________________
મુખ્ય આશ્રય તરીકે નહીં. તેથી આ પ્રકારની કૃતિઓ એકાશ્રય” કાવ્ય હોય છે. એથી ઊલટું “ભદિકાવ્ય' જેવી મહાકાવ્યકૃતિઓમાં કવિ એકી સાથે બે આશ્રયભૂત વિષયોનું કાવ્યમય નિરૂપણ કરે છે, જેમાંનો એક હોય છે કથાવસ્તુ અને બીજ હોય છેશાસ્ત્રીય ઉદાહરણ. આવાં કાવ્યમાં બંને આશ્રય મહત્ત્વના હોય છે; તેથી જ તેમને યાશ્રય” તરીકે ઓળખવામાં આવે છે; પરંતુ એમાંના એક કાવ્ય-કથાવસ્તુ આશ્રયમાં અર્થ મહત્વ ધરાવે છે, જ્યારે બીજા શાસ્ત્ર આશ્રયમાં શાસ્ત્રીય ઉદાહરણ મહત્ત્વ ધરાવે છે.
“દ્વિસંધાન કાવ્યમાં બે કથાવસ્તુઓ આશ્રયભૂત હોય છે, તેથી તેને યાશ્રય કઈ કહે તો બહુ વાંધો ન ઉઠાવી શકાય પણ બંને આશ્રયભૂત વિષય “કથાવસ્તુ' જ હાઈ, એક જ કાવ્યમાં શ્લેષાત્મક શબ્દોના પ્રચુર પ્રયોગના આધારે એક જ શ્લોકમાંથી બંને અર્થોને બોધ થઈ શકે એવી અર્થાનુસંધાન પ્રક્રિયા અજમાવવામાં આવી હોય છે. આ કારણે થાશ્રય” શબ્દની રૂઢિ કરતા અલગ અર્થધની રૂઢિમાં ઢાળવા માટે તેનું “દ્વિસંધાન નામકરણ પ્રચલિત કરવામાં આવ્યું લાગે છે. જે એક જ પદ્યમાંથી બે કરતાં વધુ અર્થોનું સંધાન કરવામાં આવ્યું હોય તો એ કાવ્ય “ત્રિ-સંધાન', “ચતુઃસંધાન”, “પંચસંધાન’ એમ આશ્રયભૂત કથાવસ્તુની સંખ્યા અનુસાર એાળખાવવાપાત્ર ઠરે છે.'
દ્વયાશ્રય કાવ્યોની પરંપરા
દ્વયાશ્રયં કાવ્યની પરંપરામાં આજે ઉપલબ્ધ ઈ. સ.ની છઠ્ઠી સદીનું પ્રાચીનતમ થાશ્રય કાવ્ય છે ભદિકૃત “રાવણવધ” કે “ભદિકાવ્ય'. ત્યારબાદ સાતમી સદીમાં મહાકવિ ભટ્ટભીમે “રાવણાજુનીયમ' રચ્યું, એ પણ યાશ્રય કાવ્યું છે. દસમી સદીમાં કવિ હલાયુધે “કવિરહસ્ય' નામનું થાશ્રય કાવ્ય રચ્યું. આ કાવ્યોમાં કવિઓએ પાણિનીય વ્યાકરણનાં સૂત્રોને લક્ષમાં રાખીને, સંભવતઃ શક્ય હોય ત્યાં સૂત્રોનો ક્રમ જાળવીને તેમના પ્રયોગને દર્શાવતાં ઉદાહરણે કાવ્યના કથાનકના ગ્લૅકોમાં નિબદ્ધ કરવાના ઉદ્દેશથી કાવ્યરચના કરી છે.
આ દરેક મહાકાવ્યના કથાનકની સર્ગવાર વિગતો, તથા એમાં શાસ્ત્રનું નિબંધના કેવી રીતે કેટલા અંશે સફળ રીતે થયું છે એની વિગતવાર ચર્ચા આ લેખમાં કરી હતી. પરંતુ પ્રકાશન વેળા એ બધી સામગ્રીને લીધે લેખને વિસ્તાર મર્યાદા કરતાં વધી જ હોવાથી આચાર્ય હેમચન્દ્રના જ ગ્રંથનો વિગતવાર અભ્યાસ રજૂ કરવાની મર્યાદા સ્વીકારી, એ બધી પુરોગામીઓની કૃતિઓની છણાવટ આ લેખમાંથી કમી કરી છે. આ લેખતી પ્રેસ કોપી કરવાને શ્રમ ઉઠાવી લેવા બદલ મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમીનાં સંશોધન સહાયક કુ. ડૉ. જાગૃતિબેન પંડ્યાનો હું આભારી છું.
द्वत्याश्रयकाध्यम्
કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત કરનાર શ્વેતાંબર જૈન આચાર્ય હેમસંદ્ર ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના કાળ દરમિયાન ઈ. સ. ૧૭૮૪ થી