SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પરશુ રૂપગ, લાંબા સમયનાં તમામ પાપને દૂર કરે છે (૫-૬). ખીલતા જ્ઞાનકુસુમની સમૃદ્ધિને માટે વેગ એ કલ્પદ્રુમ છે. યોગસાધનાના બળે ભરત કેવળજ્ઞાન પામ્યા, તે મહાપાતક આચરનારાઓને અને ઘાતકી જનોને માટે પણ ઉદ્ધારને અર્થે યોગ એ સરળ અવલંબન છે (૧૦-૧૧-૧૨). આ રીતે યોગની મહત્તાનું સુંદર નિરૂપણ કર્યા પછી તેઓ સ્થાપિત કરે છે કે અંતે તે યોગ એ મોક્ષ પ્રાપ્ત કરવાનું અમોઘ સાધન છે. માનવના જીવનના ચાર પુરુષાર્થોમાં મેક્ષ અગ્રણી છે અને તે ભેગથી જ સંભવે છે (૧૩–૧૪). યોગના માહાભ્યનું આ રીતે સ્થાપન કર્યા પછી, મોક્ષ જેનાથી સંભવે છે તે યોગના સાધન રૂ૫ રત્નત્રયનું વ્યાખ્યાન હેમચંદ્રાચાર્ય કરે છે (૧૪-૧૫-૧૬). આ સાથે સમ્મચારિત્રના પ્રકારોને નિર્દેશ તેઓ કરે છે. ૧૯મી ગાથાથી શરૂ કરી હેમચંદ્રાચાર્ય અહિંસા વગેરેનું વ્યાખ્યાન કરે છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું વ્યાખ્યાન આચાર્ય આપે છે. આ પછી નોંધપાત્ર છે સત્ય વ્રત (૨૭), બ્રહ્મચર્ય (૩૧), અપરિગ્રહ અથવા આર્કિન્ય (૩૩ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી પવિત્રિત તે સમ્યફચારિત્ર (૩૪). આ પછી હેમચંદ્રાચાર્ય આગળ જેને દૃષ્ટિએ જ પાંચ સમિતિની વ્યાખ્યા કરે છે (૩૬ થી ૪૦) અને ત્રણ ગુપ્તિની પણ (૪૧-૪૪). આ દિતીય પ્રકાશમાં તેનું નિરૂપણ કર્યા પછી તેમની વિગતોમાં ઉતરતાં હેમચંદ્ર સમ્યફ7–મિથ્યાત્વ, દેવ-કુદેવ, ગુરુ-કુગુરુ, ધર્મબુદ્ધિ-અધર્મ બુદ્ધિ વગેરેની આલોચના કરે છે અને તેમની વચ્ચેના અતિ ભેદની સ્પષ્ટતા કરે છે. આના પરથી માનવજીવન માટે શું પ્રગતિકારક અને શું વિઘાતક તે આપોઆ૫ તારવી શકાય તેમ છે. આ ઉપરાંત આ પ્રકાશમાં હેમચંદ્રાચાર્ય ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાત્રતે. પાંચ અણુવ્રત વગેરે સવિસ્તર ચર્ચે છે. આ જ સંદર્ભમાં સત્ય-અસત્ય ભેદ અને સત્યની મીમાંસા હેમચંદ્ર આપે છે. અહિંસાની સંપૂર્ણ સ્થાપના કરી તેની વિગતો આપવા સાથે તેઓ અસ્તેય, અમથુન, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય પ્રશસ્તિ આપે છે ત્યારે શ્રાવક અને ગૃહસ્થના જીવનને સંયમયુક્ત એ સદાચાર જ નિરૂપાય છે. તૃતીય પ્રકાશમાં નોંધપાત્ર છે માંસભક્ષણને પ્રખર વિરોધ અને માંસભક્ષણના પ્રતિપાદકોની કડક ટીકા. આગળ વધીને હેમચંદ્રાચાર્ય નવનીત ભક્ષણને પણ નિષેધ ફરમાવે છે (૩૪-૩૫), ઔષધ માટે પણ મધના ઉપયોગનો નિષેધ ફરમાવે છે (૩૭–૩૮). આગળ તેઓ આ ભજનનું મહત્ત્વ નિરૂપે છે (૬૦). અંતે તેઓ ઉમેરે છે કે પુણ્ય એવું પૌષધવ્રત અપનાવનારા ગૃહસ્થાને પણ ધન્ય છે. '' ચતુર્થ પ્રકાશ આગલા ત્રણના અનુસંધાને અને તુલનાએ વધુ તાત્વિક છે. શાશ્વત આચારધમ જિન દષ્ટિએ પ્રબોધ્યા પછી, વેગને મૂળભૂત અને એકમાત્ર ઉદ્દેશ મોક્ષની પ્રાપ્તિ એ છે, એ સંસ્થાપન કર્યા પછી હવે હેમચંદ્રાચાર્ય એક બાજુ આત્મા અને બીજી બાજુ જ્ઞાન, દર્શન તથા ચારિત્રની એકતાનું સ્થાપન કરે છે. સંસાર અને મેક્ષન ભેદ હેમચંદ્ર
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy