________________
આ પ્રાકૃત દ્વયાશ્રય કાવ્યના કથાવસ્તુને સર્ગવાર સારાંશ આ પ્રમાણે છે: પ્રથમ . સર્ગમાં (ગાથા-૯૦) મંગલાચરણ, અણહિલપુર પાટણનું વર્ણન, તેમાં રાજા કુમારપાલની હયાતિ, રાજવર્ણન, મહારાષ્ટ્ર વગેરે દેશોમાંથી આવેલા સૂતોનાં વચન, રાજાનું શયનમાંથી ઉત્થાન, રાજાનું પ્રાતઃકર્મ, રાજા પાસે બીજા ઠાકરેનું આગમન, રાજાની આજુબાજુ ચામર ઢળતી યુવતીઓ, રાજાને બ્રાહ્મણો દ્વારા આશીર્વાદ, રાજા દ્વારા તિલકધારણ, સજા દ્વારા ધૃષ્ટ અને અધષ્ટ લોકોની વિનવણીઓનું શ્રવણ, તિથિ અંગેનું શ્રવણ, રાજમાતાને ત્યાં રાજાનું ગમન, માતાઓને રત્ન વગેરેની ભેટ, દેવદેવીઓની સમક્ષ ગીત, કુળની વૃદ્ધાઓને ધન અર્પણ, લક્ષ્મીપૂજન અને અંતે વ્યાયામ કરવા માટે વ્યાયામશાળામાં ગમને આ પ્રસંગેનું વર્ણન કરવામાં આવ્યું છે. બીજા સર્ગમાં (ગાથા ૯૧) રાજાની કસરત, બહાર જવા માટે હાથી આણ, હાથીનું વર્ણન, હાથી ઉપર આરોહણ, હાથી પર આરૂઢ થયેલા રાજાનું વર્ણન, રાજાના નામે ઓળખાતા જીનમંદિરનું અને તેમાં પ્રવેશતા રાજાનું વર્ણન, તે મંદિરનો પ્રભાવ, જીનસ્તુતિ, રાજા દ્વારા જીનમૂર્તિનું સ્નાનપૂજન, જીનમૂર્તિ સમક્ષ સ્ત્રીસંગીત, રાજા દ્વારા મરુબક પૂજન-વિષયક પશ્ચાત્તાપ, શાસનદેવીની ઉક્તિ, ઉદ્યાનમાં સર્વે ઋતુઓનાં પુષ્પો થવા અંગે આશીર્વાદ, રાજા દ્વારા ગુરુને પ્રણામ, જનમદિરમાંથી રાજાનું પ્રસ્થાન, રાજાના અશ્વનું વર્ણન, રાજાનું ધવલગૃહ તરફ ગમન– આ વિષયનું વર્ણન થયું છે. ત્રીજા સર્ગમાં (ગાથા-૯૦) રાજાનું ઉદ્યાન પ્રતિ ગમન, વસંતઋતુનું વર્ણન, મદનને પ્રભાવ, આંબે, મલય પવન, સિદ્વાર પરાગ, અશોક્યુષ્પ, હિંચકો, દોલાવિલાસ, તિલક, મહૂડ, અશોક, પલાશ, પાટલિપુષ્પ, કુરબકપુષ્પ, શિરીષ પુષ્પમાં બેસેલા ભમરા, કોકિલગાન, લવલી, કોયલ, મધ્યાહનત, કેસૂડે, ભમરા, શિરીષ, કણેર, વિચકિલ, ખીલેલી લવલી, કેસુડાનાં ફૂલ, ખાખરાનાં પાંદડાં, પુષ્પાવચય, આમ્રમંજરી, બકુલની માળા, મલિકાની માળા, જૂઈની માળા, માધવીની માળા, લવલી, અમનોની માળા, બકુલ પુષ્પ, લવલીની કળીઓ, કુરબક, પ્રેયસીઓ સાથે કેટલાક લોકોને પ્રેમાલાપ, વણકુસુમ તોડવા વિનંતી, તિલપુષ્પ, લવલી પુષ્પ, બકુલ અને અશોકનાં પુષ્પ, હિંતાલમંજરી, પલાશપુષ્પ, કેળનું કર્ણપૂર, પુનાગ, સેપારીનું ફૂલ, ખીલેલું વિચકિલ, ક્રીડાનો પ્રસ્તાવ, ક્રીડા અને રાજા દ્વારા ગ્રીષ્મઋતુનું દર્શન આ વિષયેનું નિરૂપણ થયું છે. એથી સર્ગમાં (ગાથા-૭૮) દ્વારપાળ દ્વારા રાજાને ગ્રીષ્મની શોભા વિષેને સંદેશે, પથિકના ઉદ્દગાર, કાંચનાર વૃક્ષ, નવકાંચન કેતકી, ગ્રીષ્મની શેભા નવમાલિકા, મલ્લિકા, જુઈ, વડવાગોળના ચિત્કાર, મહિલકા પુષ્પાવચય, વારાંગનાઓના વાર્તાલાપ અને દ્રાક્ષાસવ પાન, આબ, મદ્ર, ખજૂર, પ્રિયાલ, ફણસ વગેરેના બગીચા, શિરીષ, કેસૂડો અને બકુલની સુગંધ, રાજાનું ધારાગૃહમાં ગમન, પાણીના ફુવારા, સ્ત્રીઓની જલક્રીડા, કિનારે ઊભેલા યુવાનોને વાર્તાલાપ, યુવાનયુગલોની જલક્રીડા, કુમારપાળ પ્રત્યે દ્વારપાળની રાજાઓ વતી વિનંતી. વર્ષાઋતુની પ્રવૃત્તિ- આ બધાનું વર્ણન છે. પાંચમા સુર્ગમાં (ગાથા-૧૦૬) ની પગપને પ્રસાર, મેર અને કેયલનો ટહુકાર, માલતીગંધનું પ્રસારણ, પથિકના ચિત્તની વ્યાકુળતા, કુમારપાળને બાગવાનનું નિવેદન, નાળિયેરી, જાંબુડી, દાડમ, નીપ, અર્જુન, તાપિચ્છ, ભાંડાસી, યૂથિકા, કૂષ્માંડી, બિંબી, કેતકી, કુટજ, સર્જ, માલતી વગેરેની સુગંધ, પદ્માવતી દેવીના પૂજન અંગે માળને વાર્તાલાપ, શરદઋતુનું વર્ણન, સારસ, પોપટ, હંસ, કુસર,