________________
દ્વયાશ્રય મહાકાવ્ય પરંપરામાં આચાર્ય હેમચંદ્રસૂરિકૃત સંસ્કૃત-પ્રાકૃત દ્વાશ્રય
મહાકાવ્ય-કુમારપાલચરિત્રનું મૂલ્યાંકન
[ The Kumarapala-carita as a Specimen of the · Dvyäsraya Tradition of the Mahäk ävyas )
- નારાયણ મ, કંસારા
કાવ્યશાસ્ત્ર-શાસ્ત્રકાવ્ય-યાશ્રયકાવ્ય-દ્વિસંધાનકાવ્ય
“કાવ્યની ચર્ચા કરતું શાસ્ત્ર તે કાવ્યશાસ્ત્ર એવી આપણી સામાન્ય સમજ છે. છતાં ઈ. સ.ની ૧૧મી સદીમાં ભેજદેવે “શૃંગારપ્રકાશમાં દિકાવ્ય જેવી કૃતિને “કાવ્યશાસ્ત્ર' તરીકે ઓળખાવી છે. એથી ઉલટું કાવ્યમય શિલીમાં શાસ્ત્રીય તથ્યોની રજૂઆત કરતા રતિવિલાસ” અને “કામંદકીય-નીતિસાર” જેવા ગ્રંથને તેમણે શાસ્ત્રકાવ્ય' તરીકે ઓળખાવ્યા છે. તે જ અરસામાં થોડાક સમય પછી ક્ષેમેન્દ્ર “સુવૃત્તિતિલકમાં ભદિના ભદિકાવ્ય', ભૌમકના “રાવણાજુનીય’ વગેરેને “કાવ્યશાસ્ત્ર' તરીકે ઓળખાવ્યાં છે. સામાન્ય દષ્ટિએ એમાં કઈ વાંધો ઉઠાવવો જરૂરી નથી, કારણ કે આ કૃતિઓ “કાવ્ય” તરીકે જ રચવામાં આવી હતી. પણ સાથે સાથે કવિઓએ એમાં શાસ્ત્રની સામગ્રી પણ ઉદાહરણરૂપે ' ખીચોખીચ ડાંસીને વ્યવસ્થિત રીતે ભરી હતી. તેથી તે માત્ર “કાવ્ય' ન રહેતાં કાવ્ય” અને શાસ્ત્ર' બંનેનો સુમેળ ધરાવતી ઉભયાત્મક કૃતિ બની રહી.
ભોજદેવ અને ક્ષેમેન્દ્રની પૂર્વે ઈ. સ.ની દસમી સદીમાં જીવી ગયેલ રાજશેખરે કાવ્યમીમાંસામાં શાસ્ત્રકવિના પ્રકારે પાડ્યા : (૧) જે શાસ્ત્ર રચે તે; (૨) જે શાસ્ત્રમાં કાવ્યની યોજના કરે; અને (૩) જે કાવ્યમાં શાસ્ત્રને મર્મ નિબદ્ધ કરે. પછી પ્રથમ પ્રકારના શાસ્ત્રકવિઓની અને તેમની કૃતિઓ તરીકે પાણિનિકૃત ‘અષ્ટાધ્યાયી', કૌટિલ્યકૃત અર્થશાસ્ત્ર', વાત્સ્યાયનકૃત 'કામસૂત્ર', વગેરેને, બીજા પ્રકારના શાસ્ત્રકવિઓની કૃતિઓના ઉદાહરણ તરીકે કામન્દકીય-નીતિસાર', “મનુસ્મૃતિ', વરાહમિહિરકૃત “બૃહત્સંહિતા' જેવા પદ્યબદ્ધ શાસ્ત્રગ્રંથને ગણાવ્યા છે, જ્યારે ત્રીજા પ્રકારમાં ભદિકાવ્ય” જેવા કાવ્યમાં સાથે સાથે શાસ્ત્રનું નિરૂપણ કરતા ગ્રંથોની ગણના કરી છે.
- દ્વયાશ્રયકાવ્ય' શબ્દમાં થાશ્રય” શબ્દ એ આશ્રયભૂત વિષયનું સૂચન કરે છે. સામાન્ય રીતે મુક્તક, ખંડકાવ્ય, મહાકાવ્ય કે ગદ્ય મહાકથામાં કવિ મુખ્યતયા કથાવસ્તુને જ આશ્રય લે છે અને તેને નિરૂપતી વખતે શેલીમાં રસ ભાવ, અલંકાર વગેરેનો વિન્યાસ, કરે છે. પણ તે સ્વાભાવિક રીતે યથાપ્રસંગે કથામાં વિક્ષેપ ન કરે તે રીતે જ આણે છે,