________________
૩૭.
પ્રકાર તથા પેટાપ્રકારની પણ સૂત્રાત્મક છતાં સ્પષ્ટ સમજ હેમચંદ્ર આપે છે. થોડામાં ઘણું કહી દેવાની અને તે પણ અસંદિગ્ધ અભિવ્યક્તિ સાથે, એ હેમચંદ્રની લેખનશક્તિના પરમ પ્રમાણરૂપ છે. આનાં એક બે ઉદાહરણે આપણે લઈએ તે તે યોગ્ય થશે. સૂતૃત એ એક વ્રત છે, જેની વ્યાખ્યા હેમચંદ્ર આ શબ્દોમાં આપે છે –
प्रिय पथ्य वचस्तथ्य सूनृतव्रतमुच्यते ।
તત્તમ ને તä વિચં વાદિત વ ચતૂ . (૧.૨૨) અપરિગ્રહની હેમચંદ્રની વ્યાખ્યા આ છે :
सर्वभावेषु मूर्छायास्त्यागः स्यादपरिग्रहः ।
વરાપિ નાત મૂઈયા ચિત્તવિવ: . (૧.૨૪) અને ધર્મની તેમની શાસ્ત્રાનુસારી વ્યાખ્યા પણ નોંધપાત્ર છે કે
- दुर्गति प्रपतस्प्राणीधारणात् धर्म उच्यते ।
સંચમાવિવિધઃ સર્વજ્ઞાત્તેિ વિમુકત છે (૨
સગવડિયા વિચારણની ટીકા * ખ્રિસ્તી ધર્મ અહિંસાને ઉપદેશ આપે છે, પરંતુ માનવહિંસાને જ હિંસા માને છે. મનુએ તેની મનુસ્મૃતિમાં પ્રતિપાદન કર્યું છે તેમ યજ્ઞમાં જે પશુહિંસા કરવામાં આવે છે તે હિંસા હિંસા ન ગણાય. આવી વ્યાવહારિક અથવા સગવડિયા વિચારણા જુદા જુદા ધર્મોમાં મળી આવે છે. સંપૂર્ણ અહિંસા, માંસભક્ષણનિષેધ, મદ્યપાનવિરોધ અને સંપૂર્ણ સત્ય–આ ચાર બાબતમાં જન ધર્મનાં એકાતિક મૂલ્ય સ્થાપિત કરવા માટે હેમચંદ્ર આગ્રહી છે અને તે પ્રમાણે તેનું સંસ્થાપન તેઓ કરે છે. આ બધામાં ઢીલાશ મૂકનાર અને અપવાદો રજુ કરી સગવડિયો અર્થ કરનાર મનુ અને અન્ય શાસ્ત્રકારોની તેઓ સખત ટીકા કરે છે, તે પણ આ આચારધર્મના સંદર્ભમાં જોઈ લઈએ તો યોગ્ય થશે. જન ધર્મના અહિંસા વગેરે વિષયોના અતિરિક્ત વિચાર આપણને વિદિત છે. જીવહત્યા સીધી યા આડકતરી રીતે પણ ન થઈ જાય તેની સંપૂર્ણ કાળજી સાધુ-સાધ્વીઓ રાખે અને શક્ય તેટલી વધુ સંસારીજન લે તેવી અપેક્ષા છે. આના જ અનુસંધાને આ ચાર મુદ્દાઓમાં હેમચંદ્રાચાર્યને સગવડિયા લાગતા ધર્મ સામે પ્રખર વિરોધ, આક્રોશ કહી. શકાય તે રીતે પ્રગટ થાય છે.
સામાસિક ધર્મોમાં મનુ પ્રથમ ઉલેખ “અહિંસાને કરે છે અને કહે છે કે –
“બ્રહ્માજીએ જાતે જ પશુઓને યજ્ઞ માટે સજ્યાં છે. આ તમામના ઉત્કર્ષ માટે યજ્ઞ છે. આથી યજ્ઞમાં તેમને વધ એ અવેધ છે. વનસ્પતિઓ, પશુઓ, વૃક્ષે અને પક્ષીઓ યજ્ઞને માટે નિધન પામે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. મનુએ કહ્યું છે કે મધુપ, યજ્ઞ અને પિતૃ તથા દેવતાકર્મમાં જ પશુઓને હણવાં, અન્યત્ર નહિ. આ ઉદ્દેશને માટે પશુઓને હણનાર પિતાને અને પશુઓને ઉત્તમ ગતિ તરફ દોરી જાય છે.” (ગશાસ્ત્ર ૨–૩૪ થી ૩૬).