________________
૩૪
- સ્પષ્ટ કરે છે અને પછી સંસારના અંત વિના મોક્ષ સંભવ નથી. છે કે સંસાનં કારણભૂત કષા તથા તેના કારણ રૂપ ઇન્દ્રિયની મીમાંસા કરે છે. મન:શુદ્ધિ, રાગદ્વેષ જીતવાના ઉપાય, સમભાવ, બાર ભાવનાઓ વગેરેની ચર્ચા કરે છે. આચારધર્મના આ માર્ગે ગતિ કરનારા સંસારીજનને માટે ઇન્દ્રિયજય અને ઇન્દ્રિયદમન, દેહદમન, મન પર વિજય, સંયમ, તપસ્વિતા વગેરે સાધવાં જરૂરી છે, અનિવાર્ય છે તે તેઓ બતાવે છે. આ આચારધર્મનું પાલન સંસારીના જીવનને, મનને, ચેતનાને ઉચ્ચતર ભૂમિકા પર લઈ જાય છે અને એ રીતે યોગમાર્ગે ગતિ કરવાને પાત્ર બનાવે છે તે હેમચન્દ્ર સૂક્ષ્મ રીતે ચર્ચે છે. આ રીતે આ ચાર પ્રકાશે, આ યોગસાધનાના માર્ગની પૂર્વ ભૂમિકારૂપ છે. આચારધર્મના પ્રશ્નો અને સિદ્ધિઓ - ચાર પ્રકાશમાં હેમચંદ્રાચાર્ય સમગ્ર રીતે આચારધર્મ નિરૂપે છે ત્યારે તેની સિદ્ધિઓ અને તેમાંથી ઉપસ્થિત થતા પ્રશ્નોની ચર્ચા હવે આપણે કરીએ. - સદાચારધર્મને દેખીતે સંબંધ માનવના મન સાથે છે, ચૈતસિક વૃત્તિઓ સાથે છે. આથી સદાચારના માર્ગે ગતિ કરતા માનવે પોતાનાં મન, ચેતનાનો ઉત્કર્ષ સાધવાને છે. આ આંતરિક ઉત્કર્ષ એ જ સાચી સાર્થકતા છે અને માનવને માટે આ મનને વશમાં લેવું એ જ સમસ્યા છે. એક વિધાન છે કે
- मन एव मनुष्याणां कारण बन्धमोक्षयोः ।
આ મનનો નિગ્રહ અનિવાર્ય છે તે છતાં નિગ્રહ કરવો એ કેટલું અઘરું છે તે બાબત ગીતામાં અર્જુન કૃષ્ણ સમક્ષ સાચી રીતે જ કહે છે કે
.... चञ्चलं हि मनः कृष्ण प्रमाथी बलवद् दृढम् ।
तस्याहं निग्रह मन्ये वायोरिव सुदुष्करम् ॥ (१-३४) વાયુને બાંધી શકાય તે જ મનને બાંધી શકાય એ વાત સ્વીકારવા છતાં કૃષ્ણ તેના નિગ્રહની અનિવાર્યતા સ્થાપિત કરી એ નિગ્રહ કઈ રીતે શક્ય બને તે સમજાવે છે.
असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् । . अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ॥ असंयतात्मना योगो दुष्प्राय इति मे मतिः ।
થરથારમના તુ ચતતા રાજ્યોવાસ્તુમુવાયત (૬.૩૫-૩૬) માનવ સંયમી બને, સતત પ્રયત્નરત રહે અને મનને નિગ્રહ કરે તો તેને માટે યોગમાર્ગની અનેક અનુપમ સિદ્ધિઓનાં દ્વાર ઊઘડી જાય છે. જાણે આવી જ માનવસ્વભાવ અને માનવમનની વાસ્તવિકતા સમજી સ્વીકારીને શ્રી હેમચંદ્રાચાર્ય સંસારીજનોને સદાચારધમ પ્રબોધે છે. અને પ્રબોધીને તેના વ્યક્તિત્વને ઉત્કર્ષ થાય અને તે ગમાગે ગતિ કરવાને પાત્ર બને તેવી દૃષ્ટિ ધરાવે છે. આને માટે ' તે ન ધર્મની પરિભાષામાં સદાચારધર્મનું શિક્ષણ પ્રથમ ચાર પ્રકાશમાં આપે છે. અહીં હેમચંદ્ર આ