________________
૧૭.
इषुभिरनयााथ-याथ' व्यथ ज्यथमव्यथि । । प्रतिकगयिता काग काग कग कगमकगि ॥ प्रतिजरयिता जार' जार जरजरमाजरि
क्नसयितृजनः क्नास बनासकनास क्नसक्नसमक्नसि ॥
હેમચંદ્રની ભાષાશૈલી બોલચાલની વ્યાવહારિક ભાષાબલી સાથે પ્રત્યક્ષ સંપર્ક ધરાવતી હોઈ તેમાં તત્કાલીન ભાષાના રૂઢપ્રયોગ સંસ્કૃત કલેવર ધારણ કરીને પ્રયુક્ત થયેલા જોવા મળે છે. દા.ત.
તારતઃ પિતરત (સં. ચા. ૧-૧૧૭), મ ચટૂ કાઢપુરમરતીન (સં. દયા. ૨.૮૧), ગwાક્ષીત વાળના રમણિ (સં. ચા. ૭.૧૨૯) વગેરે.
મહાકવિ તરીકે ડો. નારંગ હેમચંદ્રાચાર્યને મધ્યમ કટિમાં મૂકે છે, કારણ કે તેમને માટે વ્યંજનાત્મક ઉત્તમ કાવ્ય – રસપ્રધાન કાવ્ય – રચવા માટે કથાશ્રય કાવ્યમાં બહુ અવકાશ ન હતો. વળી, તે કઈ ચોક્કસ–વૈદભી કે ગૌડી જેવી–પરંપરાના અનુયાયી ન હતા, તેથી દયાશ્રય મહાકાવ્યમાં રસાળ, અર્થોદ્યોતક, સુમધુર, સૂચક કાવ્યતત્ત્વની અપેક્ષા જ અસ્થાને છે. અહીં તે શાસ્ત્રગ્રંથની ઉદાહરણ સામગ્રીને કાવ્યબદ્ધ કરીને મૂકતી વખતે એમણે મહાકાવ્યના કથાવસ્તુમાં સોલંકીવંશના કુમારપાળ સુધીનું વંશાનુચરિત આલેખી લીધું અને એમાં લગભગ અર્ધા ભાગમાં તો તેમના અનુયાયી રાજા કુમારપાળનું ચરિત ઘણું જ વિસ્તારથી આલેખ્યું એ જ એમની મહાન સિદ્ધિ છે. '
હવે પ્રાકૃત થાશ્રય મહાકાવ્યમાં એમણે સંસ્કૃત યાશ્રય મહાકાવ્યના સ્થાવસ્તુની પુનરુક્તિ ન કરતાં બીજી જ કવિયુક્તિ અજમાવી છે, જેથી આ કૃતિ અલગ કૃતિ ન બનતાં પ્રથમ કૃતિની પૂરક જ બની રહે. ડો. શંકર પાંડુરંગ પંડિત તથા ડૉ. પી. એલ. વૈદ્ય બનેએ કબૂલ્યું છે કે, પ્રાકૃત કુમારપાલચરિત' એ સ્વતંત્ર કૃતિ નથી, પણ સંસ્કૃત દ્વયાશ્રયની પૂર્તિરૂપ જ છે. એમાં આરંભમાં અણહિલપુર પાટણનું વર્ણન અને પછી તેમાં રાજ્યારૂઢ કુમારપાલનું વર્ણન કરી, તરત જ રાજાની નિત્યચર્યા, રાજાને ઉદ્યાનમાં વિહાર, વર્ષાઋતુનું વર્ણન, ચંદ્રોદય વગેરે વર્ણન છેક પાંચમા સર્ગ સુધી ચાલે છે. છઠ્ઠા સર્ગમાં છેક ચોત્રીસમી ગાથામાં રાજા સમક્ષ મહાજનોનો પ્રવેશ થાય છે, પછી રાજદૂતે પ્રવેશે છે અને એકતાલીસમી ગાથાથી સાંધિવિગ્રહિકનું નિવેદન શરૂ થાય છે. આ નિવેદનમાં કંકણાધીશ, મલ્લિકાર્જુન, સિધુપતિ, જવનદેશાધિપતિ વારાણસીસ્વામી, મગધ દેશાધિપ, ગૌશાધિપતિ, કાન્યકુબ્બેશ, દશાર્ણપતિ, ચેદીનગરીશ, મથુરાધીશ અને જંગલપતિ વગેરે સાથેના યુદ્ધોને અહેવાલ રજૂ થાય છે. સાતમા સર્ગમાં રાજાનું પોતાના કલ્યાણ અંગેનું ચિંતન અને આઠમા સગમાં સરસ્વતીને ઉપદેશ છે. આ બે સગમાં હેમચંદ્રાચાર્યું પિતાનું જીવનચિંતન અને ધર્મોપદેશ એ બે વિષયો વણી લીધા છે. આ રીતે સંસ્કૃત-પ્રાકૃત, દ્વયાશ્રય બને કૃતિઓ મળીને એક સંપૂર્ણ – ૨૮ સર્ગનું મહાકાવ્ય રચીને તેમાં