SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ આ અનુમાનની સાથે હેમચંદ્રાચાર્યની જીવનકથા જોતાં તેમની પ્રથમ દીક્ષા વિ. સં: ૧૧૫૦ = ઈ. સ. ૧૦૯૪માં માધ ૧૪ શનિવારે થઈ. આ વર્ષોમાં ઉદયને હેમચંદ્રાચાર્યની દીક્ષામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, તેથી અન્ય એતિહાસિક સામગ્રી સાથે તેને મેળ બેસાડવો પડે. . આ વર્ષ કર્ણદેવ સોલંકીના રાજ્યશાસનનું છેલ્લું વર્ષ અને જયસિંહ સિદ્ધરાજના રાજયનું પ્રથમ વર્ષ હતું. તે પરિસ્થિતિમાં ઉદયનનો પ્રભાવ મંત્રી તરીકે ન હો, તથા તે સ્તંભતીર્થમાં હતો એ માન્યતા જોતાં, તેમજ તેનું મળતું જીવનવૃત્તાંત તપાસતાં તે કર્ણાવતીમાં હોવાની શક્યતા વધુ છે. તેણે કર્ણાવતીમાં ઉદયનવિહાર બંધાવ્યો હતો, તેથી કર્ણદેવના અંતિમ દિવસોમાં ઉદયન કર્ણાવતીમાં હોય એ સંભવ વધુ છે. તેથી લિખિત પરંપરામાં કર્ણાવતીમાં ચાંગદેવને લઈને દેવચંદ આવે છે અને ઉદયન તેને રક્ષણ આપે છે એ મેરતુંગાચાર્યે આપેલી માહિતી વધુ પ્રતીતિકર છે. કારણ કે ઉદયનને વેપારધંધો પણ કર્ણાવતીમાં જ હતો, આ સમગ્ર પરિસ્થિતિ જોતાં તથા કર્ણાવતીની અતિહાસિક પરિસ્થિતિ ત્યાંથી મળેલાં હનુમાન, શિવલિંગ, મંદિરના ભગ્નાવશેષો આદિ પરથી તેનું સ્થાન નક્કી કરવાથી તથા સ્તંભતીર્થ એ ભેખડ પરનું ગામ છે, એ ભૌગોલિક સ્થિતિને લીધે કર્ણાવતીમાં સ્તંભતીર્થ હતું અને ત્યાં હેમચંદ્રાચાર્યને દીક્ષા મહોત્સવ થયો હતો એમ ઉપલબ્ધ લિખિત તથા દ્રવ્યગત સાધનોને બળે અનુમાન પ્રબળ બને છે. તેથી જન પરંપરામાં અસંગતિ પેદા થતી નથી. હેમચંદ્રાચાર્યની પ્રવૃત્તિમાં તેમનો લેખન-વ્યવસાય મહત્ત્વ ધારણ કરીને “કળિકાળ સર્વ'નું બિરૂદ અપાવે છે. તેમના લખાણમાં વ્યાકરણ, છંદ, કાવ્ય, મહાકાવ્ય, જેનદર્શન, પ્રમાણ ચરિત્ર આદિની ગણના થાય. આ ગ્રંથ લખવાના ઉદેશે પૈકી ચૌલુક્ય રાજવીઓની વિદ્યાવ્યાસંગની ખટ, પરમારની સરખામણીમાં એકપક્ષે પૂરી કરવાની હતી. અગિયારમી સદીના પ્રારંભની ભેજ પરમારની સરસ્વતી ઉપાસના અને ધારાવિજય પછી આણેલા ગ્રંથ આદિ સિદ્ધરાજ જયસિંહના જીવનના આખરી દિવસનું કાર્ય છે. તે વખતે હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કાર્ય વધે છે અને જયસિંહના અનુકાલીન કુમારપાલના વખતમાં તેમની પ્રવૃત્તિ ચાલુ રહે છે. | હેમચંદ્રાચાર્યનાં લખાણોની મદદથી તત્કાલીન દ્રવ્યો અને ભૌતિક સંસ્કૃતિની કેટલીક હકીકતો મળે છે, તથા તે યુગના અવશેષોની મદદથી તે જ્ઞાન દઢ થાય છે, તે દષ્ટિએ જોતાં હેમચંદ્રાચાર્યનાં લખાણે પૈકી કયાશ્રય મહાકાવ્યનાં વર્ણને ઘણું મહત્ત્વનાં છે. સંસ્કૃત અને પ્રાકૃત મહાકાવ્યોની કલ્પના પ્રમાણે આ લખાણે થયાં છે તેથી આ મહાકાવ્યોની કલ્પના તે યુગમાં કયા પ્રકારની હતી તે જાણવા માટે દંડીના કાવ્યાદર્શ તથા વિશ્વનાથના સાહિત્યદર્પણ આદિ ગ્રંથોના વિચારો જોતાં અને તેને કાવ્યાનુશાસનમાં હેમચંદ્રાચાર્યે દર્શાવેલા વિચારો સાથે સરખાવતાં તેમાં મહાકાવ્ય, ઈતિહાસનાં કથાવસ્તુ પર આધારિત હોવાનું સ્પષ્ટ થાય છે. તેમાં નગર, અર્ણવ, શિલ, તું, ચંદ્રોદય, સૂર્યોદય, ઉદ્યાન, સલિલક્રીડા, મધુપાન આદિનાં વર્ણને આવશ્યક મનાય છે. તેથી મહાકાવ્ય લખવાની આશા રાખનાર કવિવર્ગ તેનાં કાવ્યમય વર્ણને કરવા પ્રેરાય છે. આવાં કાવ્ય
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy