________________
સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય—આ વ્રતને પોતાની રીતે જરૂરી વિગતો સાથે અને વિશેષ. ભારપૂર્વક તે નિરૂપે છે, તેની સાથે સંકળાયેલા આનુષંગિક પ્રશ્નો પણ ચર્ચે છે.
(ઈ) સદાચારધર્મને આ નિરૂપણ પાછળ આમ એક ચોક્કસ ઉદ્દેશ છે અને તેને બર લાવવા માટે ચેકસ, તાર્કિક દૃષ્ટિ છે. તેની સાથે જ જૈન સદાચારધર્મ અહીં નવીન પદ્ધતિએ નિરૂપાય છે–અને પરિણામે સર્વધર્મસહિષ્ણુતાના આગ્રહી હેમચંદ્રાચાર્યને અહીં નિરૂપાયેલે સદાચારધર્મ વ્યાપક રીતે માનવીય સદાચારધર્મ બની જાય છે. આ તેનું એક અગત્યનું પાસું છે.
(ફ) પરિણામે અહીં યોગશાસ્ત્રમાં પ્રબોધેલો સદાચારધર્મ જૈન સદાચારધર્મ હોવાની સાથે સાથે ગુજરાતના સર્વ ધર્મોને, ભારત આખાનો માર્ગ સૂચક સદાચારધર્મ બની જાય છે. યોગશાસ્ત્ર' એ ગ્રંથની બહુમૂલ્યતાનું આ પણ એક પ્રમાણ છે. પ્રભાચન્દ્રાચાર્યની ઉક્તિ છે કે –
श्री हेमचन्द्रसूरीणां अपूर्व वचनामृतम् । जीवातुर्विश्वजीवानां राजचित्तावनिस्थितम् ॥
ગુજરાતની અસ્મિતામાં મુન્શી કહે છે કે—
એની પ્રરણાથી પ્રતાપને સંસ્કાર, સાહિત્યને સેવાને પ્રલય ઉછળે છે. તેનાં તે નેતિક શાસને વધારે સર્વવ્યાપી લિપિએ ફરી લખાયાં છે. . આ બંને વિધાન સમગ્ર યોગશાસ્ત્રને અને વિશેષે કરીને તેમાં પ્રબોધાયેલા આચારધર્મને લાગુ પડે છે. અને યોગશાસ્ત્રના એક વિદ્વાન સાચી રીતે જ કહે છે કે –
આ પુસ્તકનું ખરું મૂલ્યાંકન એ છે કે એમાં હેમચન્દ્રાચાર્યે પિતાના સ્વાનુભવથી
સમજવાનો અને બીજાને માટે એ સમજવાની ક્રિયા-પ્રક્રિયાને ઉલ્લેખ કર્યો છે; મન એ પણ એક અભ્યાસનો વિષય છે, એનું વિજ્ઞાન છે, એના અભ્યાસના નિયમો છે, એ સમજી શકાય એવી સાદી શલીમાં આપેલું છે”.
(ગોપાળદાસ જીવાભાઈ)