SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ હેમચંદ્રાચાર્યો સ્વરચિત સિદ્ધહેમશબ્દાનુશાસનના સંસ્કૃત વ્યાકરણવિષયક સાત અધ્યાય અને પ્રાકૃત વ્યાકરણવિષયક આઠમા અધ્યાયનાં ઉદાહરણે રજૂ કર્યા છે. હવે થાશ્રય મહાકાવ્યના આ બીજા શાસ્ત્રવિષયક આશ્રયના નિર્વાહ અંગે તપાસ કરી લઈએ. સંસ્કૃત વ્યાશ્રય અંગે આ વિષયનું ડે. સત્યપાલ નારંગે ઘણું જ ઝીણવટ ભર્યું અધ્યયન કર્યું છે, તેને સારસંક્ષેપ અહી રજૂ કરીશું. મહાકાવ્યનો આશ્રય લઈને વ્યાકરણનાં ઉદાહરણ રચવાની પરંપરા હેમચંદ્રાચાર્યની પૂર્વે પ્રચલિત હતી જ એ આપણે ઉપર જોયું છે જ, પણ આ પરંપરાનું અનુસરણ કરવામાં હેમચંદ્રાચાર્યે ચીલે ચાતરીને પિતાની આગવી પ્રતિભા પ્રગટ કરી છે. એમણે વ્યાકરણના થોડાક જ અંશેનાં ઉદાહરણ સગવડ મુજબ જ આપવાની પદ્ધતિ ન અપનાવતાં, સંળગ સૂત્રપાઠના ક્રમે જ વિધિ અને પ્રતિષેધ અંગેનાં બધાં જ સૂત્રેમાંના ઘણાખરા શબ્દપ્રયોગોનાં ઉદાહરણ આપવાનો પ્રયોગ સફળ રીતે કરી બતાવ્યો છે. એમાં વિશેષતા તે એ છે કે, તેમણે પ્રતિ–ઉદાહરણોને પણ વણ લીધાં છે. ડો. નારંગે કરેલી સમીક્ષા હવે જોઈશું. ૧. સંજ્ઞા અને અધિકાર : " જ્યાં સંજ્ઞાઓ ઉદાહરણ માટે નિપ્રયોજન હોય, કથાપ્રવાહમાં વિદનરૂપ નીવડતી હોય તેવા સંજોગોમાં આરંભની કેટલીક સંજ્ઞાઓ જતી કરી છે. પણ ઘણીવાર સંજ્ઞાઓ અને અધિકારેને માત્ર અર્થમાં જ નહીં પણ તેમના મૂળરૂપે પણ શ્લોકોમાં સીધી કે , આડકતરી રીતે લેકેમાં વણી લીધા છે : દા. ત., महेनसां कारकवत् क्रियाणां हेतुः । સ્વતંત્ર ર ગુજરાત (સં. દયા. ૨.૭૯) અહીં સિદ્ધહેમશબ્દાનુશાસનના બીજા અધ્યાયના બીજા પાદમાં કિચાતુ: જમ્ | સ્વતંત્ર: if I અને કાવ્ય ર્મ ! એ (સિ. હૈ. શ. ૨.૨.૧-૩). સૂત્રે વણી લીધાં છે. એ જ રીતે, તસિંsmવિ: ત્રારિ | વંશાળા ત્રાત્રીના પ્રપૌત્રાયર્સ યુવા છે અને વાકચાત્ (સિ. હૈ. શ. ૬.૧.૧, ૨, ૩, ૧૧) એ ચાર સૂત્રોને નીચેના શ્લેકમાં વણી લીધાં છે : तत्तद्धित' कतुभिरात्मभर्तु: समेत्य वृद्वैयुवमि क्षणाद्वा । दुस्थैरथावन्तिभटैः स वप्रोऽध्यारोह्यभीत रणयवाद्यात् ।। १६ અધિકારસૂત્રોનાં ઉદાહરણ ઘણેભાગે તેમના પ્રયોગ દ્વારા દર્શાવ્યાં છે, અને કેટલીક વાર પ્રત્યુદાહરણ દ્વારા તેમના પ્રયોગની સીમા પણ દર્શાવી છે. જેમ કે| અૌડવા વત્સ: પ્રા કન્તઃ (સિ. હૈ. શ. ૫.૧.૧૬) એ સૂત્રના પ્રતિઉદાહરણે તરીકે ળિ અને પ્રવર્ષની એ પ્રયોગોને નીચેના શ્લોકમાં વણી લીધા છે.
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy