SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ અણહિલપુર નગરનાં મોટાં મકાન તથા મેતુંગાચાર્યે કરેલાં વર્ણનમાં મળતાં કંટકેશ્વરી, ભટ્ટારિકા દેવી, ભૂયડેશ્વર પ્રાસાદ, મૂલરાજ વસહિકા, મુંજાલદેવપ્રાસાદ, ત્રિપુરુષપ્રાસાદ, ચંદ્રનાથ, ચાચિણેશ્વર આદિ દેવાલયોનાં નામે છે. તે કાલબળે સ્મૃતિશેષ બની ગયાં છે. તે જ પ્રમાણે હેમચંદ્રાચાર્યો વર્ણવેલા પાર્શ્વજિનાલયની પણ આવી દશા થયેલી છે. તેથી તેની રચના આદિ પર વિશેષ ધ થઈ શકે એમ નથી. પરંતુ જૂના અણહિલપુરના અવશેષો આજના પાટણની પશ્ચિમે અનાવાડામાં પડેલા છે. તેમાં તપાસ કરતાં પાટણમાં ઈટ અને માટીનાં ચણતરવાળી ઇમારત હતી, તથા ત્યાં આરસપહાણ, પારેવો પથ્થર તથા ખરતે પથ્થર, મંદિરે, વાવ, તળાવ આદિ બાંધવામાં તથા શિલ્પકામ માટે વપરાયેલ હોવાનું દેખાય છે. આ પથ્થરની પ્રાપ્તિને લીધે હેમચંદ્રના સમયના કુમારપાલના પાર્શ્વજિનાલયની કેટલીક વિગતે સમજાય છે. આ પાર્શ્વચેત્ય સુવર્ણ, ઇન્દ્રનીલમણિથી ચળકતું અને શ્વેત સ્ફટિક પાર્શ્વ બિંબવાળું હતું એમ વર્ણન કર્યું છે. આ વર્ણન પણ શિલ્પ કે સ્થાપત્યના ગ્રંથમાં આવતાં તળદર્શન, ઊર્ધ્વ દર્શન તથા શિલ્પાદિની વિગતવાળું નથી, પરંતુ નગરમાં આકર્ષક ચમકતું દર્પણગ્રહ કે આદર્શગૃહ જેવું મંદિર હવાનું દર્શન કરાવે છે. આ વર્ણનને પ્રાકૃત થાશ્રયનાં ૨.૪૦નાં નીમિત્તિ સાથે સરખાવવાથી તેની ભીંત પારેવા પથ્થરની નીલરંગી હોવાની બાબત સમજાય છે. અને પારેવા પથ્થરને નીલમણિ કહ્યો લાગે છે. આ નીલમણિ પર વિસ્તૃત વિવેચન કરતાં તેને “મર ની નીમણ ૨.૪૬માં વર્ણવ્યો છે તે પરથી પણ હેમચંદ્રાચાર્યને આ ઉલ્લેખ પારેવા પથ્થરને ગણાય; કારણ કે પારેવા પથ્થરમાં બે વિશિષ્ટ રંગે હોય છે. મોટે ભાગે તે આકાશના કે પારેવાના રંગ જેવા હોય છે, તેથી તે નીલમણિ હેવા બાબત શંકા રહેતી નથી. પરંતુ તેમાં લીલા રંગના પણ પથરે હોય છે, એટલું જ નહિ પણ કેટલાંક સંજોગોમાં લીલા અને ભૂરા રંગ પાસે પાસે પણ હોવાનું જોવામાં આવે છે. તેથી લીલા રંગની છાંટવાળા કે લીલા રંગના પારેવા પથ્થરને હેમચંદ્રાચાર્યને વર્ણન પરથી ડુમર નીચ કહ્યા હોય અને તેથી નીલને બદલે ગુજરાતીમાં હરિત અથવા લીલા રંગ માટે શબ્દ “લીલો પ્રચારમાં આવ્યો હોવાનો સંભવ છે. પરંતુ એ શબ્દની પ્રાચીનતા તપાસવાની આવશ્યકતા છે, કારણ કે અભયતિલકગણિના (વિ. સં. ૧૩૧૨ વિ. સં. ૧૩૭૭) સમયમાં ની રિસાઈ (૬.) અર્થ થઈ ચૂક્યો હતો.' પારેવા પથ્થર તથા આરસપહાણ પર સારે ચળકાટ આવે છે તેથી તે મણિ કે અરીસાની માફક ચળકતા હોય છે તેથી પણ કેટલીક ક૯૫ના વિકસે છે. આ કલ્પના ચળકતા મંદિરને લીધે સોમપ્રભસૂરિએ વિ. સં. ૧૨૪૧માં વાપરી છે, તે મુજબ “નાमणि-भवण भित्तीसु पेच्छिमु अत्तणो वि पडिबिब पडिजुवइ-संकिरीओ कुषति पिएसु मुद्धाओ" જેવું વર્ણન વડેદરાથી ૧૯૨૦માં પ્રસિદ્ધ ગ્રંથના પૃ. ૩ની પંક્તિ ૨૧-૨૨ પર આપ્યું છે. આ વર્ણને પોતાનું પ્રતિબિંબ જોઈને વિવિધ કાર્યો કરવાનાં પ્રતીકનું સ્મરણ કરાવે છે. ગ્રીક કથાને નીઆરકસ કે નર્સીસ, પંચતંત્રને પોતાનું પ્રતિબિંબ જોઈને કુવામાં
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy