________________
હેમચંદ્રાચાર્યના યુગની ભૌતિક સંસ્કૃતિ
છે. રમણલાલ નાગરજી મહેતા જેન તત્વજ્ઞાનનાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યનાં ક્ષેત્રોમાં જ્ઞાનપ્રાપ્તિના સાધનમાં અને તેની પરીક્ષામાં “નય'નું મહત્ત્વનું સ્થાન છે. તેમાં દ્રવ્યનય અને પર્યાયનયના મુખ્ય ભેદો પૈકી દ્રવ્યનય આશ્રિત વિચાર કરવાનો આ લેખનો હેતુ છે. દ્રવ્ય પ્રમાણમાં સ્થિર છે. તેથી અતીતની આરાધના માટે તેને ઉપયોગ કરવાથી માત્ર વાણીગત પર્યાય જ્ઞાન કરતાં વધુ પ્રમાણભૂત જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે, એટલું જ નહીં પણ તેની પરીક્ષા માટે વધ સરળતા રહે છે, તેથી પુરાવસ્તુવિદ્યા જેવા વિષયોને વિકાસ થાય છે. પુરાવસ્તુવિદ્યાના ઉપયોગ માટેના પ્રયત્નોમાં માત્ર પ્રાચીન વસ્તુઓની મદદથી જ્ઞાન પ્રાપ્ત કરવું તથા પ્રાચીનવસ્તુઓ મળે ત્યારે તેની સાથે વાણીગત મૌલિક કે લિખિત પરંપરા પર્યાયજ્ઞાન તપાસીને તેની મદદથી તથા નૈસર્ગિક અધ્યયનથી અર્થધટન કરવું ઇત્યાદિને સમાવેશ થાય છે. પ્રસ્તુત લેખમાં હેમચંદ્રાચાર્યનાં લખાણોમાં નિર્દિષ્ટ ભૌતિક સંસ્કૃતિની હકીકતને, પ્રાપ્ત વસ્તુઓ સાથે સરખાવીને તે બંનેની તુલના દ્વારા અધ્યયન કરવાને પ્રયાસ છે. પરંતુ તે આ સંગોષ્ઠિની સમયમર્યાદામાં કેટલાંક પાસાને ઉલ્લેખ કરીને જ અટકે છે એ નોંધવાની જરૂર છે. હેમચંદ્રાચાર્યનાં અંગત જીવન બાબત તેમણે ભારતીય પરંપરાને અનુસરીને ઘણી ઓછી માહિતી આપી છે, તેથી તેમના જીવન માટે આપણે અનકાલીન સામગ્રી પર આધાર રાખવો પડે છે. તેમના જીવનનો પરિચય તેમના પછી આશરે ૮૦ વર્ષે પ્રભાચંદ્ર અને પ્રદ્યુમ્નસૂરિએ પ્રભાવચરિતમાં આપ્યો છે. ત્યાર બાદ વિક્રમ સંવત ૧૩૬૨ ની વૈશાખ સુદ પૂર્ણિમાએ પૂરા થયેલા પ્રબંધચિંતામણિમાં મેરૂતુંગાચાર્યે તેમના જીવનની હકીકત આપી છે. ત્યારબાદ વિ. સં. ૧૪૦૫માં રાજશેખરે પ્રબંધકોષમાં અને વિ. સં. ૧૪૯૨માં જિનમંડન ઉપાધ્યાયે કુમારપાલચરિતમાં કેટલીક વિગતે આપી છે, આ વિગતો પરથી અનુકાલીન પરંપરા ચાલે છે.
હેમચંદ્રાચાર્યની જીવન બાબત આપેલી વિગતો પ્રમાણે તેઓ ધંધુકાના મોઢવણિક જ્ઞાતિમાં જન્મ્યા હતા. (વિ. સં. ૧૧૪૫ = ૧૦૮૯ ઈ. સ.) તેમનું નામ ચાંગદેવ હતું અને તેમના ગુરુ દેવચંદ્ર તેમને લઈને સ્તંભતીર્થ ગયા હતા, આથી હેમચંદ્રાચાર્યને સ્તંભતીર્થ અર્થાત્ ખંભાતમાં દીક્ષા સમારંભ ઉદયન મંત્રીએ કર્યો હતો એવી પરંપરા વિદ્યમાન છે. * આ પરંપરાને દ્રવ્યગત સાધન વડે તપાસતાં સ્તંભતીર્થ એ ખંભાતને જ પર્યાય છે એમ સમજવામાં બાધક પ્રમાણ ઊભું થાય છે, આ બાધક પ્રમાણ ઊભું કરતે એક પથ્થરને શિલાલેખ અમદાવાદના સપ્તર્ષિ આરા વિસ્તારમાંથી મળ્યો હતો. તેની પરનાં લખાણમાં કર્ણાવત્યાં સ્તંભતીર્થને ઉલેખ છે: “કર્ણવત્યાં સ્તંભતીર્થે નો અર્થ કર્ણાવતીમાં સ્તંભતીર્થ એવો થાય તેથી કર્ણાવતીમાં જ સ્તંભતીર્થ હોવાનું અનુમાન થાય.