________________
મગધના રાજાઓ દ્વારા તેની પ્રશંસા તથા સિંધુ અને ચેદિના રાજાઓની તેના પ્રત્યેની શત્રુતાને લગતે ગુપ્તચરને અહેવાલ, સિંધુરાજ સામે આક્રમણ, સિંધુ નદી પર સેતુબંધ, અને હંસકનો પરાજય વર્ણવ્યો છે. નવમાં સગમાં (શ્લોક ૧૭૨) ભીમનું ચેદિરાજ સામે આક્રમણ, ચેદિરાજ દ્વારા સંધિનું કહેણ, ભીમરાજ દ્વારા મેત્રીનો સ્વીકાર અને અણહિલવાડ તરફ પુનરાગમન, રાજ્યત્યાગ અને કર્ણને રાજ્યાભિષેક, ભીમરાજના મૃત્યુ પછી તેના પુત્ર ક્ષેમરાજનું દધિસ્થલીમાં યાત્રા અથે પ્રયાણુ, કણે ક્ષેમરાજના પુત્ર દેવપ્રસાદને પિતાની સંભાળ લેવાની કરેલી ભલામણ, કણનો રાજ્યવહીવટ, કલાકાર દ્વારા ચિત્રપટની રજૂઆત, જયકેશીની પુત્રી મયણલ્લા વિષે માહિતી, તેના પિતા દ્વારા હાથીની ભેટ, મયણલ્લા સાથે મેળાપ, કર્ણનો તેની સાથે વિવાહ અને સુખી લગ્નજીવન આ પ્રસંગે વર્ણવ્યા છે. દસમા સર્ગમાં (શ્લોક ૯૦) મયણલ્લાનું ગર્ભધારણ, કણ દ્વારા લક્ષ્મીમંદિરમાં અનુષ્ઠાન, વર્ષાઋતુ અને સૂર્યાસ્તનું વર્ણન, કર્ણના અનુષ્ઠાનમાં ભંગ પાડવા અપ્સરાઓ તથા ભયાનક તત્ત્વોનો પ્રયાસ, કર્ણના અનુષ્ઠાનની સફળ પૂર્ણાહુતિ, લક્ષ્મી દ્વારા વર્દાન, કર્ણ દ્વારા લક્ષ્મીની સ્તુતિ અને રાજમહેલમાં પુનરાગમન આ પ્રસંગો નિરૂપાયા છે. અગિયારમાં સર્ગમાં (શ્લેક ૧૧૮) મયણલ્લાનાં દેહદો, પુત્ર જયસિંહને જન્મ, પુત્રજન્મોત્સવ, તેનું બાળપણ અને શિક્ષણ, તેને રાજ્યાભિષેક, પિતાના પુત્ર ત્રિભુવનપાલની જયસિંહને સંપણી કરીને દેવપ્રસાદને અગ્નિપ્રવેશ, જયસિંહને રાજવહીવટ આ પ્રસંગેનું વર્ણન છે. ' બારમા સર્ગમાં (શ્લેક ૮૧) રાક્ષસો દ્વારા શ્રીપુરસ્થલના મંદિરના નાશની સંભાવનાના મુનિઓએ આપેલા સમાચાર, જયસિંહનું રાક્ષસો સામે પ્રયાણ, બર્બરક સાથે યુદ્ધ, બર્બરકનો પરાજય, તેની પત્ની પિંગલિકાની વિનંતીથી બર્બરકનો છુટકારે એ પ્રસંગે નિરૂપવામાં આવ્યા છે. તેરમા સર્ગમાં (શ્લોક ૧૧૦) બર્બરક તરફથી ભેટસેગા, રાજાને રડતા દંપતીને ભેટો, રત્નચૂડને શરતમાં જીતવા જયસિંહની સહાય, રાક્ષસોને પાતાળલકના રક્ષણની જવાબદારીની સોંપણી, નાગલોકો દ્વારા જયસિંહને વરદાન આ પ્રસંગે વર્ણવાયા છે. ચૌદમા સર્ગમાં (શ્લોક છ૪) યોગિની દ્વારા ઉજજનમાં કાલિકાની આરાધના કરવાનું અને ઉજજેનના યશોવર્મા સાથે મૈત્રી બાંધવાનું સૂચન, જયસિંહનું ઉજજન પ્રતિ પ્રયાણ, કાવતરાની ખાતરી થતાં, યશોવર્મા ઉપર આક્રમણ અને તેને બંદીવાન બનાવવું એ ઘટનાઓનું વર્ણન છે. પંદરમા સર્ગમાં (લોક ૧૨૪) સરસ્વતી નદીના કાંઠે જયસિંહ દ્વારા રુદ્રમહાલયની સ્થાપના, સિદ્ધપુરમાં મહાવીરગત્યનું નિર્માણ, સોમનાથની યાત્રા અને શિવના આશીર્વાદની પ્રાપ્તિ, શિવ દ્વારા જયસિંહને રાજ્યત્યાગ કરી, કુમારમાળનો રાજ્યાભિષેક કરવાની આજ્ઞા, પાછા ફરતાં રસ્તામાં નેમિનાથનાં દર્શન-પૂજન, રેવતકથી પાછા ફરતાં સિંહપુરની સ્થાપના અને બ્રાહ્મણોને દાન, અનેક મંદિરો, પાઠશાળાઓ બંધાવી, સત્કર્મો કરીને દેહત્યાગ. સેળમાં સર્ગમાં (બ્લેક ૯૭) મંત્રીઓ દ્વારા કુમારપાળનો રાજ્યાભિષેક, આત અને બલ્લાલ દ્વારા કુમારપાળ પર સાહિયારું આક્રમણ, કુમારપાળ દ્વારા પ્રતિ-આક્રમણ, અબ્દમાં આગમન, અબુંદ પર્વતનું વર્ણન, વિવિધ ઋતુઓનું વર્ણન વગેરે નિરૂપાયું છે. સત્તરમા સર્ગમાં (શ્લોક ૧૩૮) સ્ત્રીઓની ક્રીડાઓ, સૂર્યાસ્ત રાત્રિ, ચંદ્રોદય, પ્રણયક્રીડાઓ વગેરેનું વર્ણન છે. અઢારમા સર્ગમાં (શ્લોક ૧૦૬) કુમારપાળ દ્વારા આત સામે આક્રમણ, યુદ્ધની તૈયારીઓ, યુદ્ધ અને આતના પરાજયનું નિરૂપણ થયું છે. ઓગણીસમા સર્ગમાં