________________
એને જ દિવ્યનાયિકા પુણ્યબળે પ્રાપ્ત થાય. આમ મનુષ્યોને પુણ્યકર્મ કરવાની પ્રેરણું પણ આમાંથી પ્રાપ્ત થઈ શકે.
પ્રસિદ્ધ વસ્તુ પણ વ્યુત્પત્તિ એટલે કે સમજદારી કેળવવામાં નિષ્ફળ જતું નથી એ સમજાવતાં કહેવાયું છે કે, નાટક નાના પ્રકારની વિભૂતિઓથી યુક્ત હોવું ઘટે. હેમચન્દ્ર સમજાવે છે કે અહીં વિભૂતિયુક્ત એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપી ચારે પુરુષાર્થો જેમાં ફળરૂપે રહેલા છે તેવા સુંદર રૂપથી યુક્ત એમ સમજવું.
હેમચન્દ્ર નોંધે છે કે ધર્મ અને અર્થ સર્વજન-અભિલાષણીય છે માટે તેનું બાહુલ્ય દર્શાવવું (પૃ. ૩૪). “ઋદ્ધિ, વિલાસ વગેરે ગુણોવાળું નાટક હોય' –એ દ્વારા એવું અભિપ્રેત છે કે, ત્રદિ એટલે કે અર્થની, રાજ્યની સંપત્તિની–વૃદ્ધિ. ‘વિકાસ’ દ્વારાં “કામ” લક્ષિત થાય છે. એનો અર્થ છે આનંદ માટેની પ્રવૃત્તિઓ. “આદિ' શબ્દ દ્વારા એવી પ્રવૃત્તિઓનું પ્રાધાન્ય અભિપ્રેત છે. એટલે કે ઋદ્ધિ અને વિલાસ જેમાં પ્રધાન છે તેવી ફલ સંપત્તિવાળું નાટક હોવું જોઈએ. આથી રાજાએ બધું રાજ્ય બ્રાહ્મણને આપીને વાનપ્રસ્થનો સ્વીકાર કર્યો એવા પ્રકારના ફળવાળું નાટક ન રચવું. અર્થાત ધર્મ અને મોક્ષરૂપી પુરુષાર્થના બાહુલ્યવાળું નહિ. સામાન્ય રીતે લોકો સુખ સગી આંખે જોવા / માણવાની ઈચ્છાવાળા હોય છે એટલે આવી ધર્મ/મેક્ષની પ્રતીતિ વિરસ બની રહે. આ વાત ના.દ. પણ આ જ રીતે હેમચન્દ્રને અનુસરીને કરે છે, વળી નાટકમાં કેટલીક હેય અને અપ્રધાન વિગત પણ નિરૂપાય છે, જે અપયરૂપ હોવાથી પ્રતિનાયકને વિષે જોડવાની હોય છે. આવી વિગતો પૂર્વપક્ષરૂપે રહેલી જાણવી અને તેમના પ્રતિક્ષેપથી નાયકના ચરિતનું નિર્વહણ થવાથી તેને જનપદ (પ્રદેશ), કોશ, વ. સંપત્તિ પ્રાપ્ત થાય છે, આવું નિરૂપણ નાટકમાં કરવાનું હોય છે.
“વિલાસો” એટલે કે, આનંદ કે ભોગ માટેની પ્રવૃત્તિઓ. એ દ્વારા મુદી મહોત્સવ વ. ઉજવણીઓ અભિપ્રેત છે, જેથી મનુષ્યો આનંદ પામે છે. વળી, “ગુણો” દ્વારા સંધિ, વિગ્રહ વગેરે છ ગુણે નાયક એવા રાજાના ચરિતમાં વણવાના હોય છે. “ગુણેને આ અર્થ ચાણક્યના શાસ્ત્રના પરિચયથી ફુટ થાય છે. નાટકની વ્યાખ્યામાં “વસ્તુ અને રાજવિચરિત' એ બંને પદોથી બધી જ અભિપ્રેત વિગતો આવી જાય છે. એ સિવાયની અવાક્તર વિગતની સમાપ્તિમાં અર્થાત વિશ્રાન્તિ માટે જે અંશે-ટૂકડા–રહેલા છે, તે થયા અંકો', જે પાંચથી દશની સંખ્યામાં રાખવા. વળી કારણવશાત્ જે અપ્રત્યક્ષદશ્ય એવાં કાર્યો છે, તેમના આવેદકો એ થયા પ્રવેશકે વગેરે. આ બધાથી નાટક શોભે છે.
આપણે જોઈ શક્યા કે આ સમગ્ર ચર્ચાની ના.દ. ઉપર ઘેરી અસર છે.
આ ઉપરાંત હેમચંદ્ર “વિવેક' (પૃ. ૪૪૩)માં નાટકાદિ બધા રૂપકપ્રકારે ચાર પ્રસિદ્ધ પુરષાર્થો સાથે કેવી રીતે સંકળાયેલ છે તે પણ દર્શાવે છે. આ સમગ્ર ચર્ચાનો ભાર પણ ના.દ. ઉપર પડેલો જ છે. હેમચંદ્ર પ્રમાણે નાટકમાં ધર્મ, અર્થ અને કામમાંથી કઈ પણ એક મુખ્ય રીતે અને બાકીના ગૌણ હોય તેમ નિરૂપાય છે, જેનું આરાધન નાટકમાં જાણે કે સાક્ષાત હોય તેમ, ઉપાદેય એટલે ગ્રાહ્ય હોય એ રીતે નિરૂપાય છે. તેમાં પણ વળી