________________
ધર્મ પ્રધાન નાટચવસ્તુમાં દાન, તપ, યજ્ઞ વગેરે રૂપી દ્વિયા/અનુષ્ઠાન દ્વારા જે યશસ્કર અને આ જન્મે જ જે પ્રત્યક્ષફળ દર્શાવનાર છે તેનુ નિરૂપણ અભિપ્રેત છે. આર્થારાધનરૂપી વસ્તુવાળા નાટકમાં રાજાઓનું એવુ ચરિત નિરૂપાય છે જેમ સ ંધિ, વિગ્રહ, વગેરે પ્રયુક્ત થાય છે, તથા જેમાં કપટ, છેતરિપંડી વગેરેનુ બાહુલ્ય હોય છે. વળી અહીં શત્રુને છેદ થયા પછી યશઃપ્રાપ્તિ થાય છે અને લાલ વગેરે રૂપી ફળની પ્રાપ્તિ થાય છે. ‘કામ ’ના આરાધનવાળા નાટ્યવસ્તુમાં દિવ્ય સ્ત્રી, કુબજા સ્ત્રી વગેરે સાથેના સંભાગ તથા સ્વાધીનપતિકા વગેરે આઠ અવસ્થાએવાળી નાયિકાને સ ંભાગ વગેરે નિરૂપાય છે. તે દિવસે પરસ્પરના અવલાકન વગેરે વ્યાપારથી નિરૂપાય છે, અને રાત્રિએ ઉપચારયુક્ત સંભોગ રાણીવાસમાં કુશળતાથી થાય છે એવુ' રાજાને સમજાવાય છે. વળી રાજાની વિવિધ નાયિકા વિષે અને વિવિધ નાયિકાઓની રાજા વિષે રુચિ નિરૂપિત થાય છે. વિવિધ નાયિકાઓમાં મહાદેવી, દેવી, સ્વામિની, સ્થાપિતા, ભાગિની, શિલ્પકારિકા, નાટકીયા, નત કી, અનુચારિકા, પરિચારિકા, સચારિકા, પ્રેષણકારિકા, મહત્તરા, પ્રતીહારી, કુમારી, સ્થવિરા, યુક્તિકા, વગેરને સમાવેશ થાય છે. રાજાના રાણીવાસમાં જેના સંચાર થઈ શકે છે તેવા લોકમાં સ્વાપત્ય, કસુકિ, વધર, ઉપસ્થાયિક, નિમ્ ડ વગેરેના સમાવેશ થાય છે તથા અંત:પુરની બહાર રહેનારાઓમાં યુવરાજ, સેનાપતિ, મંત્રી, સચિવ, પ્રાÇિવાક્ (?), કુમાર વગેરેને સમાવેશ થાય છે, વળી, વિદૂષક, શકાર, ચેટ વગેરેનુ વૃત્ત પણ સમજાય છે, રાજાના પ્રતિપક્ષીઓનું ચરિત પણ રાજાઓના ઉપર કહેલા ગુણાના વિષયરૂપ હોવાથી અશુભ જન્માવનાર છે અને એથી ત્યાં જય છે એમ સમજાવવા નિરૂપિત કરાય છે.
આ પછી હેમચન્દ્ર જે તે રૂપકપ્રકારામાં પણ, કેવા પ્રકારના પુરુષાના પ્રાધાન્યના અનુસંધાનમાં શું શું અભિપ્રેત છે તે વિગતે નિરૂપે છે. હેમચંદ્રે આ બધી તેધ એક જ સ્થળે, બધાં રૂપાના વ્યાખ્યાવિચારપૂરા થાય છે ત્યાં ચી છે, જ્યારે તા.દ. જે તે રૂપકપ્રકારની ચર્ચાના અનુસંધાનમાં જ ઉપયુક્ત વિગતને વણી લે છે, આટલા તફાવત છે. કદાચ નાદ.ના ઉપક્રમ વધુ યુક્તિયુક્ત છે.
અહી હેમચન્દ્રે કરેલા નાટક' પ્રકારના રૂપકના પરામર્શ પૂર્ણ થાય છે. તેમાં ગ્રંથકારની ઝીણવટ તથા સરળ ભાષામાં પણ જરૂરી શાસ્ત્રા કરવાની હથેાટીનાં દન થાય છે. તેમણે સમેક્ષિકયા ગ્રાહ્યાત્રાના વિવેક કર્યાં છે. સાથે એ પણ નોંધવું ઘટે કે નાટચશાસ્ત્રીય વિગતે તેમણે અતિસંક્ષેપમાં નિરૂપી છે. હા. દ. એ આખા નાટયશાસ્ત્રીય ગ્રંથ હોવાથી, જ્યાં હેમચંદ્રમાં ઊણપ વર્તાય છે તેવા સઘળા મુદ્દાઓની વિશદ અને વિસ્તૃત ચર્ચા સમાવવાની તેમાં તક રહેલી છે, જેને રામચન્દ્ર અને ગુણચન્દ્રે બહુ સરસ રીતે ઝડપી છે. હા, કાવ્યશાસ્ત્રીય ગ્રંથમાં પણ ઔચિત્યપુરઃસર નાટચશાસ્ત્રીય વિગતા વણી લેવાની જે પ્રણાલિ હેમચન્દ્ર ઉપસાવી તે સ્તુત્ય છે અને તેનુ અનુકરણ તેમના કેટલાક સમર્થ અનુગામીએએ કર્યુ છે.