SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ કિલ્લાના અવશેષો હતા. બાકી અનાવાડા અને પાટણના અવશેષોની આજુબાજુ બીજ કઈ કિલ્લાના અવશેષો ન હતા એમ વિશાળ ક્ષેત્ર પર અન્વેષણ કરતાં જણાયું, તેથી જૂની ગઢીના કિલ્લાના અવશેષોનું ઉત્પનન કરતાં એ કિલ્લાની ભીંતના પાયામાંથી પથ્થરનાં શિલ્પ મળ્યાં તથા તેની નીચે જૂના મકાનના અવશેષો દેખાયા. આ દ્રવ્ય પરીક્ષાથી જૂનીગઢી વિસ્તારનો કિલ્લો ચૌદમી સદીમાં બંધાયો હોવાનું સમજાયું. આ પરિસ્થિતિમાં પાટણના સાહિત્યના ઉલ્લેખોવાળે દુર્ગ દેખાય નહિ તેથી ત્રણ દિશામાં વિચાર કરવો પડે છે. " પ્રથમ દાર્શનિક પ્રમાણે જોતાં જૂના પાટણને કિલ્લો ન હતો એમ માનવાને તે પ્રેરે છે, પાટણની યુદ્ધકથાઓ આ વિચારને પુષ્ટ કરે છે, તથા પાટણની સમકાલીન ચંદ્રાવતી, અર્થણ જેવી રાજધાનીઓને પણ કિલ્લો ન હતો એમ તેના અવશેષો: દર્શાવે છે. ચંદ્રાવતીના મુખ્ય નગરની વાયવ્ય નાની ગઢી હતી, પરંતુ અણ્ણામાં તે પણ ન હતી. તેથી પાટણના કિલ્લાની વાત પરંપરાગત નગરવર્ણનની શૈલીની કાવ્યરચના ગણવી પડે, • અને એ કાવ્યશેલીનાં મહાકાવ્યો વગરકિલ્લાનાં નગરને કિલ્લેબંદ દર્શાવવાની ચેષ્ટા કરતાં ગણાય. ' છે પરંતુ આ વિધાન ઘણું આઘાતજનક લાગે તેવું છે, તેથી બીજી દિશામાં વિચાર કરવા માટે અણહિલવાડમાં વધુ તપાસ કરીને અન્યત્ર દુર્ગના અવશેષો શોધીને તે ચાવડાસોલંકી યુગના છે એ વાત સિદ્ધ કરવી પડે. આ પ્રયાસ સિવાય માત્ર સાહિત્યનાં યથાર્થ લાગતાં વર્ણન દ્રવ્યાશ્રિત છે એ અભિપ્રાય ગ્રાહ્ય રખાય એવો આજની અન્વેષણ પ્રક્રિયાની સ્થિતિમાં લાગતું નથી. બને તેટલી ઝીણવટથી કરાયેલા આ અન્વેષણનું કાર્ય આગળ ચલાવતાં તે બાબત ઝાઝો ફેર પડે એવા અવશેષો દેખાતા નથી એમ નોંધવાની જરૂર છે. ત્રીજી પરિસ્થિતિ પણ આવાં વિધાન માટે દ્રવ્યાશ્રિત સાધને રજૂ કરે છે. તે પ્રમાણે માનવવસવાટની પ્રક્રિયામાં પાટક, પિળ અથવા પ્રતિલિવાડા આદિ પદાન્તવાળી રચનાઓ જોવી પડે. આ રચનાઓમાં પાટક પરથી પાડી, વાડા અને પ્રતાલિ પરથી પિાળ શબ્દો વ્યુત્પન્ન થયા છે, તેથી તે જુદા જુદા પ્રકારની રચનાઓ હેવાને સ્વાભાવિક મત બંધાય. પરંતુ પાટક અને પ્રતાલિ એક જ જાતની રચના છે એમ અમદાવાદમાં મળતા “પાટક લટકણ” અને “લટકણ પ્રતોલિ'ના ઉલ્લેખો સ્પષ્ટ કરે છે. આ રચનામાં વચ્ચે ચેકની આજુબાજુ બંધાયેલાં મકાનોની પછીતો દુર્ગની રચના ઊભી કરે છે. પાટક અને વાડા વચ્ચે એની આજુબાજુની વાડ જેવી રચના સામ્ય ધરાવે છે. આ જાતની રચના ચંદ્રાવતી તથા ચાંપાનેરે જેવાં મૃત નગરોમાં જોવામાં આવી છે. તેવી રચનાવાળા રાજનિવેશનું વર્ણન ‘ઉત્તમ સાલમાં હોવાનો મત પણ વ્યાજબી ગણાય. પરંતુ તે નગરના કેટલાક ભાગ માટેનું આંશિક સત્ય ગણાય, અને તેનાથી આખું પાટણ કિલ્લેબંદ હતું એમ કહેવાય નહીં. ' * આમ હેમચંદ્રાચાર્યનું કેટલુંક વર્ણન કલ્પનામિશ્રિત અને કેટલુંક વર્ણન યથાર્થ હોવાનું નગર, તળા, નદી આદિનાં દ્રવ્યાશ્રિત અધ્યયન પરથી દેખાય છે. તે પ્રમાણે
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy