________________
૧૧
(શ્લાક ૧૩૭) કુમારપાળ દ્વારા ખીજા શત્રુઓનુ દમન આન્તની મુક્તિ અને તેની પુત્રી સાથે કુમારપાળનુ લગ્ન, આન્તના પુરાહિત દ્વારા વિવાહવિધિ, કુમારપાળ દ્વારા બહલાલ સામે આક્રમણ અને તેને વધુ આ પ્રસ ંગેા વર્ણવ્યા છે. વીસમા સમાં (શ્લાક ૧૦૨) કુમારપાળના રાજવહીવટ, યજ્ઞમાંની હિ ંસાથી ઉદ્વેગ, અમારિધાષણા, લાલેા અને ખાટકીને સ્થાન બદલવા આર્થિક મદદ, વિધવાઓની મિલકત રાજહસ્તક ન લેવાની ધોષણા, શિવમંદિરના અને સામનાથને છાંદાર, અહિલવાડમાં તથા દેવપત્તનમાં પાર્શ્વનાથના ચૈત્યની સ્થાપના, અણહિલવાડમાં શિવકુમાર—પાલાખ્યાયતનની સ્થાપના વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
આ રીતે, વીસ સર્ગામાં વહેચાયેલ ૨૪૩૦ ક્ષેાકેાવાળા આ સંસ્કૃત દ્વાશ્રય મહાકાવ્યમાં ક્થાના આશ્રય તરીકે ચાલુકથવંશાનુચરિત લેવામાં આવ્યું છે. મહાકાવ્ય તરીકે તેમાં ઋતુએ, સૂર્યાસ્ત, સૂર્યોદય, ચદ્રોદય, રતિક્રીડા, આશ્રમ, નદી, પુષ્પાવચય, જળક્રીડા, હસ્તિક્રીડા, અને પંત, નગર, સ્વય ́વર, આક્રમણ, યુદ્ધ વગેરેનાં વર્ણન નિબદ્ધ કરવામાં આવ્યાં છે. આ વનાના અનુષંગે વીર, રૌદ્ર, ખીભત્સ, કરુણ અને શૃંગાર વગેરે રસાનું યથાચિત નિરૂપણ થયું છે. કાવ્યરોલીની દૃષ્ટિએ તેમાં અનુપ્રાસ, યમક, વક્રોક્તિ, શ્ર્લેષ, ઉત્પ્રેક્ષા, રૂપક, અર્થાન્તરન્યાસ, સ ંદેહ, વિરાધ, વ્યતિરેક, વિરાધાભાસ, યથાંખ્ય, ભ્રાન્તિમાન્, સ્મરણ, કાવ્યલિ ગ, સ્વભાવેાક્તિ વગેરે અલંકારાની ગૂંથણી કરી છે. જેન હાવા છતાં હેમચંદ્રાચાર્યે આ કાવ્યમાં દ્યાવાપૃથિવી, શુનાસીરીય, વાસ્તાસ્પત્ય વગેરે વૈદિક પ્રયાગા, રામાયણ અને મહાભારતમાંનાં પાત્રાના તથા પુરાણામાંથી વિષ્ણુ, શિવ, લક્ષ્મી, કૃષ્ણ, બલરામ, પરશુરામ, કાર્તિકેય, યમ, આદિત્ય અને ઉશનસના નિર્દેશ કર્યાં છે. પાત્રાલેખનમાં મૂળરાજ, ગ્રહરિપુ, ચામુંડરાજ, વલ્લભરાજ, દુલ`ભરાજ, કહ્યું, ભીમ, જયસિંહ અને કુમારપાળ એ મુખ્ય પાત્રાનાં વ્યક્તિત્વ સુરેખ બન્યાં છે, જ્યારે ક્ષેમરાજ, લક્ષ, ખર, હુમ્મુક, જેહુલ, સિન્ધુરાજ, જબક અને મયણલ્લાનાં ગૌણપાત્રાનુ પણ આગવુ વ્યક્તિત્વ ઊપસી આવ્યું છે. આ મહાકાવ્યમાં મહાકવિ હેમચંદ્રાચાર્યે મુખ્યત્વે અનુષ્ટુલ્લૂ, ઈન્દ્રવજ્રા, ઈન્દ્રવ શા, ઉપાતિ, ઉપેન્દ્રવજ્રા, ઔપચ્છન્દસિક, વસન્તતિલકા તથા શાર્દૂલવિક્રીડિત છંદો પ્રયાજ્યા છે, છતાં અવારનવાર કેકારવ, કાલ, દોધક, નન્દિની, પૃથ્વી, મત્તમયૂર, મુદંગ, વૈશ્વદેવી, અગ્નિી, સુદ'તા જેવા અપ્રચલિત એમ કુલ મળીને ૨૯ છંદોના પ્રયાગ કર્યો છે. આ રીતે હેમચદ્રાચાયે` પરંપરાગત રૂઢિઓને માન આપીને, ઐતિહાસિક ઘટનાએ ઉપર આધારિત એક મહાકાવ્ય રચવા સફળ પ્રયાસ કર્યાં છે.
સિદ્ધહેમશબ્દાનુશાસનનેા આઠમે અધ્યાય પ્રાકૃતવ્યાકરણ તરીકે પ્રસિદ્ધ છે. આ પ્રાકૃતવ્યાકરણનાં સૂત્રાને અનુલક્ષીને ભાષાપ્રયાગાનાં ઉદાહરણા પ્રસ્તુત કરવા માટે હેમચંદ્રાચાયે ‘કુમારપારિય' નામનું આઠ સર્વાંનું પ્રાકૃત દ્વાશ્રયકાવ્ય રચ્યુ છે. એમાં એક બાજુ કુમારપાલના ચરિત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તે ખીજી બાજુ પ્રાકૃત વ્યાકરણનાં ઉદાહરણા પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. છેલ્લા એ સર્વાંમાં શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાચી અને અપભ્રંશ ખેાલીઓમાં રચના કરેલી જોવા મળે છે.