________________
ઉપરાંત તેમના પુરગામી દિગમ્બર આચાર્યોના પણ ઉપકારક ગ્રંથે તેમણે વાંચ્યા છે, મૂલવ્યા છે, તેમાંથી ઘણું તેમણે લીધું છે. “પ્રશમરતિ’ (ઉમાસ્વાતિ)નો પ્રભાવ આ પ્રકારને ગણી શકાય. આ છતાં, આ હકીકત આ ગ્રંથની ગુણવત્તા ઓછી આંકવામાં નિમિતરૂપ નથી.
:
ગની મહત્તા
ગના મહત્ત્વ તથા મહત્તાની બાબતમાં હેમચંદ્રાચાર્યે કેટલીક અગત્યની વિચારણું રજૂ કરી છે તે આપણે ઉપર જોયું છે. વિશેષ વિધાને પણ સમજી, મૂલવી લેવાં એ યોગ્ય થશે. ૧-૧૦માં આચાર્ય વિધાન કરે છે કે –
अहो येोगस्य माहात्म्य प्राज्य साम्राज्यमुद्वहन् ।
સવાલ વાન મરતે મતાધિઃ છે (ગશાસ્ત્ર ૧.૧૦), ભારે મોટા સામ્રાજ્યના સ્વામી અને ભારતના અધિપતિ ભરત રાજાએ યોગને માર્ગે ગતિ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આપણે ઉપર જોયું છે તેમ ગની મહત્તા સ્વીકારતાં હેમચંદ્ર વેગનું મૂળ અને અંતિમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ એ છે એ નક્કી કરી આપ્યું છે. ગ્રંથના અંતે પણ તેઓ કહે છે કે યોગશાસ્ત્રના અભ્યાસ અને આચરણ તથા જીવનમાં અમલીકરણથી માનવને જિનબોધિલાભ થાય છે અને તે ભવ્યજન બને છે (૧૨-૫૭). ૩–૧૫૫ અને ૧૫૬માં પણ આ જ વાત કહી છે. આપણે ઉપર જોયું છે. તેમ વ્યાપક રીતે આમ યોગ એ માનવને મોક્ષમાગી બનવાની પાત્રતાની ઉચ્ચતર કક્ષા પર મૂકી દે છે અને સાથે સાથે તેને મોક્ષાધિકારી પણ બનાવે છે. અન્ય વિધાને આવાં પણ છે–ચોગ આપત્તિઓના સમૂહમાં પરશુ રૂપ છે (૧-૫). યોગ લાંબા સમયનાં એટલે કે અનેક જન્મોનાં પાપને દૂર કરે છે (૧-૭); અને યોગબળે ઘણું ઉદ્ધાર પામ્યા છે (૧-૬); વળી ખીલતા જ્ઞાનકુસુમની સમૃદ્ધિ માટે યોગ એ કલ્પદ્રુમ છે (૧–૯); ચાર પુરુષાર્થોમાં અગ્રણી એવા મોક્ષની પ્રાપ્તિ યોગને બળે જ થાય છે (-૧૫) –આ અને આને સમાન વિચારે દ્વારા આચાર્ય હેમચંદ્ર સદાચારધર્મ અને આત્મદ્ધારધર્મ એ બેને સુભગ સમન્વય એટલે ગ, આવી યોગની વ્યાખ્યા જાણે અહીં રજૂ કરે છે. અનેક ધર્મોના સારરૂપ આ યોગશાસ્ત્રમાં આ રીતે, જેનોએ પ્રબોધેલા સદાચાર ધર્મ અને દર્શનધર્મની એકરૂપતા સિદ્ધ કરી છે.
આચારધર્મના મૂળ તો
પ્રથમ ચાર પ્રકાશમાં જનોના આચારધર્મનાં તમામ તને આવરી લઈ વ્યવસ્થિત અને ક્રમબદ્ધ રીતે ગોઠવી દેવામાં આવ્યાં છે. તેમાં રત્નત્રય, વ્રત, સમિતિ, ગુપ્તિ, જ્ઞાનસાધના તથા આ તમામનું જીવનમાં અમલીકરણ વગેરેને સવિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અહિંસાનું સર્વાગીણ ચુસ્ત પાલન, પશુહિંસાને પ્રખર વિરોધ, માંસભક્ષણ તથા મદ્યપાનને વિરોધ અને સંપૂર્ણ સત્યનું પાલન—આ ચાર બાબતો પર હેમચંદ્ર જૈનમતાવલંબી તરીકે ભાર મૂક્યો છે, જે સ્વાભાવિક છે. આ સાથે આ તમામના