________________
૪૩.
સાહિત્યની રચનામાં થાશ્રયનું મહત્ત્વનું સ્થાન છે. તેથી તે મહાકાવ્ય વિશેષ રૂપે છે અને ઈતિહાસનું આલેખન છે એમ જણાય છે. મહાકાવ્યની રચનામાં નગર, ઉદ્યાન જેવાં વર્ણમાં માનવામાં ઉપયોગમાં લીધેલાં તથા નૈસર્ગિક દ્રવ્યોનું વર્ણન સહજ હોય છે,
જ્યારે અર્ણવ, શેલ, ઋતુ, ચંદ્ર અને સૂર્યોદયના વર્ણનમાં નૈસર્ગિક પદાર્થોનું વર્ણન વધુ પ્રમાણમાં હોય છે. તદુપરાંત મધુપાન, વિપ્રલંભ, વિવાદ કુમારદય, પ્રયાણ, નાયકાત્યુદય જેવા પ્રસંગો, નરનારીનાં વર્ણનો, તેમનાં વસ્ત્રાભૂષણ, રિવાજ, આદિ દર્શાવે છે.
હેમચંદ્રાચાર્યનાં લખાણમાં સંસ્કૃત દ્વયાશ્રય કાવ્યના પ્રથમ સર્ગમાં ૧૩૦ ગ્રંથપ્રમાણ વર્ણન અણહિલવાડ પાટણનું છે. તે જ પ્રમાણે પ્રાકૃત દ્વયાશ્રયના પ્રથમ સર્ગમાં ૨૬ ગ્રંથપ્રમાણ વર્ણન પણ એ જ નગરનું મળે છે. આ ૧૫૬ ગ્રંથપ્રમાણની વિગત જોતાં નગરનું વર્ણન ૧૪ ગ્રંથપ્રમાણ અને તેના વૈભવની કલ્પના ૧૩ ગ્રંથપ્રમાણમાં છે. અન્ય વર્ણનમાં સ્ત્રીવર્ણન, નાગરિક ગુણવર્ણન, રાજલે ક્વર્ણન, વિદ્યાવર્ણન આદિ હાઈ તે મુખ્યત્વે કાવ્યમય વર્ણન છે, પરંતુ તેની મદદથી નગરની કવિ કલ્પનાને બદલે તેમાં અણહિલવાડ પાટણનું અતિહાસિક વર્ણન છે એવી દૃષ્ટિથી તેનું અર્થઘટન કરવાના પ્રયાસો થયા છે, તેની તપાસ કરવાની જરૂર છે. હેમચંદ્રાચાર્યે આપેલાં નગર વર્ણનના "अस्ति स्वस्तिकवद् भूभेधर्मागार नयास्पदम् । पुर श्रिया सदाश्लिष्ट' नाम्नाणहिलपाटकम् ॥ (૧.૪) જેવા ઉલ્લેખો પરથી નગરનું વર્ણન કંઈક ચમત્કારિક અને ભૂમિ પર અલંકારરૂપ ધમંગાર હતું. તે ધનધાન્યથી ભરપૂર હતું એમ દર્શાવે છે. આ સમગ્ર વર્ણન પરથી
ગર-આયોજન, વિસ્તાર આદિની કલ્પના થઈ શકતી નથી. પરંતુ આ નગરનાં કેટલાંક વિશેષ વણને પણ કવિ તરીકે હેમચંદ્રાચાર્ય નોંધે છે. તેમાં ગગનને સ્પર્શતો મોટો કેટ, ઘરમાંથી નદીનાં દર્શન કરતી સ્ત્રીઓ, તેમાં રવયંભૂ, શ્રીપતિ, શંભુ, સૂર્ય, સોમ, ષડાનન જેવા દેવનાં મંદિર, પાર્શ્વજિનાલય આદિ દેવસ્થાને, રાજમહેલ, ઉદ્યાને, નદીકિનારે આદિની નોંધ કરી છે.
આ નોંધની વિગતે તપાસતાં તેમાં કાલ્પનિક વર્ણનની સાથે કેટલાંક યથાર્થ વર્ણને દેખાય છે. તેમાં પાટણની સરસ્વતીને કિનારે રમતા જયસિંહના વર્ણનમાં સ્થાનિક, પરિસ્થિતિ સ્પષ્ટ દેખાય છે, તથા નગરના સીમાડાના વર્ણનમાં દિમિત્રો જુનું gિવીકાઃ અન્ન થાયમિશ્રારા નિષેવ્યને વદિદ્ભુવઃ (૧.૨૬) જેવી આપેલી વિગતે પણ સ્થાનિક પરિસ્થિતિનું ઉત્તમ વર્ણન છે. આ સ્થાનિક પરિસ્થિતિ પશ્ચિમ ભારતના ઘણું નિવેશ માટેનું સામાન્ય વર્ણન છે. પરંતુ તેની સાથે જ્યારે હેમચંદ્રાચાર્ય પાટણ પાસેની સરસ્વતી નદીનું વર્ણન કરે છે ત્યારે રોક્યો વચ્ચેનો જીવ ચારાનાયિની !
જોતિ ત્રાહ્મત્ર નાથા ગયા નથી (૧.૨૩) તેમાં ભારોભાર પૌરાણિક કથા પરથી ઉત્પન્ન થતી કવિકલ્પના સ્પષ્ટ થાય છે. પાટણની માત્ર વર્ષાઋતુમાં પાણી રહે તેવી સરસ્વતી નદીને નવ્યા કહેવી, તેને બ્રહ્માની પુત્રી સાથે સરખાવવી ઇત્યાદિ કવિકલ્પના નદીનું માહાભ્ય વધારવા માટે માત્ર નદીનાં નામ પરથી વિકસાવેલું પૌરાણિક યા મિશ્રિત વર્ણન છે એમ ગણવા સિવાય બીજો માર્ગ નથી.