SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય કવિઓનાં યથાર્થ જેવા લાગતાં વર્ણન પણ મહાકાવ્યને અનુરૂપ નગરવર્ણન માટે વપરાયાં હોવાને મત બંધાય, તેથી જે સ્થળો માટે એ વર્ણને થયાં હોય તે સ્થળની પુરાવસ્તુઓ પરથી મળતાં પ્રમાણેથી નિર્ણય કરવો ન્યાયોચિત છે, અને તે દૃષ્ટિએ આવાં ઘણાં સ્થળો તપાસતાં કેટલાંક કિલ્લેબંદ અને કેટલાંક કિલ્લા વિનાનાં મળ્યાં છે, તેમાં અણહિલપુર હેમચંદ્રના સમયમાં કિલ્લા વિનાનું મળ્યું છે. - હેમચંદ્રાચાર્યનાં નગરવર્ણનમાં જેમ દ્રવ્યાશ્રિત જ્ઞાનની સાથે કલ્પનાનું મિશ્રણ જોવામાં આવે છે, તે પ્રમાણે બીજા વર્ણનમાં પણ તે પરિસ્થિતિ જોવામાં આવે છે. પરંતુ તેમાં તેમણે “રાષચ્ચે ૩૧મામે અન્વયે કેટલીક વિશિષ્ટ ઉપમાઓ સ્ત્રીઓ તથા પંખી આદિ માટે વાપરી છે. આ ઉપમાઓ માટે તેમણે તત્કાળ પ્રચલિત લિપિનાં સ્વરૂપને ઉપયોગ કર્યો છે. આ લિપિ અને માનવ કે પશુનાં અંગેની ઉપમાનમાં કેટલાંક દષ્ટાંત અત્રે રજૂ કર્યા છે. . भान्त्रि मत्तेभगामिन्दो रम्भास्तम्भनिभोख: सर्वतु मण्डितोद्यानेष्वत्रलकार भुवोडना ॥ १.१३ तथा पालकारायितवेणीका प्रलकारयित भ्रवः प्रलकारयन्ति खे दत्तज्योत्स्नयत्र मृगीदृश मां पy લિપિમાં ભૂવ ની સરખામણી “લ” કાર સાથે થાય છે. તે આજને ગુજરાતી “લ' નથી પણ દેવનાગરી “લ” છે. બ્રાહ્મી કે મિત્રક તામ્રપત્રનો “લ” પણ તે નથી એ જોતાં તેમણે તેમના જમાનામાં પ્રચલિત લિપિનો ઉપયોગ કર્યો હોવાનું સમજાય છે. તે જ પ્રમાણે વઘૂજનના કુચની ગોળ આકૃતિને હેમચંદ્રાચાર્ય “ઠ'કાર સાથે સરખાવે છે. ત્યારે તેમની રૂપ-સામ્યની દૃષ્ટિ માટે સાનંદાશ્ચર્ય પેદા થાય છે. આપણું સ્થાપત્ય અને શિલ્પમાં પણ આવા ઠકાર અને “ગગાહક” જેવા શબ્દો પણ આ પરંપરામાં આવવા દેખાય છે, તે જ રીતે લિપિના મોટે ભાગે સ્થિર સ્વરૂપ ધારણ કરતા ‘ઢ' શબ્દથી વિદ્યાર્થીની ઓળખ આપવાના આપણા પ્રયાસમાં લિપિ સાદસ્ય સાથે માત્ર રૂપ-સામ્ય જ નહિ પણ આચારવિચાર સામ્ય પણ સામાન્ય જનસમાજમાં સ્વીકારાયું હોવાને મત બંધાય. : " આમ માનવ દેહના ભાગને લિપિ સાથે સરખાવનાર હેમચંદ્રાચાર્ય મોરની કલગીને પણ” સાથે અને ખુલ્લી ચાંચને ‘’ સાથે સરખાવે છે. (૧૩૮) તથા મુર્ધન્યની સરખામણી પ્રાકૃત કંથાશ્રય ૨.૫૫ માં ૨ કારની રેફ સાથે કરે છે. આ તમામ ઉપમાઓ અને સરખામણીમાં દ્રવ્યના રૂપને સારે આશ્રય હેમચંદ્રાચાર્ય લેતા દેખાય છે. હેમચંદ્રાચાર્યનાં આ લખાણોની સાથે તેમણે માત્ર નૈસર્ગિક પ્રકૃતિનાં કરેલાં વર્ણને સરખાવવામાં આવે ત્યારે આજે આપણાં શહેરમાં રહેતા લોકોનાં નિસર્ગિક અવલોકન અને અનુભૂતિની તુલનામાં તેમનાં વર્ણને વધારે યથાર્થ દેખાય છે. હેમચંદ્રાચાર્યનાં શરદ આદિ ઋતુના વર્ણનમાં પણ તેમની પ્રત્યક્ષ દષ્ટિ અને તેમનું અધ્યયન છતું થાય છે. તેમાં ખાસ કરીને મુહંકારચ ત્યાા છળનાં' જેવી ઉક્તિ તેમનાં હરણ વર્ગનાં પ્રાણીઓનાં અવલોકન પર નિર્ભય હોય અથવા તે અધ્યયન પરથી વિક્સી હોય તો પણ ઉત્તમ રજૂઆત છે. સામાન્યતઃ આ વર્ગના પ્રાણીઓના શીંગડાં વર્ષ
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy