________________
- ૩૨
ભાવ એ છે કે –
શ્રી ચૌલુક્યરાજા કુમારપાળે કરેલી પ્રાર્થનાથી પ્રેરણા પામેલા એવા અમે, અમારા પિતાના રચેલા, તત્ત્વજ્ઞાનરૂપી અમૃતના સાગર સમા યોગશાસ્ત્રની વૃત્તિ રચી; તો જેન ધર્મના ઉપદેશથી શોભતી તે સ્વર્ગ, ભૂમિ અને પાતાળ એમ ત્રણેય લોકમાં આનન્દપૂર્ણ બની પ્રસરો.” આને સ્પષ્ટ અર્થ ખૂલર કહે છે તેમ એ થયો કે કુમારપાળને “ગની ઉપાસના પ્રિય હતી; તેણે અન્ય યોગશાસ્ત્રો જોયાં હતાં. આ કારણથી તેને પુરોગામી
ગશાસ્ત્રોથી વિલક્ષણ એવું યોગશાસ્ત્ર સાંભળવાની ઈચ્છા હતી. તેણે તેથી ભારે અભ્યર્થના કરી. અને તેના પ્રતિભાવરૂપે આ ગ્રંથની રચના થઈ. હેમચંદ્રનું આ યોગશાસ્ત્ર પહેલાં કુમારપાળની અને તેની પાછળ આપણું સૌની અણમોલ સમ્પત્તિરૂપ શાસ્ત્ર બની રહ્યું છે. તેથી તે ઉપનિષદ્ તરીકે પણ ઓળખાય છે.
બાર પ્રકાશના આ શાસ્ત્રમાં પહેલા ચાર જિન ધર્મની દૃષ્ટિએ ખાસ શ્રાવકેના જીવનનું સમુચિત ઘડતર કરી તેમાં ઉત્કર્ષ આણનાર, કહો કે માનવજીવનને ઉચ્ચતર ' સિદ્ધિને પાત્ર બનાવનારા આચારધર્મના પ્રકાશે છે. એમ દેખાઈ આવે છે કે માનવજીવનને ઉચ્ચતર સિદ્ધિને લાયક બનાવનારા આ સદાચારપ્રકાશ છે. એમ પણ લાગે છે કે આ યોગશાસ્ત્રની રચના ગૃહસ્થજીવનને અનુલક્ષીને જ કરવામાં આવી છે. ગૃહસ્થના જીવનને, તેના મન અને ચેતનાને ઉત્કર્ષકારક ક્રમમાંથી પસાર કરી, જેનું અંતિમ લક્ષ્ય મોક્ષરૂપ સિદ્ધિ એ છે, તે ગમય જીવનમાં ગતિ કરાવવા માટે આ શાસ્ત્રની રચના કરવામાં આવી છે. ટૂંકમાં, “ગશાસ્ત્રીને હેતુ શ્રાવકની, ગૃહસ્થની મોક્ષપ્રાપ્તિની ઈચ્છા સુભગ રીતે પાર પડે તે જોવાનું છે. “મોહરાજપરાજય”માં કહેવામાં આવ્યું છે કે યોગશાસ્ત્ર એ તે મુમુક્ષઓને માટે વાકવચ જેવું છે. આપણે ઉપર જોયું છે તેમ, આમ તે શ્રાવકનો સદાચારધર્મ અહીં જન ધર્મના આચારધર્મનાં વિભિન્ન મૂલ્ય કેન્દ્રમાં રાખીને પ્રબોધ્યો છે. પરંતુ તેના ઉપદેશની વ્યાપકતા અને માનવની માનવતાને સ્પર્શતી સર્વસામાન્યતા આ ગ્રંથને અન્ય ધમઓમાં પણ પ્રિય બનાવે છે. યોગશાસ્ત્ર’ આમ માનવની માનવતાનાં શિષ્ટ મૂલ્યોનું સંસ્થાપન વ્યવસ્થિત રીતે કરી આપસર ગ્રંથ બની રહે છે. એક રીતે એમ પણ કહી શકાય કે આ કૃતિના પ્રથમ ચાર પ્રકાશમાં હેમચન્દ્રાચાર્ય તેની કૃતિના પંચમ પ્રકાશમાં “ધ્યાનના અર્થ સાથે શરૂ થતા, જેને દૃષ્ટિએ યોગશાસ્ત્રની ભૂમિકારૂપ છે. પ્રથમ ચાર પ્રકાશના વિષયે નિરૂપી હવે આપણે હેમચન્દ્રાચાર્યો પ્રતિપાદિત કરેલા આચારધર્મની સમાલોચના કરીએ. વિષયવસ્તુ
“મંગલાદીનિ મંગલમધ્યાનિ મંગલાતાનિ હિ શાસ્ત્રાણિ પ્રયતે” એ નિયમ અનુસાર પ્રથમ પ્રકાશના આરંભે હેમચન્દ્રાચાર્ય પોતાના ઈષ્ટ દેવતાસમા મહાવીર ભગવાનને વંદના કરે છે અને તે પછી મહાવીર દેવની કરુણાનું ગાન કરે છે (૧-૨-૩). યોગનું સામર્થ્ય તેની મહત્તા વર્ણવ્યા પછી યોગી ભરત અને યોગિની મદેવાની કથાને નિર્દેશ પછી જીવનમાં યોગની આવશ્યક્તા શી છે તે બતાવે છે. તમામ આપત્તિઓના સમૂહોમ
* કે,