતી લીધું. તામર વંશના રાજા અજયરાજે અજમેર વસાવ્યુ`. એના પુત્ર અÎરાજને ગુજરાતના સેાલક રાજા જયસિંહ તથા કુમારપાલની પ્રબળ સત્તાને વશ થવું પડેલું. માળવામાં પરમાર વંશની સત્તા હતી. સિદ્ધરાજ જયસિ`હે માળવાના રાજા યશોવર્માને કેદ કરી અવન્તિ—નાથ'નું બિરુદ ધારણ કર્યું તે કુમારપાલે માળવાના અલ્લાલ પાસેથી ભીલસા સુધીને પ્રદેશ કબજે કર્યાં. મેવાડમાં ગુહિલ વશની રાજસત્તા હતી. કનેાજમાં ગાહવાલ વંશના રાજાએ રાજ્ય કરતા.