SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મબેધ ૨૫ અને તે પછી તેની મીમાંસા કરીએ. તેત્રીસ પ્રાથના સમાં લેકેને આ ભક્તિકાવ્યમાં મુખ્ય ઉપદેશ સ્વયમેવ ભક્તનાં પ્રતીતિ, અનુભૂતિ અને શ્રદ્ધાના પ્રતીક રૂપે આપોઆપ જાણે તેના હૃદયમાંથી ઉદ્ભવ્યા છેપ્રભુપરાયણ અને ભક્તિનમ્ર સાધક એક બાજુ જિન પ્રભુની મહત્તા અને બીજી બાજુ પિતાની અલ્પતાની તુલનાત્મક વિચારણા કરે છે, ત્યારે તેને બંને વચ્ચેના અતિ વિરોધને ખ્યાલ આવે છે. સાથે એ વિશ્વાસ પણ તેના હૃદયમાં rગે છે કે પિતે સવથ પ્રભુને આશ્રિત બની રહેશે તે તેને ઉકાને ચક્કસ માગ અવશ્ય મળી રહેશે. આ વિશ્વાસ સાથે તે પોતાના હૃદયમાંથી સ્વયંસ્કુરિત ભાવે-વિચારો પ્રાર્થનાના નમ્ર ભાવ સાથે રજૂ કરે છે. શરૂઆત જિનેશની સ્તુતિના મ ગલ શ્વેકથી કરવામાં આવી છે. કવિ તેમાં કહે છે કે જિનેન્દ્ર ભગવાન એટલે કે આત્મામાં માનવનું ચિત્ત અવગાહન કરી શકે, પરમાત્માના નામ અને મૃતિથી અશ્વિત મહામન્સ મળી જાય, માનવની ગતિ દિનેશે બતાવેલા રત્નત્રયાત્મક માગે થાય, તે આ જગતમાં સજજનેને તેમને પ્રિય વિષયની સિદ્ધિમાં કોઈ વિદ ન સંભવે. મોક્ષની પ્રાતિ એ જીવનનું અન્તિમ લક્ષ્ય છે, અને તેનું પ્રથમ પગલું છે સંસારનો પરિત્યાગ, આ માટે જિનેશ ભગવાને નિયત કરી આપેલે કમ આ છે–નિસંગત્વ, અરાગિતા, સમતા, કર્મક્ષય, આત્મબોધન અને વિશ્વવ્યાપી જ્ઞાન. માટે જ સજજને જિનેશની, આત્માની સેવા વાંછે છે (૨). ભગવાનની સેવા કરતાં માનવ આ કામમાં પિતાને વિકાસ કરે, તે તેને સંસારમાં કઈ ભીતિ ન રહે (૩). જગતના સારાસારના લાંબા સમયના ચિન્તનથી વિદ્વાનોને અનુભવ થાય છે કે અસાર સંસારમાં સારરૂપ સત્ય તે જ છે. આ અનુભવ સાચે જ આનંદદાયી છે. (). જ્ઞાન, વિષયોનું દર્શન, વીરતા, પ્રભુતા વગેરે ભગવાનનાં જ છે. આથી ગદષ્ટિ વડે સાધના કર્યા બાદ ભગવાનને પામતે યેગી સર્વજ્ઞ જ બને (૫). ત્રણેય લેકના નાથ એવા નિસ્વામીને ચરણે જવાથી માનવ મુક્તિને ચરણે જાય છે, માનવજીવનમાં આ પ્રયાજન જ પ્રશસ્ય છે (૬). માનવ બ્રાતિને પ્રેરાયે જગતમાં પાપ કરે, કરાવે. અનુમોદન આપે; પરન્ત અને તે પોતાની ભૂલ સમજી પિતાને નિન્દના સાધક પાપમુક્ત થાય (૭) પરમાત્મા જિનેન્દ્ર રવજ્ઞ છે, સાધકનાં પાપ જાણે-નિહાળે છે (૮) આમ થાય ત્યારે સાધક પિતાની તમામ સાંસારિક ભૂલનો એકરાર કરી શુદ્ધિને અથે પ્રભુના ચરણે જાય અને નિઃશલ્ય બને (૯) પ્રભુના નિકટવર્તીપણમાં જ તેની શુદ્ધિ, તેનું પ્રાયશ્ચિત સંભવે છે (૧૦). અાકરણ, ઈ દ્રિો વગેરેને પરમાત્મામાં એકરૂપ કરવાં; મતિને અનાસક્તિ અને નામ સાથે સ ગ કરે. આનાથી શાંતિ અને એકાન અનુભવાય (૧૧). પૂવે કરેલાં પણ વેગે પ્રભુમાનિ સંભવે, નિર્વાણ પ્રાપ્ત થાય; સંસાર નિર્વાણથી લુપ્ત થાય (૧૩). પરતું ચંચળતા, વ્યાકુળતા, સ સારનું આકર્ષણ હોય, ત્યાં સુધી યમનિયમના પાલનથી સમકુશળ ન સંભ (૧૪). સંસારને મેહ હોય ત્યાં સુધી સુખ, સ્થિરતા, માક્ષ ન સંભવે. માનવને મેહ પ્રભુકૃપાથી દૂર થાય. આમ, આત્મોન્નતિ પ્રભુને આધીન છે, (૧૫-૧૬) જરૂરી છે. જગતની ક્ષણ ભંગરતાની પ્રતીતિ થાય, એ પ્રતીતિ થતાં મન જન્મચક્રથી પાર જય, સિવિકાર, પરમાનન્દ સ્વરૂપ પ્રભુને વાંછે (૧૭). પ્રભુના આશ્રયેથી જ માનવ દ્વન્દાતીત થાય, અને આમ થાય તે જ સુઓ.-૪
SR No.520762
Book TitleSambodhi 1983 Vol 12
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1983
Total Pages326
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy