________________
સાબરભાગ, ભાષાવિચાર
ગ કેઈ દુષ્ટ પદાર્થ તરીકે ઇન્દ્રિયગ્રાહ્ય બની શકતું નથી. શબરસ્વામી કહે છે કે, સુખ એ જ સ્વગ; બધા લેકે સુખ ઝંખે છે.૧૩ અને આ બાબતમાં તે “ગ” શબ્દ જ સુખને વાચક છે...યજ્ઞ ગૌણ છે, સુખ મુખ્ય છે...સુખ માટે જ માણસ મહેનત કરતે હોય છે. ૫૪ ઉપરાંત જેનું ફળ ચક્કસ કહી ન શકાય તેવા કર્મનું ફળ સ્વગ છે. ૧૫ એને કોઈ વ્યાખ્યા કે વનમાં બાંધી શકાય તેમ નથી, કેમ કે, તે અદષ્ટ છે; પણ યજ્ઞ દ્વારા મનુષ્ય તેની પ્રાપ્તિ કરી શકે છે, કારણ કે દષ્ટ અને અદ'ટ એ બે અલગ ત નથી, પણ એકબીજનનાં પૂરક છે. દરેક મનુષ્ય તેની ઝંખના કરી શકે છે, એમાં મનુષ્યના ભેદભાવ પડતા નથી. ૧૬
શાબરભાષ્યમાં યશના અનુષ્ઠાનના અનુપગે સેવતને નિર્દેશ થ છે અને તેઓ આપણે જેમાં વીએ છીએ તે જ વાસ્તવિકતાની અંતગત છે. શબરસ્વામી કહે છે કે દેવતાઓ સ્તુતિઓ અને વિદ્રવ્યના પ્રાપ્તકર્તાએ છે 19 પણ દેવતાઓને કેઈ મનુષ્યને અનુભવ થયો હોવાનું કે દેવતાઓ મનુષ્યની જેમ વર્તતા હોવાનું કે એવા ગુણ ધરાવતા હોવાનું શબરસ્વામી સ્વીકારતા નથી. એમને કોઈ ભૌતિક શરીર હેતું નથી. ૧૮ દેવતાએ મનુષ્યથી સાવ અલગ છે, તેમાં મનુષ્યની ટિમાં અદલબદલ ન થઈ શકે દેવતાઓ ય પણ ન કરી શકે. દેવતાને અર્પણ કરાતી આહુતિ દેવતાને બદલે મનુષ્ય ન લઈ શકે. યજ્ઞના અનુષ્ઠાન માટે દેવતા ખૂબ મહત્ત્વના છે, કેમ કે – ધાતુ કવ્ય, દેવતા અને વજનક્રિયા સાથે સીધો સંબંધ ધરાવે છે. ૧૯ દ્રવ્ય અને દેવતા અંગે વિરોધ ઉપસ્થિત થાય ત્યારે દ્રવ્યને આધારે વિધિને નિર્ણય કરવાનું હોય છે. ૨ ૦ દ્રવ્ય અને દેવતા એ બન્ને સિદ્ધ વસ્તુઓ છે, પણ દેવતાને હંમેશાં ગૌણ ગણવામાં આવ્યા છે, કારણ કે દેવતા ફળ નથી આપતા.૨૧ ય અમુક ચોક્કસ દેવતા સાથે સંબંધ ધરાવે છે. એને માટે કઈ પ્રતિનિધિ ન ચાલી શકે. પ્રતિનિધિથી જુદો હેતુ સરે છે. દેવતા તે અમુક આહુતિ ગ્રહણ કરવામાં જ હેતુરૂપ બને છે. ૨૨ પરંતુ ઈન્દ્રિય પ્રત્યક્ષાથી કંઈ દેવતાસંબંધ ગ્રાહ્ય નથી; દેવતા માત્ર અનુમાન ગમ્ય છે. દેવતા પિત દશ્ય નથી છતાં વાસ્તવિકતાને દશ્ય પરિમાણ સાથે સંબંધ ધરાવે છે. દેવતાને સાથે સરખાવી ન શકાય. “અ” દશ્ય હોવા છતાં દેવતાથી વધુ ઉચ્ચ સ્થાને છે. દેવતાની સ્વર્ગ સાથે પણ તુલન ન કરી શકાય. સ્વગ અદશ્ય હોવા છતાં એ દેવતાની જેમ સિદ્ધ વસ્તુ નથી,
શબરસ્વામી કહે છે કે, કાળવાચક પદે દેવતા' કહેવાયાં છે; કાળ વિષે દેવતા શબ્દને પ્રયોગ થયે હોય છે, જેમ કે માસ દેવતા છે, સંતસર દેવતા છે. ૨૩ દેવતા રૂપ વડે યજ્ઞમાં સાધનરૂપ બનતા નથી. તે કેવી રીતે ? સંબંધ ધરાવતા શબ્દ વડે. જેમ અધ્વર્યુ બે હાથ વડે સહાયક બને છે, તેવી રીતે દેવતા શબ્દ દ્વારા સહાયક બને છે... શબ્દ જ હવિદ્રવ્ય સાથે સંબંધ ધરાવે છે. તેની સાથે સંકળાયેલ હોવાથી પદાર્થ પણ દેવતા ગણાશે. જેને શબ્દ હવિદ્રવ્ય સાથે તે અર્થ બાબતે સંબંધ ધરાવે તે જ દેવતા......અહીં તે શબ્દ હોય ત્યારે જ કાય” સંભવે છે. ૨૪ તેથી શબ્દ અર્થને બોધ કરાવવા માટે છે એવું નથી. આ રીતે જેને ઈન્દ્રિયગ્રાહ્ય તરીકે ન નિદેશી શકાય તે ઈન્દ્રિયગ્રાહ્ય ન હોઈ શકે એવું શબરસવામીનું મંતવ્ય સ્પષ્ટ થાય છે, છતાં તેની હયાતી ન નકારી શકાય કે એને અમુક એક સ્થાનમાં સીમિત ન કરી શકાય, કેમ કે શબ્દ દ્વારા દેવતા તે જ સંબંધમાં આવે છે.