________________
પ
સત્યો સ્વીકારીને ચાલે છે કે–() સર્વ સંસારીજને મોક્ષમાર્ગે ગતિ કરવાના અધિકારી છે. (બ) આ અધિકાર સિદ્ધ કરવા માટે પાત્રતા કેળવવી જરૂરી છે; (ક) આ પાત્રતા સદાચારધર્મ પૂરેપૂરો સમજી તેના ચુસ્ત અમલીકરણ દ્વારા અને તદનુસારી રીતે મન તથા ચેતનાને કેળવવાથી સંભવે છે; (૩) આ પાત્રતા કેળવ્યા પછી માનવ યોગમાર્ગ ગ્રહણ કરે છે; (ઈ) આ યોગમાર્ગ ગ્રહણ કરીને માનવ આકર્ષ સાધી સાચા અર્થમાં મોક્ષનો સાધક બની શકે છે. ગ્રંથરચનાનાં પ્રમાણ
હવે પ્રશ્ન એ થાય છે કે જે આચારધર્મ અને તદનુસારી યોગ. હેમચંદ્ર આ ગ્રંથમાં પ્રબોધે છે તે ગ્રંથની રચનામાં તેનાં પ્રમાણ અથવા આધાર ક્યા? આ બાબત હેમચંદ્રના જ શબ્દો છે કે: ' * * ** તામે વેરધિન્ય સ0ાયાખ્ય સદ્ ગુરેઃ |
વૈદ્રનતકાપિ ચાશાસ્ત્ર વિરતે . (૧.૪) અર્થાત્ “શાસ્ત્રોરૂપી સમુદ્રમાંથી તથા સદ્ગુરુએ સ્થાપેલા સંપ્રદાય દ્વારા પ્રાપ્ત કરીને, મારા પિતાના સંવેદનના બળે હું આ યોગશાસ્ત્રની રચના કરું છું.” - આમ, શાસ્ત્ર બેધ, સદગુરુધ અને સ્વાત્મબોધ આ ત્રણ હેમચંદ્રના આ ગ્રંથની રચનામાં અને તે જ રીતે અન્ય તમામ ગ્રંથની રચનામાં મૂળ આધારરૂપ છે. શાસ્ત્રબોધ એટલે આગમ વગેરે તથા તેમના પર રચાયેલા ગ્રંથ, સશુરુબોધ એટલે ગુરુઓ પાસેથી મળેલું માર્ગદર્શન અને તે ઉપરાંત પુરોગામી આચાર્યોને ગ્રંથે. આ બે ઉપરાંત ગ્રંથ રચનારની સ્વાનુભૂતિને પણ અહીં મહત્ત્વ આપવામાં આવ્યું છે, તે નોંધપાત્ર છે. તપસ્વી અને આચાર્યની અનુપમ પ્રતિભા ધરાવનાર હેમચંદ્રની સ્વાનુભૂતિ પણ મૂલ્યવાન હોય તેમાં શંકા નથી. ખરેખર તે તે યુગના અને તેની પૂર્વેને શાસ્ત્રકારની રચનાના આ જ આધાર હતા. આપણને આ બાબત સહેજે મનુનાં સૂત્રાત્મક વચનનું સ્મરણ થાય કે
' વિશે ધર્મકૂરું હૃતિશી. વદ્ધિવાન્ ! ..
સાચારāવ સાધૂનામામનતુષ્ટિદેવ . (૨૬) .
અને
,
विद्वद्भिः सेवितः सद्भिः नित्यमद्वेषरागिभिः ।
હથેનાભ્યનુજ્ઞાતઃ ચા ધર્માદ્ધ નિધિત (૨.૧) ' અને હેમચંદ્રાચાર્ય ઉગશાસ્ત્રના બારમા પ્રકાશના અંત ભાગમાં ઉમેરે છે કે -
_ या शास्त्रात्सुगुरामु खादनुभवात् चाज्ञायि किचित्क्वचित्.
રાજાપનિષદ્વવપરિત વિશ્વમwiff I, (૧૨.૫૬) ત્યારે પણ આ જ ત્રણ પ્રમાણો–શાસ્ત્ર, ગુરુ અને સ્વાનુભવ, આ ગ્રંથની રચના-ચિત્તમાં ચમત્કારિક કરવાનાં નિમિત્ત રૂપે તેમણે સ્વીકાર્યો છે. સુગુરુના ઉપદેશ