________________
અહિંસાવ્રતને જીવનના એક મહામંત્ર તરીકે સ્વીકારી સૂક્ષ્મ જીવોની પણ હત્યા થાય એવું કશું પણ ન કરવું એ બાબતના આચારધર્મના આગ્રહી જન ધર્મના પરમ ઉપાસક તરીકે હેમચંદ્રાચાર્ય મનુ અને બીજાઓના માંસાહાર બાબતના વિચારની કડક સમીક્ષા કરે એ પણ સ્વાભાવિક જ છે.
આના જ અનુસંધાને મદ્યપાનને પ્રખર વિરોધ હેમચંદ્રાચાર્ય કરે છે અને મદ્યપાન કરનાર પિતાની જે બેહાલી અને અધ:પતન નોતરે છે તેનું નિરૂપણ કરે છે (૩-૮ થી ૧૬). તે પણ તેમના સદાચારધર્મના એક અંગ તરીકે ખાસ ખાસ બેંધપાત્ર છે.
બ્રહ્મચર્યવ્રતના પાલન બાબતને તેમનો આગ્રહ અત્યંત ચેતનવંત છે (૨.૭–૭૮) અને તેની પાછળ સ્ત્રીઓ સાથેના સંગને નિવારવાની વાત પણ સ્વાભાવિક છે (૨.૭થી ૮૮). બંનેનું તાદશ વર્ણન આ વ્રત બાબતના એક તપસ્વી તરીકેના દૃઢ આગ્રહનું ઘાતક બની રહે છે.
આ જ વિરોધ આચાર્ય હેમચંદ્ર સત્યના સગવડિયા અર્થ બાબત કર્યો છે અને સંપૂર્ણ સત્યના સંસ્થાપન તથા અમલીકરણને આગ્રહ રાખ્યો છે (૨.૫૭-૫૮), સત્યના માર્ગે ચાલવું એ તો ખાંડાની ધાર પર ચાલવા જેવું છે, આ અસિધારાવત એ પણ સદાચારધર્મમાં એક પુરુષાર્થરૂપ છે.
આચારધર્મની સિદ્ધિ - એક આલોચના
ગશાસ્ત્રના પ્રથમ ચાર પ્રકાશની કુલ ૪૬૧ ગાથાઓમાં નીચેની વિલક્ષણતાઓ ખાસ ખાસ તરી આવે છે : - (અ) શ્રાવકે એટલે કે ગૃહસ્થો કિંવા વ્યાપક રીતે સંસારીજને બાહ્ય અને આંતરિક બંને રીતે સદાચારનું પાલન કરનારા બને અને એ રીતે પિતાનાં મન અને ચેતનાને ક્રમબદ્ધ રીતે ઉચ્ચ અને ઉચ્ચતર કક્ષાએ લઈ જાય અને તે પણ એવી રીતે કે આગળ મોક્ષ તરફ દોરી જનાર યોગસાધના કરવાની પાત્રતા કેળવે આ ઉદ્દેશ ધ્યાનમાં રાખી. તેને સદાચાર ધર્મ પ્રબોધી યોગમાર્ગે ગતિ કરાવે આ ઉદ્દેશ આ સદાચાર ધર્મના મૂળમાં રહેલો છે. આ રીતે હેમચંદ્રાચાર્ય જે આચારધર્મ પ્રબોધે છે તેને ઉદ્દેશ તેને માટે સર્વ રીતે સ્પષ્ટ છે અને પોતે જે સદાચારધર્મ પ્રબોધે છે તેને તદનુસારી આકાર તે આપે છે.
(બ) જન સદાચાર ધર્મનાં તમામ તો, તેમના પરસ્પરાશ્રયને ખ્યાલ રાખીને, સુવ્યવસ્થિત રીતે, સર્વગ્રાહી રીતે અને પૂર્ણતયા હેમચંદ્રાચાર્યે અહીં નિરૂપ્યાં છે.
(ક) મિતાક્ષરી, ઘણે અંશે સૂત્રાત્મક શૈલીમાં, છતાં સ્પષ્ટ અભિવ્યક્તિની આચાર્ય શ્રીની ક્ષમતા અહીં દેખાઈ આવે છે.
() પોતે સ્વીકારેલો ઉદ્દેશ આદર્શની સિદ્ધિ માટે હેમચંદ્રાચાર્ય ગની ભૂમિકા રૂપે આચારધર્મ પ્રબોધે છે ત્યારે પણ પિતાના આ ઉદ્દેશને બર લાવવા માટે અહિંસા,