SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગીય આચાર્ય શ્રીજિનપ્રભસૂરિ વિરચિત અંતરંગ-વિવાહ - ધવલ સંપા. ૨. મ શાહ ઈસવી સનની તેરમી શતાબ્દીના મધ્યભાગમાં થઈ ગયેલા આગમગચ્છીય આચાર્ય જિનપ્રભસૂરિએ શત્તરકાલીન અપભ્રંશ ભાષામાં અનેક લઘુ કાવ્યકૃતિઓ રચી છે, જે પાટણના જેન ભંડામાં રહેલ તાડપત્રીય હસ્તપ્રત માં મળી આવે છે. આમાંની એક ધવલ (ળ) પ્રકારની ૨૬ કડીની પદ્ય કૃતિ અહીં સંપાદિત કરવામાં આવી છે. અંતરંગ-વિવાહ--ધવલ” નામનું આ કાવ્ય એક રૂપક કાવ્ય છે, જેમાં ભવ્ય જીવ રૂપી વરના ચારિત્રરૂપી રાજાની પુત્રી સર્વવિરતિરૂપી કન્યા સાથેના વિવાહનું વર્ણન છે. લગ્ન પ્રસંગે ધળ ગાવાને રિવાજ ખૂબ પ્રાચીન છે. આવા કપ્રિય કાવ્ય પ્રકારમાં કવિએ જૈન ધર્મ પ્રતિપાદિત ઉપદેશને રૂપકરૂપે ગૂંથી લીધે છે, આ કાવ્ય ગય છે, અને વસંત રામમાં એ ગવાય એવી સૂચના કાવ્યમાં તે નેધાયેલ છે. કાવ્યની ભાષા છે કે ઉત્તરકાલીન અપભ્રંશ છે, પણ તેમાં ત કાલીને બેલાતી ગુર્જર ભાષાની અસર જોઈ શકાય છે. ખેતરવસહી પાટક જૈન જ્ઞાન ભંડાર, પાટણની તાડપત્રીય પ્રત નં. ૬ (જને ન. ૧૨) ના પત્ર ૨૦-૨૨૧ પર આ કાવ્ય લખાયેલ મળે છે. ૩૬ x ૫ સે. મી. માપની, ૨૬૪ પ વાળી આ પ્રતિમા નાની મોટી ૫૪ રચના સંગ્રહાઈ છે. તેમાં એકલા આ. જિનપ્રભસૂરિની જ ૩૦ કૃતિઓને સમાવેશ થાય છે, જેવી કે–ધમધમલક, આત્મબેધલક, ભવ્યચરિત, ભવ્ય કુટુંબચરિત, મિરાસ, અ'તરગરાસ, મહિલનાથચરિત, ખૂયતિ, મહરાજવિજયોક્તિ, ચૈત્યપરિપાદિ, જિનજન્મમહ, તેમનામાભિષેક, પાર્શ્વનાથજન્માભિષેક, અનાથિસધિ, દવાનુશાતિ સંધિ ઈત્યાદિ. આમાંની બે ત્રણ આ પૂર્વે સંધિ આદિમાં પ્રસિદ્ધ થઈ છે, પરંતુ મોટા ભાગની કૃતિઓ હજુ અપ્રસિદ્ધ છે. તત્કાલીન ભાષા અને સંસ્કૃતિના અધ્યયન માટે ઘણી ઉપયોગી સામગ્રી આ કૃતિઓમાંથી મળે તેમ છે,
SR No.520762
Book TitleSambodhi 1983 Vol 12
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1983
Total Pages326
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy