________________
બંગાળમાં ૧૨મી સદીના પૂર્વાર્ધમાં પાલ વંશનું શાસન હતું, પણ તે પછી ત્યાં સેન વંશની સત્તા સ્થપાઈ. બારમી સદીના આરંભે કાશ્મીરમાં બીજો લોહર વંશ સત્તારૂઢ થયો.
કકણમાં શિલાહાર વંશની સત્તા હતી. ગુજરાતના રાજા કુમારપાલના મંત્રી આંબડે કોંકણના રાજા મલ્લિકાર્જુનને મારી ત્યાં સોલંકી રાજ્યની આણ વર્તાવી. કર્ણાટકમાં ચાલુક્ય રાજવી વિક્રમાદિત્ય ૬ ઠ્ઠો રાજ્ય કરતા હતા. માયસેરના હેયસાળ વંશમાં વિષષ્ણુવર્ધન નામે પ્રતાપી રાજા થયો. તાંજોરમાં ચેળ રાજવીઓ રાજ્ય કરતા. તેઓ કલિંગના ગંગ રાજ્ય પર આક્રમણ કરતા. મદુરામાં પાંડ્ય રાજવંશનો અવ્યુદય થયો, પરંતુ થોડા સમયમાં એ વંશ આંતરિક વિગ્રહને ભોગ બન્યો. હેમચંદ્રાચાર્યના સમયમાં ભારતની રાજકીય સ્થિતિ આવી હતી. ગુજરાતમાં એકંદરે સુખશાંતિ અને સમૃદ્ધિ હતી ને સોલંકી વંશની રાજસત્તાને ચોમેર પ્રસાર થતો હતો.
સામાજિક સ્થિતિ : " " ગુજરાતમાં સોલંકી, ચૂડાસમા, જાડેજા, જેઠવા, હિલ, વાળા, ઝાલા, ચાલુક્ય વગેરે રાજકુલ હતાં; નાગર, ઉદીચ્ય. મોઢ, રાયકવાલ આદિ બ્રાહ્મણ જ્ઞાતિઓ તથા પ્રોગ્યાટ (રવાડ), શ્રીમાલી અને મોઢ જેવી વણિક જ્ઞાતિઓ હતી. લહિયા તરીકે તેમજ ખતપત્રનો લેખક તરીકે કાયસ્થ મહત્ત્વ ધરાવતા. સામાજિક વ્યવહારમાં જ્ઞાતિભેદ દાખલ થયા હતા ને ભેજનવ્યવહારમાં ઉચ્ચ-નીચના ભેદ પળાતા. લગ્ન નાની ઉંમરે થતાં. શ્રીમંત વર્ગમાં અનેક પત્ની-વિવાહની પ્રથા પ્રચલિત હતી. પતિ મૃત્યુ પામતાં સ્ત્રી સામાન્યતઃ વૈધવ્ય પાળતી, છતાં ક્યારેક વિધવા પુનર્વિવાહ પણ કરતી. છૂટાછેડાની પણ કયારેક છૂટ અપાતી.. આંતરવર્ણ વિવાહમાં અનુલોમ વિવાહની છૂટ હતી.. વિધવા પત્નીને તથા પુત્રીને મિલકતના વારસામાં હક અપાયા. ગુજરાતમાં રાજા કુમારપાલે અપુત્રિકાધન જપ્ત કરવાની પ્રથા બંધ કરી. શદ્રોનો સ્પર્શ વર્જ્ય ગણાત. ગુલામીને રિવાજ પણ પ્રચલિત હતો. ઉત્સવો, મદ્યપાન, છૂત, રમતો અને નાટ્યપ્રયોગો એ મોજશોખનાં મુખ્ય સાધન હતાં. ભૂત-પ્રેત તથા દષ્ટિદોષ (નજર લાગવી)ના વહેમ પ્રચલિત હતા. આર્થિક સ્થિતિ " : કૃષિ, ઉદ્યોગ અને વાણિજયના વિકાસ દ્વારા દેશની આર્થિક સંપત્તિ ચાલુ રહી. મુખ્ય પાક ડાંગર, ઘઉં અને કઠોળના હતા. શેરડી, ગળી અને કપાસનું ય વાવેતર થતું. ગુજરાતનું કાપડ ભરૂચ અને ખંભાત બંદરથી દેશ-વિદેશમાં નિકાસ થતું. પાટણના પટોળાં વખણાતાં. મલબારનાં બંદરોથી પૂર્વ તથા પશ્ચિમ સાથે દરિયાઈ વેપાર ખેડા, અરબ ખલાસીઓ તથા વેપારીઓ ચીનથી સ્પેન સુધી દરિયાઈ સફર કરતા. ગુજરાતના રંગબેરંગી ગાલીચા અને ત્યાંના ચિતરામણવાળાં એશીકાં દેશવિદેશમાં મશહૂર હતાં. ઉત્તર ભારતના મુસ્લિમો હજ માટે મક્કા જવા ગુજરાતના ખંભાત બંદરથી પ્રયાણ કરતા. ગુજરાતના વેપારીઓ ઈરાન, અરબસ્તાન, આફ્રિકા, શ્રીલંકા, જાવા, ચીન વગેરે દેશો સાથે દરિયાઈ વેપાર કરતા. વ્યાજ દર સામાન્ય રીતે માસિક ૨ ટકા (અર્થાત વાર્ષિક ૨૪