SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ઈ. સ. ૧૧૭ના ગાળામાં જીવી ગયા. ગુજરાતમાંd ધંધુકા તેમનું વતન હતું. હેમચંદ્રાચાર્ય જેન હોવા ઉપરાંત પ્રખર વિદ્વાન હતા અને તેથી બ્રાહ્મણની ઈર્ષાને પાત્ર બન્યા હતા. વ્યાકરણના ક્ષેત્રે તેમણે પવૃત્તિ સહિત ઉણાદિસૂત્ર, પત્તવૃત્તિ સહિત ધાતુપાઠ, સ્વપજ્ઞત્તિ સહિત ધાતુપારાયણ, ધાતુમાલા, બાલભાષ્ય વ્યાકરણ સૂત્રવૃત્તિ, સ્વાદિ સત્તાવચૂરિ, લિંગનિર્દેશ, પણ બૃહદિકા વિવૃત્તિ સહિત લિંગાનુશાસન, પત્તવૃત્તિ – બૃહદ્ધત્તિ – વ્યાકરણ – ઢુંઢિકા – લઘુવૃત્તિ – લઘુદ્ધિચંદ્રિકા – બૃહન્યાસસહિત શબ્દાનુશાસન અને પણ હૈમપ્રક્રિયા ઢુંઢિકા સહિત પ્રાકૃત વ્યાકરણ એ ગ્રંથની રચના કરી હતી. પિતાને “સિદ્ધહેમશબ્દાનુશાસનનાં સૂત્રોના પ્રયોગોનાં ઉદાહરણ રજૂ કરવા તેમણે દ્વયાશ્રય મહાકાવ્યની રચના કરી. આ મહાકાવ્યના પ્રથમ વીસ સર્ગોની સંસ્કૃતમાં રચના કરી અને આઠ સર્ગો પ્રાકૃતમાં રચ્યા. આશરે ૨૪૩૦ શ્લોકના સંસ્કૃત દયાશ્રય કાવ્યમાં તેમણે એક આશ્રય સેલંકી વંશના રાજાઓના વંશાનુચરિતને અને બીજો આશ્રય “સિદ્ધહૈમશબ્દાનુશાસનના એકથી સાત સુધીના અધ્યાયમાં નિરૂપેલા સંસ્કૃત વ્યાકરણને લીધે. આમ આ કાવ્ય “કંથાશ્રય બન્યું છે. આ મહાકાવ્યને સારાંશ આ પ્રમાણે છે : પ્રથમ સર્ગમાં (શ્લે. ર૦૧) ચાલુક્યવંશની પ્રશસ્તિ, અણહિલવાડ નગરનું વર્ણન અને મૂળરાજને રાજવહીવટ નિરૂપ્યો છે. બીજા સર્ગમાં (શ્લો. ૧૧૦) મૂળરાજનું સ્વપ્ન, પ્રભાસતીર્થને નષ્ટ કરનારા શત્રુઓના નાશ માટેની મંત્રણ, ગ્રહરિપુનું દુરાચરણ, ગ્રહરિપુના સૈન્યબળને અંદાજ વગેરે વર્ણવાયાં છે. ત્રીજા સર્ગમાં (શ્લો. ૧૬૦) શિયાળાનું વર્ણન, ચઢાઈની તૈયારીઓ સિન્યની કુચ, છાવણી અને રાત્રિવર્ણન છે. ચેથા સર્ગમાં (શ્લોક ૯૪) ગ્રહરિપુના દૂતનું આગમન, તેની સાથે મૂળરાજનું સંભાષણ અને ગ્રહરિપુના સૈન્યમાં યુદ્ધની તૈયારીઓનું વર્ણન છે. પાંચમા સર્ગમાં (શ્લોક ૧૪૨) યુદ્ધવર્ણન, ગ્રહરિપુને પરાજય અને મૂળરાજની સેમનાથયાત્રાનું નિરૂપણ છે. છઠ્ઠા સર્ગમાં (ક ૧૦૭) ચામુંડરાજને જન્મ તેનું બાળપણ અને શિક્ષણ, રાજાઓ તરફથી નજરાણાં, લાટદેશના રાજા દ્વારપની વિશિષ્ટ અપમાનજનક ભેટ, ચામુંડરાજ દ્વારા લાદેશ પર આક્રમણ, દ્વારપનો પરાજય, ચામુંડરાજને રાજ્યાભિષેક મૂળરાજનો વાનપ્રસ્થપ્રવેશ અને મૃત્યુ સુધીના પ્રસંગેનું વર્ણન છે. સાતમા સગમાં ક ૧૪૨) ચામુંડરાજને ઘેર વલ્લભરાજ અને દુર્લભરાજ એ બે પુત્રનો જન્મ, પછી ત્રીજા પુત્ર નાગરાજનો જન્મ, તેમનું શિક્ષણ, વલ્લભરાજના સેનાપતિપદે માળવાની ચઢાઈ, વચ્ચે શીતળાને ભોગ બનવાથી વલ્લભરાજનું મૃત્યુ. અંતિમ સંસ્કાર, દુર્લભરાજનો રાજ્યાભિષેક કરી ચામુંડરાજને વાનપ્રસ્થપ્રવેશ, નર્મદા કિનારે મૃત્યુ, દુર્લભરાજનો રાજવહીવટ, મરુદેશના રાજા મહેન્દ્ર દ્વારા દુલભરાજ અને નાગરાજને સ્વયંવરમાં નિમંત્રણ, બનેને મહેન્દ્રરાજની પુત્રીઓ સાથે વિવાહ અને પ્રતિસ્પર્ધીઓ સાથે યુદ્ધ એ પ્રસંગે નિરૂપાયા છે. આઠમા સર્ગમાં (શ્લોક નસ્પ) નાગરાજને ઘેર ભીમ નામે પુત્રને જન્મ, ભીમને રાજ્યાભિષેક, તેને રાજવહીવટ, પં, વંદાવન, મથુરા, મિથિલાવન તથા
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy